
રેન્ડિયર્સ .... રેન્ડિયર્સ..... રેન્ડિયર્સ...
***
ભવિષ્યમાં આ દિવસો તને મિસ થશે.......
મોજ અને મોકો મળે ત્યારે લઈ લેવાના....
“પા’ડ ચડનારો માણહ પહેલા પગથિયાથી શરૂઆત કરતો હોય સાયબ,
આવી નાની-નાની ભૂલુંનાં પગથિયાં ચડીને માણાં ચાણે મોટા ગુનાની ટોચે પોંચી જાય એની ખબરેય નો રેય”....
****
રાત્રે ૦૯.૩૦ એ રેન્ડિયર્સ હાથમાં લીધી અને શરુ થઈ છાત્રાલય લાઈફની કથા.
અનિલ ચાવડાની બુકના સબટાઇટલ્સ ‘જિંદગીના વળાંક લેતા વરસની કથા’ને યથાર્થ ઠેરવતી નવલકથાએ મને પણ મારી હોસ્ટેલલાઈફના ભૂતકાળમાં ગરકાવ કરી દીધો. કૂલિયાથી શરુ કરીને મૂછોના ઉતારના ગૃહપતિ સુધીની વાર્તા એકી બેઠકે વાંચવા મને મજબૂર કરી દીધો.
આહાહાહા... દરેક પાત્રોનો પોતાનો મિજાજ અને તમારા શબ્દોએ જે કલેવર ચડાવ્યા છે એ હજી તાદૃશ નજર સામે તરવરે છે. “સુખડીપુરાણ” અને “ હમ દિલ દે ચુકે સનમ”એ તો ખૂબ હસાવ્યા. સોમલાના ભૂતે અને વાળઉછેર કેન્દ્રે પણ ખૂબ મજા કરાવી તો અંતિમ બે પ્રકરણે આંખોના ખૂણા ભીના કર્યા.
‘રેન્ડિયર્સ’ વિશે વધારે લખીને સ્પોઈલર નથી બનવું. ક્યાંય રસભંગ થાય એમ છે જ નહી અને મધરાતે ૦૧.૩૦એ આખી નવલકથા વાંચે પાર કરી. પ્રિય અનિલભાઈને નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન અને આ પુસ્તક અનેકાનેક સોપાન સર કરે એવી શુભેચ્છાઓ....
અમારી હોસ્ટેલ લાઈફની જર્ની પણ આવી જ કૈક છે, પણ એ વિશે વિગતે ફરી ક્યારેક.
જેમણે હોસ્ટેલલાઇફ જાણી છે, માણી છે એ બધાએ જરૂરથી વાંચવા જેવી નવલકથા છે અને જેમણે હોસ્ટેલલાઇફનો કે છાત્રાલયનો અનુભવ નથી એમણે તો જરૂર ને જરૂરથી વાંચવા જેવી છે. મેં મારા હોસ્ટેલના અંગત મિત્રોને ભેટ આપવા માટે બૂક કરાવી લીધી છે. અને તમે???
--------------------------------------------
વિપુલ જોષીએ તો પોતાના મિત્રોને ‘રેન્ડિયર્સ’ નવલકથા ભેટમાં આપવા અમુક કૉપીઓ બુક કરાવી લીધી છે, જો હજી પણ તમે ન વાંચી હોય તો આજે જ વાંચો, અને તમારા ખાસ મિત્રોને ભેટમાં પણ આપો.
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
એમેઝોન પરથી પણ ખરીદી શકોઃ
https://amzn.to/30y5wjc
#reindeers #anilchavda #navbharatsahityamandir
રેન્ડિયર્સ .... રેન્ડિયર્સ..... રેન્ડિયર્સ... *** ભવિષ્યમાં આ દિવસો તને મિસ થશે....... મોજ અને મોકો મળે ત્યારે લઈ લેવાના.... “પા’ડ ચડનારો માણહ પહેલા પગથિયાથી શરૂઆત કરતો હોય સાયબ, આવી નાની-નાની ભૂલુંનાં પગથિયાં ચડીને માણાં ચાણે મોટા ગુનાની ટોચે પોંચી જાય એની ખબરેય નો રેય”.... **** રાત્રે ૦૯.૩૦ એ રેન્ડિયર્સ હાથમાં લીધી અને શરુ થઈ છાત્રાલય લાઈફની કથા. અનિલ ચાવડાની બુકના સબટાઇટલ્સ ‘જિંદગીના વળાંક લેતા વરસની કથા’ને યથાર્થ ઠેરવતી નવલકથાએ મને પણ મારી હોસ્ટેલલાઈફના ભૂતકાળમાં ગરકાવ કરી દીધો. કૂલિયાથી શરુ કરીને મૂછોના ઉતારના ગૃહપતિ સુધીની વાર્તા એકી બેઠકે વાંચવા મને મજબૂર કરી દીધો. આહાહાહા... દરેક પાત્રોનો પોતાનો મિજાજ અને તમારા શબ્દોએ જે કલેવર ચડાવ્યા છે એ હજી તાદૃશ નજર સામે તરવરે છે. “સુખડીપુરાણ” અને “ હમ દિલ દે ચુકે સનમ”એ તો ખૂબ હસાવ્યા. સોમલાના ભૂતે અને વાળઉછેર કેન્દ્રે પણ ખૂબ મજા કરાવી તો અંતિમ બે પ્રકરણે આંખોના ખૂણા ભીના કર્યા. ‘રેન્ડિયર્સ’ વિશે વધારે લખીને સ્પોઈલર નથી બનવું. ક્યાંય રસભંગ થાય એમ છે જ નહી અને મધરાતે ૦૧.૩૦એ આખી નવલકથા વાંચે પાર કરી. પ્રિય અનિલભાઈને નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન અને આ પુસ્તક અનેકાનેક સોપાન સર કરે એવી શુભેચ્છાઓ.... અમારી હોસ્ટેલ લાઈફની જર્ની પણ આવી જ કૈક છે, પણ એ વિશે વિગતે ફરી ક્યારેક. જેમણે હોસ્ટેલલાઇફ જાણી છે, માણી છે એ બધાએ જરૂરથી વાંચવા જેવી નવલકથા છે અને જેમણે હોસ્ટેલલાઇફનો કે છાત્રાલયનો અનુભવ નથી એમણે તો જરૂર ને જરૂરથી વાંચવા જેવી છે. મેં મારા હોસ્ટેલના અંગત મિત્રોને ભેટ આપવા માટે બૂક કરાવી લીધી છે. અને તમે??? -------------------------------------------- વિપુલ જોષીએ તો પોતાના મિત્રોને ‘રેન્ડિયર્સ’ નવલકથા ભેટમાં આપવા અમુક કૉપીઓ બુક કરાવી લીધી છે, જો હજી પણ તમે ન વાંચી હોય તો આજે જ વાંચો, અને તમારા ખાસ મિત્રોને ભેટમાં પણ આપો. પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA એમેઝોન પરથી પણ ખરીદી શકોઃ https://amzn.to/30y5wjc #reindeers #anilchavda #navbharatsahityamandir