“નવલકથાની વિશેષ ખાસિયત એ હોય છે કે જો સર્જક સંપૂર્ણપણે સમર્પિત થઈને કથાના પ્રવાહમાં વહેવા માંડે, તો ઝાઝા અવરોધ વગર સંતુષ્ટિરૂપી સમુદ્રમાં ભળવું શક્ય છે; પરંતુ એના માટે કર્તાભાવનું નામશેષ થવું જરૂરી છે. એમાં પણ ખાસ તો જ્યારે પૌરાણિક કથાવસ્તુ આધારિત નવલકથા હોય, ત્યારે કલમને બંધનમુક્ત કરી દેવી પડે! ‘નાગપાશ’ના પાત્રોએ પોતાના નસીબ જાતે ઊભા કર્યા છે! એમણે જ નક્કી કર્યુ છે કે પોતાની વાત વાચકો સુધી કઈ રીતે પહોંચાડવી! સત્ય કહું તો, પાછલાં દોઢ વર્ષના અંતરાલમાં લખાયેલી આ કૃતિએ પોતાની જાતે જ તેનો માર્ગ શોધ્યો છે. અમે માત્ર માળખું તૈયાર કરી આપ્યું... બાકી સર્જનની ધુરા તો સ્વયં મહાવિષ્ણુએ જ સંભાળી હતી. મોટાભાગની નવલકથા મધરાતે લખાઈ છે... સ્મશાનવત્ શાંતિ વચ્ચે! જ્યારે જ્યારે અટકી ગયાની અનુભૂતિ થઈ, ત્યારે ત્યારે પ્રધાનપુરુષેશ્વરે ટચલી આંગળી પકડીને રસ્તો સૂચવ્યો. અમાસની કાળીડિબાંગ રાત હોય કે પછી પૂનમનો શીતળ પ્રકાશ પાથરતી રાત, ષોડશ કળાઓના સ્વામી – ત્રિપુરારી શ્રીહરિ – ની તમામ જાગૃત શક્તિઓ કલમમાં વિદ્યમાન થઈને પોતાની મહાગાથા લખાવતી રહી છે. પ્રકરણો લખતી વખતે કલાકો સુધી હું સૂધબૂધ ખોઈ બેઠો હોઉં, એવા કિસ્સા છે. ભાવવિભોર થઈ ગયેલું હ્રદય આંખો વાટે ધોધમાર વરસતું હોય ને કલાકો સુધી બસ ટાઈપિંગ ચાલતું રહ્યું હોય એવું પણ બન્યું છે. આ મેનુસ્ક્રિપ્ટ 800+ પાનાંની થઈ હોવા છતાં અમને ચિંતા એટલે નથી, કારણ કે કથાનું પ્રાગટ્ય અલૌકિક ઊર્જાના આશીર્વાદથી થયું છે. આ પુસ્તક જ્યારે તમારા હાથમાં આવશે, ત્યારે એના સ્પર્શમાત્રથી રાજાધિરાજ શ્રી અનંતપદ્મનાભસ્વામીની પ્રચંડ રાજસિક ઊર્જાની તમે અનુભૂતિ કરી શકશો એની અમને ખાતરી છે. “ - પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“નવલકથાની વિશેષ ખાસિયત એ હોય છે કે જો સર્જક સંપૂર્ણપણે સમર્પિત થઈને કથાના પ્રવાહમાં વહેવા માંડે, તો ઝાઝા અવરોધ વગર સંતુષ્ટિરૂપી સમુદ્રમાં ભળવું શક્ય છે; પરંતુ એના માટે કર્તાભાવનું નામશેષ થવું જરૂરી છે. એમાં પણ ખાસ તો જ્યારે પૌરાણિક કથાવસ્તુ આધારિત નવલકથા હોય, ત્યારે કલમને બંધનમુક્ત કરી દેવી પડે! ‘નાગપાશ’ના પાત્રોએ પોતાના નસીબ જાતે ઊભા કર્યા છે! એમણે જ નક્કી કર્યુ છે કે પોતાની વાત વાચકો સુધી કઈ રીતે પહોંચાડવી!

સત્ય કહું તો, પાછલાં દોઢ વર્ષના અંતરાલમાં લખાયેલી આ કૃતિએ પોતાની જાતે જ તેનો માર્ગ શોધ્યો છે. અમે માત્ર માળખું તૈયાર કરી આપ્યું... બાકી સર્જનની ધુરા તો સ્વયં મહાવિષ્ણુએ જ સંભાળી હતી. મોટાભાગની નવલકથા મધરાતે લખાઈ છે... સ્મશાનવત્ શાંતિ વચ્ચે! જ્યારે જ્યારે અટકી ગયાની અનુભૂતિ થઈ, ત્યારે ત્યારે પ્રધાનપુરુષેશ્વરે ટચલી આંગળી પકડીને રસ્તો સૂચવ્યો. અમાસની કાળીડિબાંગ રાત હોય કે પછી પૂનમનો શીતળ પ્રકાશ પાથરતી રાત, ષોડશ કળાઓના સ્વામી – ત્રિપુરારી શ્રીહરિ – ની તમામ જાગૃત શક્તિઓ કલમમાં વિદ્યમાન થઈને પોતાની મહાગાથા લખાવતી રહી છે.

પ્રકરણો લખતી વખતે કલાકો સુધી હું સૂધબૂધ ખોઈ બેઠો હોઉં, એવા કિસ્સા છે. ભાવવિભોર થઈ ગયેલું હ્રદય આંખો વાટે ધોધમાર વરસતું હોય ને કલાકો સુધી બસ ટાઈપિંગ ચાલતું રહ્યું હોય એવું પણ બન્યું છે. આ મેનુસ્ક્રિપ્ટ 800+ પાનાંની થઈ હોવા છતાં અમને ચિંતા એટલે નથી, કારણ કે કથાનું પ્રાગટ્ય અલૌકિક ઊર્જાના આશીર્વાદથી થયું છે.

આ પુસ્તક જ્યારે તમારા હાથમાં આવશે, ત્યારે એના સ્પર્શમાત્રથી રાજાધિરાજ શ્રી અનંતપદ્મનાભસ્વામીની પ્રચંડ રાજસિક ઊર્જાની તમે અનુભૂતિ કરી શકશો એની અમને ખાતરી છે. “

- પરખ ભટ્ટ અને રાજ જાવિયા

“નવલકથાની વિશેષ ખાસિયત એ હોય છે કે જો સર્જક સંપૂર્ણપણે સમર્પિત થઈને કથાના પ્રવાહમાં વહેવા માંડે, તો ઝાઝા અવરોધ વગર સંતુષ્ટિરૂપી સમુદ્રમાં ભળવું શક્ય છે; પરંતુ એના માટે કર્તાભાવનું નામશેષ થવું જરૂરી છે. એમાં પણ ખાસ તો જ્યારે પૌરાણિક કથાવસ્તુ આધારિત નવલકથા હોય, ત્યારે કલમને બંધનમુક્ત કરી દેવી પડે! ‘નાગપાશ’ના પાત્રોએ પોતાના નસીબ જાતે ઊભા કર્યા છે! એમણે જ નક્કી કર્યુ છે કે પોતાની વાત વાચકો સુધી કઈ રીતે પહોંચાડવી! સત્ય કહું તો, પાછલાં દોઢ વર્ષના અંતરાલમાં લખાયેલી આ કૃતિએ પોતાની જાતે જ તેનો માર્ગ શોધ્યો છે. અમે માત્ર માળખું તૈયાર કરી આપ્યું... બાકી સર્જનની ધુરા તો સ્વયં મહાવિષ્ણુએ જ સંભાળી હતી. મોટાભાગની નવલકથા મધરાતે લખાઈ છે... સ્મશાનવત્ શાંતિ વચ્ચે! જ્યારે જ્યારે અટકી ગયાની અનુભૂતિ થઈ, ત્યારે ત્યારે પ્રધાનપુરુષેશ્વરે ટચલી આંગળી પકડીને રસ્તો સૂચવ્યો. અમાસની કાળીડિબાંગ રાત હોય કે પછી પૂનમનો શીતળ પ્રકાશ પાથરતી રાત, ષોડશ કળાઓના સ્વામી – ત્રિપુરારી શ્રીહરિ – ની તમામ જાગૃત શક્તિઓ કલમમાં વિદ્યમાન થઈને પોતાની મહાગાથા લખાવતી રહી છે. પ્રકરણો લખતી વખતે કલાકો સુધી હું સૂધબૂધ ખોઈ બેઠો હોઉં, એવા કિસ્સા છે. ભાવવિભોર થઈ ગયેલું હ્રદય આંખો વાટે ધોધમાર વરસતું હોય ને કલાકો સુધી બસ ટાઈપિંગ ચાલતું રહ્યું હોય એવું પણ બન્યું છે. આ મેનુસ્ક્રિપ્ટ 800+ પાનાંની થઈ હોવા છતાં અમને ચિંતા એટલે નથી, કારણ કે કથાનું પ્રાગટ્ય અલૌકિક ઊર્જાના આશીર્વાદથી થયું છે. આ પુસ્તક જ્યારે તમારા હાથમાં આવશે, ત્યારે એના સ્પર્શમાત્રથી રાજાધિરાજ શ્રી અનંતપદ્મનાભસ્વામીની પ્રચંડ રાજસિક ઊર્જાની તમે અનુભૂતિ કરી શકશો એની અમને ખાતરી છે. “ - પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Let's Connect

sm2p0