“રાવણનો મહેલ જોવાની ઈચ્છા છે? ‘નાગપાશ’ના ફિલ્ડ-રીસર્ચ માટે હું શ્રીલંકા હતો, ત્યારે ડમ્બુલા જવાનું થયું. ચાર સિતારા હૉટલ અમાયા લેકમાં બ્રેકફાસ્ટ કર્યા બાદ સવારે લગભગ આઠ વાગ્યે અમે ‘સિગિરિયા’ જવા રવાના થયા. જમીનથી ૬૦૦ ફૂટ ઊંચા પર્વત પર બનેલો મહેલ! મૂળ નામ સિંહગિરી, પરંતુ સિંહાલી ભાષા અને સ્થાનિક લોકબોલીને કારણે કાળક્રમે લંકાવાસીઓ માટે તે ‘સિગિરિયા’ બની ગયું. સિંહગિરી સાથે બે ઈતિહાસ સંકળાયેલાં છે. સર્વપ્રથમ ઈતિહાસ ત્રેતાયુગના સમયનો છે. શ્રીલંકાના પેઢીઓ જૂના પરિવારો કેટલાક પુરાવા સાથે એવું કહે છે કે સિંહગિરીના આ પહાડ ઉપર જ દશાનન રાવણે પોતાના મહેલનું નિર્માણ કરાવ્યું હતું. કાળક્રમે પ્રકૃતિના ઘસારાને કારણે પહાડના પરિમાણો નાના થતાં ગયાં. સિંહગિરીની ટોચ પર આજે પણ એક હર્યુભર્યુ ચોખ્ખા પાણીનું તળાવ છે, જે બારેમાસ ભરાયેલું જ રહે છે. ગમે એટલો દુષ્કાળ પડવા છતાં એમાંનું પાણી સૂકાતું નથી! કહેવાય છે કે એ તળાવમાં સ્વયં રાવણ સ્નાનાદિ કર્મ પૂર્ણ કરીને ભગવાન શિવની આરાધના કરતો હતો. આ તળાવમાં પગ મૂક્યા બાદનો મારો અનુભવ અત્યંત રહસ્યમય અને અલૌકિક રહ્યો, જેની વિગતે વાત ‘નાગપાશ’ પ્રકાશિત થયા પછી કરીશ. નજર સામે પહેલીવહેલી વખત જ્યારે આ ભવ્ય પહાડ જોયો ત્યારે શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું હતું, રોમેરોમમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. મંત્રનો અભ્યાસુ અને તંત્રશાસ્ત્રમાં પ્રકાંડ નિપુણતા પ્રાપ્ત કરનાર એ વિશ્રવાપુત્ર રાવણ પોતાની બંને ભુજાઓ ફેલાવીને અટ્ટહાસ્ય કરી રહ્યો હોય એવી અનુભૂતિ થઈ હતી! સિંહગિરીનો બીજો ઈતિહાસ પાંચમી સદીમાં થઈ ગયેલા રાજા કશ્યપ સાથે જોડાયેલો છે. હાલની તારીખે પણ આ મહેલના અંશો સચવાયેલાં છે. એ સમયનું સિટી પ્લાનિંગ, લેન્ડસ્કેપિંગ, ભીંતચિત્રો, દર્પણ-દીવાલ, વૉટર-રીસોર્સ મેનેજમેન્ટ અને ટેક્નોલૉજી તથા ગ્રેફિટી આશ્ચર્ય પમાડે તેવા છે. સિંહગિરીના અનેક રહસ્યો ધરબીને સમી સાંજે છ વાગ્યે હું, પપ્પા અને હેમચંદ્રજી જ્યારે ફરી નીચે ઉતર્યા ત્યારે અમારા ચહેરા ઉપર પૂરો સંતોષ ઝળકતો હતો. રાવણના એ મહેલમાંથી મને ‘નાગપાશ’ માટે શું મળ્યું, એની જાણકારી મેળવવા માટે તો નવલકથા જ વાંચવી પડશે…“ - Parakh Bhatt ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“રાવણનો મહેલ જોવાની ઈચ્છા છે?

‘નાગપાશ’ના ફિલ્ડ-રીસર્ચ માટે હું શ્રીલંકા હતો, ત્યારે ડમ્બુલા જવાનું થયું. ચાર સિતારા હૉટલ અમાયા લેકમાં બ્રેકફાસ્ટ કર્યા બાદ સવારે લગભગ આઠ વાગ્યે અમે ‘સિગિરિયા’ જવા રવાના થયા. જમીનથી ૬૦૦ ફૂટ ઊંચા પર્વત પર બનેલો મહેલ! મૂળ નામ સિંહગિરી, પરંતુ સિંહાલી ભાષા અને સ્થાનિક લોકબોલીને કારણે કાળક્રમે લંકાવાસીઓ માટે તે ‘સિગિરિયા’ બની ગયું.

સિંહગિરી સાથે બે ઈતિહાસ સંકળાયેલાં છે. સર્વપ્રથમ ઈતિહાસ ત્રેતાયુગના સમયનો છે. શ્રીલંકાના પેઢીઓ જૂના પરિવારો કેટલાક પુરાવા સાથે એવું કહે છે કે સિંહગિરીના આ પહાડ ઉપર જ દશાનન રાવણે પોતાના મહેલનું નિર્માણ કરાવ્યું હતું. કાળક્રમે પ્રકૃતિના ઘસારાને કારણે પહાડના પરિમાણો નાના થતાં ગયાં. સિંહગિરીની ટોચ પર આજે પણ એક હર્યુભર્યુ ચોખ્ખા પાણીનું તળાવ છે, જે બારેમાસ ભરાયેલું જ રહે છે. ગમે એટલો દુષ્કાળ પડવા છતાં એમાંનું પાણી સૂકાતું નથી! કહેવાય છે કે એ તળાવમાં સ્વયં રાવણ સ્નાનાદિ કર્મ પૂર્ણ કરીને ભગવાન શિવની આરાધના કરતો હતો. આ તળાવમાં પગ મૂક્યા બાદનો મારો અનુભવ અત્યંત રહસ્યમય અને અલૌકિક રહ્યો, જેની વિગતે વાત ‘નાગપાશ’ પ્રકાશિત થયા પછી કરીશ.

નજર સામે પહેલીવહેલી વખત જ્યારે આ ભવ્ય પહાડ જોયો ત્યારે શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું હતું, રોમેરોમમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. મંત્રનો અભ્યાસુ અને તંત્રશાસ્ત્રમાં પ્રકાંડ નિપુણતા પ્રાપ્ત કરનાર એ વિશ્રવાપુત્ર રાવણ પોતાની બંને ભુજાઓ ફેલાવીને અટ્ટહાસ્ય કરી રહ્યો હોય એવી અનુભૂતિ થઈ હતી!

સિંહગિરીનો બીજો ઈતિહાસ પાંચમી સદીમાં થઈ ગયેલા રાજા કશ્યપ સાથે જોડાયેલો છે.

હાલની તારીખે પણ આ મહેલના અંશો સચવાયેલાં છે. એ સમયનું સિટી પ્લાનિંગ, લેન્ડસ્કેપિંગ, ભીંતચિત્રો, દર્પણ-દીવાલ, વૉટર-રીસોર્સ મેનેજમેન્ટ અને ટેક્નોલૉજી તથા ગ્રેફિટી આશ્ચર્ય પમાડે તેવા છે.

સિંહગિરીના અનેક રહસ્યો ધરબીને સમી સાંજે છ વાગ્યે હું, પપ્પા અને હેમચંદ્રજી જ્યારે ફરી નીચે ઉતર્યા ત્યારે અમારા ચહેરા ઉપર પૂરો સંતોષ ઝળકતો હતો. રાવણના એ મહેલમાંથી મને ‘નાગપાશ’ માટે શું મળ્યું, એની જાણકારી મેળવવા માટે તો નવલકથા જ વાંચવી પડશે…“

- Parakh Bhatt

‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.

9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“રાવણનો મહેલ જોવાની ઈચ્છા છે? ‘નાગપાશ’ના ફિલ્ડ-રીસર્ચ માટે હું શ્રીલંકા હતો, ત્યારે ડમ્બુલા જવાનું થયું. ચાર સિતારા હૉટલ અમાયા લેકમાં બ્રેકફાસ્ટ કર્યા બાદ સવારે લગભગ આઠ વાગ્યે અમે ‘સિગિરિયા’ જવા રવાના થયા. જમીનથી ૬૦૦ ફૂટ ઊંચા પર્વત પર બનેલો મહેલ! મૂળ નામ સિંહગિરી, પરંતુ સિંહાલી ભાષા અને સ્થાનિક લોકબોલીને કારણે કાળક્રમે લંકાવાસીઓ માટે તે ‘સિગિરિયા’ બની ગયું. સિંહગિરી સાથે બે ઈતિહાસ સંકળાયેલાં છે. સર્વપ્રથમ ઈતિહાસ ત્રેતાયુગના સમયનો છે. શ્રીલંકાના પેઢીઓ જૂના પરિવારો કેટલાક પુરાવા સાથે એવું કહે છે કે સિંહગિરીના આ પહાડ ઉપર જ દશાનન રાવણે પોતાના મહેલનું નિર્માણ કરાવ્યું હતું. કાળક્રમે પ્રકૃતિના ઘસારાને કારણે પહાડના પરિમાણો નાના થતાં ગયાં. સિંહગિરીની ટોચ પર આજે પણ એક હર્યુભર્યુ ચોખ્ખા પાણીનું તળાવ છે, જે બારેમાસ ભરાયેલું જ રહે છે. ગમે એટલો દુષ્કાળ પડવા છતાં એમાંનું પાણી સૂકાતું નથી! કહેવાય છે કે એ તળાવમાં સ્વયં રાવણ સ્નાનાદિ કર્મ પૂર્ણ કરીને ભગવાન શિવની આરાધના કરતો હતો. આ તળાવમાં પગ મૂક્યા બાદનો મારો અનુભવ અત્યંત રહસ્યમય અને અલૌકિક રહ્યો, જેની વિગતે વાત ‘નાગપાશ’ પ્રકાશિત થયા પછી કરીશ. નજર સામે પહેલીવહેલી વખત જ્યારે આ ભવ્ય પહાડ જોયો ત્યારે શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું હતું, રોમેરોમમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. મંત્રનો અભ્યાસુ અને તંત્રશાસ્ત્રમાં પ્રકાંડ નિપુણતા પ્રાપ્ત કરનાર એ વિશ્રવાપુત્ર રાવણ પોતાની બંને ભુજાઓ ફેલાવીને અટ્ટહાસ્ય કરી રહ્યો હોય એવી અનુભૂતિ થઈ હતી! સિંહગિરીનો બીજો ઈતિહાસ પાંચમી સદીમાં થઈ ગયેલા રાજા કશ્યપ સાથે જોડાયેલો છે. હાલની તારીખે પણ આ મહેલના અંશો સચવાયેલાં છે. એ સમયનું સિટી પ્લાનિંગ, લેન્ડસ્કેપિંગ, ભીંતચિત્રો, દર્પણ-દીવાલ, વૉટર-રીસોર્સ મેનેજમેન્ટ અને ટેક્નોલૉજી તથા ગ્રેફિટી આશ્ચર્ય પમાડે તેવા છે. સિંહગિરીના અનેક રહસ્યો ધરબીને સમી સાંજે છ વાગ્યે હું, પપ્પા અને હેમચંદ્રજી જ્યારે ફરી નીચે ઉતર્યા ત્યારે અમારા ચહેરા ઉપર પૂરો સંતોષ ઝળકતો હતો. રાવણના એ મહેલમાંથી મને ‘નાગપાશ’ માટે શું મળ્યું, એની જાણકારી મેળવવા માટે તો નવલકથા જ વાંચવી પડશે…“ - Parakh Bhatt ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Let's Connect

sm2p0