
ક્યાં બાત હૈ! અનિલભાઈ તમે સ્કૂલની યાદ તાજી કરાઈ નાખી ભૈ, શું શબ્દશૃંખલા લખી છે. એકએક શબ્દને વાંચતાં પોતાપણાનો અનુભવ થયા કરે , જાણે હું સ્વયંમ એ પાત્ર હોઉં? અનિલભાઈની આંગળીના ટેરવાને રસ કરી પી લઇએ એવી છણાવટ, ને શબ્દે શબ્દે જો જાર નાખો તો ધાણી ફુટી નિકળે! હાસ્ય તો વળી ક્યાંક ગંભીરતા સાથે સાથે જડબેસલાક શિખામણ, ફિલ્મી સ્ટાઈલમાં દશ્ય બદલતાં જાય ને આપણે જાણે તરબોળ થતાં જઈએ, વાતો તો આપણે સ્કૂલ કાળમાં જે બોલ્યાં એ અસલ, પેલા બેચરભૈના કૂલિયાના શબ્દનું રહસ્ય, ભારતીબહેનની ઘોડાદોડ પદ્ધતિ, કાદરીસાહેના શોર્ટકર્ટ્સ, છાત્રાલયની મસ્તી, પ્રાર્થનાસભાની એ યાદગાર પ્રાર્થના 'ઈતની શક્તિ હમેં દેના દાતા' , ચોરીછુપી ફિલ્મ જોવાની મજા (ફિલ્મનું નામ નહીં કહું) પડીકીની ટીખળખોરીને ચોરીનો આપણો જૂનો રસ્મો રિવાજ , ચોપડી વચ્ચે રાખી ચોરીછૂપીથી વાંચવાની મજા એ પણ કોઈ કોમિક ચોપડી, પેલું સાલું સુખડીપુરાણ, સોનલને આપવાનો લવલેટર વાંચતા તો પેલું ૧૫ સેન્ટીમીટરનું ગૂબડુ જે ધકધક થાય !! શિલ્પાની નાતજાત વગરની મિત્રતા સમજાવનારી વાતો, પોપટીયાની પકોડીથી સમાધાન ને વળી બ્રિજયાની ગોખણપટ્ટી, સોમલાનુ ભુત ને જીવાભાની મુછ આહાહા...., બાપે આપેલી ચોરી ન કરવાની શિખામણ... વાંચવા વાંચતાં આંખોમાં ઝળઝળિયાં આવી જાય, રેન્ડીયર એટલે ટુન્ડ્ર પ્રદેશમાં (આ લે લે કિસંગ તું હવે રેવા દે એ તો જે નવલકથા વાંચે એ જ આ અર્થ માણી શકે) , રિસીપ્ટથી રિઝલ્ટ સુધીની રોમાંચભરી વાતો, સ્કુલના છેલ્લા દિવસનો એ યાદગાર પ્રસંગ ને ગૃહપતિને ભેટી ને રડવું (વાંચતા વાંચતા રડી જ પડાય), કદી આપણે જેને વિલન સમજતાં હોઈએ એ હિરો નિકળે તો?? એ માટે તો આ નવલકથા (ભારપૂર્વક હું તો કહું વાંચવી જ રહી ) વાંચવી રહી ને છેલ્લે અનિલભાઈ એ તો આ ચોપડી વંચાવી કર્યું 'ભગાના ભા જેવું'
.... કિરણ ચૌધરી 'કિસંગ'
----
કિરણ ચૌધરીએ ખૂબ ભારપૂર્વક કહ્યું છે કે આ ચોપડી વાંચવી જ રહી. તમે હજી ન વાંચી હોય તો આજે જ બુક કરાવો.
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
એમેઝોન પરથી પણ ખરીદી શકોઃ
https://amzn.to/30y5wjc
#reindeers #anilchavda #navbharatsahityamandir
ક્યાં બાત હૈ! અનિલભાઈ તમે સ્કૂલની યાદ તાજી કરાઈ નાખી ભૈ, શું શબ્દશૃંખલા લખી છે. એકએક શબ્દને વાંચતાં પોતાપણાનો અનુભવ થયા કરે , જાણે હું સ્વયંમ એ પાત્ર હોઉં? અનિલભાઈની આંગળીના ટેરવાને રસ કરી પી લઇએ એવી છણાવટ, ને શબ્દે શબ્દે જો જાર નાખો તો ધાણી ફુટી નિકળે! હાસ્ય તો વળી ક્યાંક ગંભીરતા સાથે સાથે જડબેસલાક શિખામણ, ફિલ્મી સ્ટાઈલમાં દશ્ય બદલતાં જાય ને આપણે જાણે તરબોળ થતાં જઈએ, વાતો તો આપણે સ્કૂલ કાળમાં જે બોલ્યાં એ અસલ, પેલા બેચરભૈના કૂલિયાના શબ્દનું રહસ્ય, ભારતીબહેનની ઘોડાદોડ પદ્ધતિ, કાદરીસાહેના શોર્ટકર્ટ્સ, છાત્રાલયની મસ્તી, પ્રાર્થનાસભાની એ યાદગાર પ્રાર્થના 'ઈતની શક્તિ હમેં દેના દાતા' , ચોરીછુપી ફિલ્મ જોવાની મજા (ફિલ્મનું નામ નહીં કહું) પડીકીની ટીખળખોરીને ચોરીનો આપણો જૂનો રસ્મો રિવાજ , ચોપડી વચ્ચે રાખી ચોરીછૂપીથી વાંચવાની મજા એ પણ કોઈ કોમિક ચોપડી, પેલું સાલું સુખડીપુરાણ, સોનલને આપવાનો લવલેટર વાંચતા તો પેલું ૧૫ સેન્ટીમીટરનું ગૂબડુ જે ધકધક થાય !! શિલ્પાની નાતજાત વગરની મિત્રતા સમજાવનારી વાતો, પોપટીયાની પકોડીથી સમાધાન ને વળી બ્રિજયાની ગોખણપટ્ટી, સોમલાનુ ભુત ને જીવાભાની મુછ આહાહા...., બાપે આપેલી ચોરી ન કરવાની શિખામણ... વાંચવા વાંચતાં આંખોમાં ઝળઝળિયાં આવી જાય, રેન્ડીયર એટલે ટુન્ડ્ર પ્રદેશમાં (આ લે લે કિસંગ તું હવે રેવા દે એ તો જે નવલકથા વાંચે એ જ આ અર્થ માણી શકે) , રિસીપ્ટથી રિઝલ્ટ સુધીની રોમાંચભરી વાતો, સ્કુલના છેલ્લા દિવસનો એ યાદગાર પ્રસંગ ને ગૃહપતિને ભેટી ને રડવું (વાંચતા વાંચતા રડી જ પડાય), કદી આપણે જેને વિલન સમજતાં હોઈએ એ હિરો નિકળે તો?? એ માટે તો આ નવલકથા (ભારપૂર્વક હું તો કહું વાંચવી જ રહી ) વાંચવી રહી ને છેલ્લે અનિલભાઈ એ તો આ ચોપડી વંચાવી કર્યું 'ભગાના ભા જેવું' .... કિરણ ચૌધરી 'કિસંગ' ---- કિરણ ચૌધરીએ ખૂબ ભારપૂર્વક કહ્યું છે કે આ ચોપડી વાંચવી જ રહી. તમે હજી ન વાંચી હોય તો આજે જ બુક કરાવો. પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA એમેઝોન પરથી પણ ખરીદી શકોઃ https://amzn.to/30y5wjc #reindeers #anilchavda #navbharatsahityamandir