
ડો. પ્રકાશ ચૌધરી દ્વારા ‘રેન્ડિયર્સ’ પુસ્તકનું વિવેચન:
-------------------------------------------------
ધોરણ સાતથી કોલેજના છેલ્લા વર્ષ સુધી ઘરથી દૂર જ રહ્યો છું. હોસ્ટેલમાં મિત્રો સાથે કરેલી મજા ઘણીવાર સાંભરી આવે અને એક હળવી સ્માઈલ મોઢા પર આવી જાય. ઈશ્વરે મંગાવેલી આ બુક જ્યારે મને મળી ત્યારે અનિલ ચાવડાનું નામ જોઈને વાંચવાની તાલાવેલીને રોકી ના શક્યો. જેમ જેમ વંચાતી ગઈ એમ એમ બુક બહુ જ નાની લાગતી ગઈ. હોસ્ટેલમાં કરેલા તમામ તોફાન નજર સમક્ષ તરવરવા લાગ્યાં. રાત્રે મેસમાંથી ભાખરી ચોરીને ખાવાની વાત હોય કે શનિ રવિમાં રમતો રમવાની બધું જ જાણે મારું ખુદનું જ જીવન ચીતર્યું હોય એવું લાગ્યું. મિત્રોને મળવાના વાયદા કરીને ક્યારેય મળવા ના જઇ શકયાનો અફસોસ પણ 'માધિયા'ની જેમ સતાવે છે. હોસ્ટેલ અને સ્કૂલ લાઈફથી ઉપર ઉઠીને પણ ઘણું બધું બુકમાં છે. સામાજિક અસ્પૃશ્યતાનો મુદ્દો એટલી હળવી કલમથી આલેખ્યો છે કે ખબર ન પડે તેમ આપણાં હૃદયમાં પણ ભીનાશ લાવી દે. જીવનના નીતિમૂલ્યોને પણ હસતાં હસતાં સાહજિક રીતે વણી લીધાં છે. સ્કૂલ, કોલેજ કે હોસ્ટેલલાઈફ પર ઘણી સારી બુક્સ લખાઈ હશે પણ અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ’ વિશેષ છે. મારી જેમ હોસ્ટેલમાં રહીને ભણ્યા હશે એમને તો ખાસ ગમશે.
- ડો. પ્રકાશ ચૌધરી
-------------------------------------------
હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
ડો. પ્રકાશ ચૌધરી દ્વારા ‘રેન્ડિયર્સ’ પુસ્તકનું વિવેચન: ------------------------------------------------- ધોરણ સાતથી કોલેજના છેલ્લા વર્ષ સુધી ઘરથી દૂર જ રહ્યો છું. હોસ્ટેલમાં મિત્રો સાથે કરેલી મજા ઘણીવાર સાંભરી આવે અને એક હળવી સ્માઈલ મોઢા પર આવી જાય. ઈશ્વરે મંગાવેલી આ બુક જ્યારે મને મળી ત્યારે અનિલ ચાવડાનું નામ જોઈને વાંચવાની તાલાવેલીને રોકી ના શક્યો. જેમ જેમ વંચાતી ગઈ એમ એમ બુક બહુ જ નાની લાગતી ગઈ. હોસ્ટેલમાં કરેલા તમામ તોફાન નજર સમક્ષ તરવરવા લાગ્યાં. રાત્રે મેસમાંથી ભાખરી ચોરીને ખાવાની વાત હોય કે શનિ રવિમાં રમતો રમવાની બધું જ જાણે મારું ખુદનું જ જીવન ચીતર્યું હોય એવું લાગ્યું. મિત્રોને મળવાના વાયદા કરીને ક્યારેય મળવા ના જઇ શકયાનો અફસોસ પણ 'માધિયા'ની જેમ સતાવે છે. હોસ્ટેલ અને સ્કૂલ લાઈફથી ઉપર ઉઠીને પણ ઘણું બધું બુકમાં છે. સામાજિક અસ્પૃશ્યતાનો મુદ્દો એટલી હળવી કલમથી આલેખ્યો છે કે ખબર ન પડે તેમ આપણાં હૃદયમાં પણ ભીનાશ લાવી દે. જીવનના નીતિમૂલ્યોને પણ હસતાં હસતાં સાહજિક રીતે વણી લીધાં છે. સ્કૂલ, કોલેજ કે હોસ્ટેલલાઈફ પર ઘણી સારી બુક્સ લખાઈ હશે પણ અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ’ વિશેષ છે. મારી જેમ હોસ્ટેલમાં રહીને ભણ્યા હશે એમને તો ખાસ ગમશે. - ડો. પ્રકાશ ચૌધરી ------------------------------------------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir