“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં.

મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું.

‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે.

મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું.

બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼

- @parakh_bhatt (પરખ ભટ્ટ)

#mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

Let's Connect

sm2p0