
મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું.
અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે.
સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે.
મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે.
મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે.
૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે.
પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે.
આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼
- પરખ ભટ્ટ
Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_
#aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma
મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma