“કોરોનાકાળ પૂરો થયાને ઝાઝો સમય નહોતો વિત્યો. શ્રીલંકન ટૂરિઝમ નવેસરથી ગતિ પકડી રહ્યું હતું. સાવ જૂજ કહી શકાય એટલા લોકો એ સમયે સિગિરિયાનો પહાડ ચડવાની હિંમત કરી રહ્યા હતા. સાંકડા અને એકદમ ઊંચા એવા પગથિયાં ભલભલા જુવાનિયાંને પણ થકવી નાખે એટલા કપરા હતાં. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓનો એકસામટો અનુભવ થઈ રહ્યો હતો. બપોર થતાં સુધીમાં તો કાળઝાળ ગરમી વરસવા માંડી હતી. બપોરે લગભગ બારેક વાગ્યે અમે રાવણના મહેલના ભગ્નાવશેષો સુધીનું ખેડાણ સર કરી શક્યા. એ ભવ્યાતિભવ્ય ત્રેતાયુગીન કાળની ઝાંખી કરીને પુનઃ નીચે ઉતરવાનું શરૂ કરીએ, ત્યાં જ સૂર્યના કિરણો પરાવર્તન પામીને આંખ આંજવા માંડ્યા. પાણીની સપાટી પર અથડાઈને તેઓ દ્રષ્ટિભેદન કરવા મથી રહ્યાં હતાં. મહેલની બાજુના વિસ્તારમાં ધખધખતાં તાપ વચ્ચે પણ શીતળ અનુભૂતિ આપતું આ નાનકડું તળાવ નજરમાં આવ્યું. અમારી સાથે સિગિરિયા ચઢીને આવેલાં વયોવૃદ્ધ હિસ્ટૉરિયન હેમચંદ્રજીએ તળાવ સાથે જોડાયેલી માન્યતા જણાવતા કહ્યું કે ત્રેતાયુગમાં તેનો ઉપયોગ રાવણના સ્નાનાગાર તરીકે થતો હોવાની ધારણા છે! રહસ્યમય વાત એ છે કે ગમે એટલા દુષ્કાળમાં પણ તેનું પાણી આજ સુધી ક્યારેય સૂકાયું નથી. જળસ્તરનાં જળવાઈ રહેવાની આ ઘટના આજની તારીખે પણ અનેક વિદ્વાન સંશોધકોના મનમાં કૌતુક જન્માવે છે. સ્ત્રોત જો ભૂગર્ભજળ હોય, તો હજુ પણ સમજી શકાય પરંતુ 600 ફૂટ ઊંચા પહાડ પર આ કઈ રીતે શક્ય છે? ફિર ક્યા થા! તળાવમાંથી આચમની લેતી વેળા ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી) માટેનો એક એવો વિચાર મગજમાં ઝબક્યો, જે નવલકથાશ્રેણીના હવે પછીના ત્રણ ભાગ – 3,4,5 માટે અત્યંત ઉપયોગી નીવડ્યો. અલબત્ત, આ સ્થાનનો ઉલ્લેખ ‘નાગપાશ’માં ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યો છે, તે જાણવા માટે તો નવલકથા વાંચવી રહી. તદુપરાંત, આગળના ભાગોમાં રાવણનું આ સ્નાનાગાર શી રીતે મહત્ત્વપૂર્ણ પૂરવાર થવાનું છે, એ અંગેની કડીઓ પણ ‘નાગપાશ’માં જ છે!” - પરખ ભટ્ટ (નાગપાશના લેખક)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“કોરોનાકાળ પૂરો થયાને ઝાઝો સમય નહોતો વિત્યો. શ્રીલંકન ટૂરિઝમ નવેસરથી ગતિ પકડી રહ્યું હતું. સાવ જૂજ કહી શકાય એટલા લોકો એ સમયે સિગિરિયાનો પહાડ ચડવાની હિંમત કરી રહ્યા હતા. સાંકડા અને એકદમ ઊંચા એવા પગથિયાં ભલભલા જુવાનિયાંને પણ થકવી નાખે એટલા કપરા હતાં. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓનો એકસામટો અનુભવ થઈ રહ્યો હતો. બપોર થતાં સુધીમાં તો કાળઝાળ ગરમી વરસવા માંડી હતી.

બપોરે લગભગ બારેક વાગ્યે અમે રાવણના મહેલના ભગ્નાવશેષો સુધીનું ખેડાણ સર કરી શક્યા. એ ભવ્યાતિભવ્ય ત્રેતાયુગીન કાળની ઝાંખી કરીને પુનઃ નીચે ઉતરવાનું શરૂ કરીએ, ત્યાં જ સૂર્યના કિરણો પરાવર્તન પામીને આંખ આંજવા માંડ્યા. પાણીની સપાટી પર અથડાઈને તેઓ દ્રષ્ટિભેદન કરવા મથી રહ્યાં હતાં. મહેલની બાજુના વિસ્તારમાં ધખધખતાં તાપ વચ્ચે પણ શીતળ અનુભૂતિ આપતું આ નાનકડું તળાવ નજરમાં આવ્યું.

અમારી સાથે સિગિરિયા ચઢીને આવેલાં વયોવૃદ્ધ હિસ્ટૉરિયન હેમચંદ્રજીએ તળાવ સાથે જોડાયેલી માન્યતા જણાવતા કહ્યું કે ત્રેતાયુગમાં તેનો ઉપયોગ રાવણના સ્નાનાગાર તરીકે થતો હોવાની ધારણા છે! રહસ્યમય વાત એ છે કે ગમે એટલા દુષ્કાળમાં પણ તેનું પાણી આજ સુધી ક્યારેય સૂકાયું નથી. જળસ્તરનાં જળવાઈ રહેવાની આ ઘટના આજની તારીખે પણ અનેક વિદ્વાન સંશોધકોના મનમાં કૌતુક જન્માવે છે. સ્ત્રોત જો ભૂગર્ભજળ હોય, તો હજુ પણ સમજી શકાય પરંતુ 600 ફૂટ ઊંચા પહાડ પર આ કઈ રીતે શક્ય છે?

ફિર ક્યા થા! તળાવમાંથી આચમની લેતી વેળા ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી) માટેનો એક એવો વિચાર મગજમાં ઝબક્યો, જે નવલકથાશ્રેણીના હવે પછીના ત્રણ ભાગ – 3,4,5 માટે અત્યંત ઉપયોગી નીવડ્યો.

અલબત્ત, આ સ્થાનનો ઉલ્લેખ ‘નાગપાશ’માં ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યો છે, તે જાણવા માટે તો નવલકથા વાંચવી રહી. તદુપરાંત, આગળના ભાગોમાં રાવણનું આ સ્નાનાગાર શી રીતે મહત્ત્વપૂર્ણ પૂરવાર થવાનું છે, એ અંગેની કડીઓ પણ ‘નાગપાશ’માં જ છે!”

- પરખ ભટ્ટ (નાગપાશના લેખક)

“કોરોનાકાળ પૂરો થયાને ઝાઝો સમય નહોતો વિત્યો. શ્રીલંકન ટૂરિઝમ નવેસરથી ગતિ પકડી રહ્યું હતું. સાવ જૂજ કહી શકાય એટલા લોકો એ સમયે સિગિરિયાનો પહાડ ચડવાની હિંમત કરી રહ્યા હતા. સાંકડા અને એકદમ ઊંચા એવા પગથિયાં ભલભલા જુવાનિયાંને પણ થકવી નાખે એટલા કપરા હતાં. શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓનો એકસામટો અનુભવ થઈ રહ્યો હતો. બપોર થતાં સુધીમાં તો કાળઝાળ ગરમી વરસવા માંડી હતી. બપોરે લગભગ બારેક વાગ્યે અમે રાવણના મહેલના ભગ્નાવશેષો સુધીનું ખેડાણ સર કરી શક્યા. એ ભવ્યાતિભવ્ય ત્રેતાયુગીન કાળની ઝાંખી કરીને પુનઃ નીચે ઉતરવાનું શરૂ કરીએ, ત્યાં જ સૂર્યના કિરણો પરાવર્તન પામીને આંખ આંજવા માંડ્યા. પાણીની સપાટી પર અથડાઈને તેઓ દ્રષ્ટિભેદન કરવા મથી રહ્યાં હતાં. મહેલની બાજુના વિસ્તારમાં ધખધખતાં તાપ વચ્ચે પણ શીતળ અનુભૂતિ આપતું આ નાનકડું તળાવ નજરમાં આવ્યું. અમારી સાથે સિગિરિયા ચઢીને આવેલાં વયોવૃદ્ધ હિસ્ટૉરિયન હેમચંદ્રજીએ તળાવ સાથે જોડાયેલી માન્યતા જણાવતા કહ્યું કે ત્રેતાયુગમાં તેનો ઉપયોગ રાવણના સ્નાનાગાર તરીકે થતો હોવાની ધારણા છે! રહસ્યમય વાત એ છે કે ગમે એટલા દુષ્કાળમાં પણ તેનું પાણી આજ સુધી ક્યારેય સૂકાયું નથી. જળસ્તરનાં જળવાઈ રહેવાની આ ઘટના આજની તારીખે પણ અનેક વિદ્વાન સંશોધકોના મનમાં કૌતુક જન્માવે છે. સ્ત્રોત જો ભૂગર્ભજળ હોય, તો હજુ પણ સમજી શકાય પરંતુ 600 ફૂટ ઊંચા પહાડ પર આ કઈ રીતે શક્ય છે? ફિર ક્યા થા! તળાવમાંથી આચમની લેતી વેળા ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી) માટેનો એક એવો વિચાર મગજમાં ઝબક્યો, જે નવલકથાશ્રેણીના હવે પછીના ત્રણ ભાગ – 3,4,5 માટે અત્યંત ઉપયોગી નીવડ્યો. અલબત્ત, આ સ્થાનનો ઉલ્લેખ ‘નાગપાશ’માં ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યો છે, તે જાણવા માટે તો નવલકથા વાંચવી રહી. તદુપરાંત, આગળના ભાગોમાં રાવણનું આ સ્નાનાગાર શી રીતે મહત્ત્વપૂર્ણ પૂરવાર થવાનું છે, એ અંગેની કડીઓ પણ ‘નાગપાશ’માં જ છે!” - પરખ ભટ્ટ (નાગપાશના લેખક)

Let's Connect

sm2p0