
એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનના અલ્ગૉરિધમ રેટિંગ્સ ઉપર ખાસ્સા નિર્ભર કરે છે. એમેઝોન પોતે હવે તો વેસ્ટલેન્ડ જેવું ધરખમ પબ્લિકેશન હાઉસ ખરીદીને ભારતીય પુસ્તકવિશ્વ પર રાજ કરી રહ્યું છે. પુસ્તકને વધુ વાચકો સુધી પહોંચાડવા માટે એમેઝોન સહિત તમામ એપ્લિકેશન રેટિંગ્સ અને ફીડબેકની સુવિધા આપે છે, જેના લીધે જે-તે પુસ્તકની લોકપ્રિયતા મુજબ તેને વિઝિબિલિટી મળે અને તે રસ ધરાવતાં વાચકોના ધ્યાનમાં આવતું રહે. ઘણી વખત ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો પર સ્ક્રૉલિંગ વેળા એમેઝોનની ‘સ્પૉન્સર્ડ પોસ્ટ’ આવે અને તમને ક્લિક કરવા પ્રેરે એ તેના અલ્ગોરિધમની કમાલ છે. તમે જે વિષયના પુસ્તકો અથવા અન્ય પ્રોડક્ટ્સમાં રસ ધરાવતાં હો એને સંબંધિત પોસ્ટ તમારું ધ્યાન ખેંચશે એ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સનો એમેઝોન જેવી એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે. આટલી પૂર્વભૂમિકા બાંધી લીધા બાદ મૂળ મુદ્દા પર આવીએ.
સર્જક માટે વાચકોના પ્રતિભાવથી વિશેષ કશું જ અગત્યનું નથી, એ હકીકત છે. પુસ્તકની વિઝિબિલિટી અથવા ઑનલાઇન પ્રેઝન્સ વધારવી એ લેખક તરીકે મારી ફરજ છે એવું મારું અંગત મંતવ્ય છે. ઑટીટીના મેળાવડાની વચ્ચે એક પુસ્તક પણ વેબસીરિઝ જેવો જલ્સો કરાવી શકે એ વાત આજની નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે. આથી, જેમણે ‘મૃત્યુંજય’ વાંચી છે, તેઓ એમેઝોન પર તે અંગે પોતાનો પ્રતિભાવ લખશે તો અમે બીજા સેંકડો ગુજરાતી વાચકો સુધી સરળતાપૂર્વક પહોંચી શકીશું.
- પરખ ભટ્ટ
#new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture
એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશનના અલ્ગૉરિધમ રેટિંગ્સ ઉપર ખાસ્સા નિર્ભર કરે છે. એમેઝોન પોતે હવે તો વેસ્ટલેન્ડ જેવું ધરખમ પબ્લિકેશન હાઉસ ખરીદીને ભારતીય પુસ્તકવિશ્વ પર રાજ કરી રહ્યું છે. પુસ્તકને વધુ વાચકો સુધી પહોંચાડવા માટે એમેઝોન સહિત તમામ એપ્લિકેશન રેટિંગ્સ અને ફીડબેકની સુવિધા આપે છે, જેના લીધે જે-તે પુસ્તકની લોકપ્રિયતા મુજબ તેને વિઝિબિલિટી મળે અને તે રસ ધરાવતાં વાચકોના ધ્યાનમાં આવતું રહે. ઘણી વખત ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો પર સ્ક્રૉલિંગ વેળા એમેઝોનની ‘સ્પૉન્સર્ડ પોસ્ટ’ આવે અને તમને ક્લિક કરવા પ્રેરે એ તેના અલ્ગોરિધમની કમાલ છે. તમે જે વિષયના પુસ્તકો અથવા અન્ય પ્રોડક્ટ્સમાં રસ ધરાવતાં હો એને સંબંધિત પોસ્ટ તમારું ધ્યાન ખેંચશે એ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સનો એમેઝોન જેવી એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે. આટલી પૂર્વભૂમિકા બાંધી લીધા બાદ મૂળ મુદ્દા પર આવીએ. સર્જક માટે વાચકોના પ્રતિભાવથી વિશેષ કશું જ અગત્યનું નથી, એ હકીકત છે. પુસ્તકની વિઝિબિલિટી અથવા ઑનલાઇન પ્રેઝન્સ વધારવી એ લેખક તરીકે મારી ફરજ છે એવું મારું અંગત મંતવ્ય છે. ઑટીટીના મેળાવડાની વચ્ચે એક પુસ્તક પણ વેબસીરિઝ જેવો જલ્સો કરાવી શકે એ વાત આજની નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે. આથી, જેમણે ‘મૃત્યુંજય’ વાંચી છે, તેઓ એમેઝોન પર તે અંગે પોતાનો પ્રતિભાવ લખશે તો અમે બીજા સેંકડો ગુજરાતી વાચકો સુધી સરળતાપૂર્વક પહોંચી શકીશું. - પરખ ભટ્ટ #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture