
આદિ પરાશક્તિના ચરણોમાં વંદન સહ ‘TEMPLE ધર્મ’ની વિઝ્યુઅલ ઝલક પ્રસ્તુત છે.
તમે તમારા ઘરના પૂજામંદિરમાં બેસીને પાઠ કરી રહ્યા હો અથવા ધર્મસ્થાનમાં જઈને ઇશ્વર સમક્ષ મસ્તક ટેકવી રહ્યા હો ત્યારે આખા શરીરમાં કંપન પેદા કરે એવું લખલખું પસાર થતું કદી અનુભવ્યું છે? આંખ બંધ કરીને ઊભા હો અથવા દેવપ્રતિમા સમક્ષ સાષ્ટાંગ દંડવત્ કરી રહ્યા હો ત્યારે આંખોમાંથી અનાયાસે અશ્રુધારા વહી છે? બ્રહ્મમુહૂર્તમાં સ્નાનાદિ-કર્મ પૂર્ણ કરીને ધ્યાનમાં બેઠાં હો ત્યારે અજાણપણે જ કલાકો સુધી સમાધિમાં સરી પડ્યાનો અનુભવ તમને થયો છે? આમાંથી ઓછામાં ઓછા એક પ્રશ્નનો ઉત્તર પણ જો હકારમાં હોય, તો ‘TEMPLE ધર્મ‘ તમને આ પ્રકારની વધુ ને વધુ અનુભૂતિઓ કરવા માટેની પ્રેરણા, દિશા અને માર્ગદર્શન પૂરા પાડશે.
આજની પેઢીના બાળકોને એ સવાલ થતો જ હશે કે મંદિરે શા માટે જવાનું? વડીલો કહે છે એટલે? કે પછી ત્યાં ભગવાનનો વાસ છે એટલે? ના. આજથી હજાર વર્ષ પહેલાંનો ઈતિહાસ વાંચો તો સમજાય કે મંદિર-નિર્માણનો હેતુ ફક્ત બંધ આંખે ભક્તિ કરવાનો હતો જ નહીં! હકીકતમાં, મંદિરોને ઊર્જાકેન્દ્રો માનવામાં આવ્યા છે. કોઈ પણ પ્રાણપ્રતિષ્ઠિત સ્થાન પર જઈને બેસવાથી વ્યક્તિના ભાવશરીરમાં સ્પંદનો પેદા થાય છે, તેની ચેતનાને ક્રમશઃ જાગૃત કરી શકાય છે. દક્ષિણ ભારતમાં તો પુરાણકાળના પંચમહાભૂત (જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ અને આકાશ)ના પાંચ મંદિરો જોવા મળે છે, જેના ચણતરનો ઉદ્દેશ્ય જ માનવદેહના પંચતત્વોને સ્થિર કરવાનો હતો. તમિલનાડુના કોઇમ્બતુરમાં સ્થિત ‘ઇશા ફાઉન્ડેશન’માં ખાસ ‘ભુતશુદ્ધિ’નું આયોજન કરવામાં આવે છે, જે મૂળત્વે પંચતત્વોના વિશુદ્ધિકરણની પ્રક્રિયા છે!
‘TEMPLE ધર્મ‘માં એવા ૩૦થી વધુ ધર્મસ્થાનો સમાવિષ્ટ છે, જેનો સનાતન ધર્મના ઈતિહાસ સાથે ઊંડો નાતો છે. ‘મૃત્યુંજય’ નવલકથા લખી, ત્યારે કથામાં રસ ધરાવતાં વાચકોને ધ્યાનમાં રાખ્યા હતાં, જ્યારે ‘TEMPLE ધર્મ‘ લખતી વેળા ટૂંકુ વાંચવા ટેવાયેલા વાચકમિત્રોને કેન્દ્રમાં રાખ્યા છે. ફક્ત ત્રણ-ચાર પાનાંનું નાનકડું પ્રકરણ વાંચીને પણ વાચકને આખેઆખી નવલકથા વાંચી હોવાની તૃપ્તિ થાય, એ જ લેખકનો ધ્યેય હતો.
ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે.
https://navbharatonline.com/prebooking/temple-dharma.html
Published by: Navbharat Sahitya Mandir
Created by: FDS : Fortune Designing Studio
Cover-Page by: Fortune Designing Studio (FDS)
આદિ પરાશક્તિના ચરણોમાં વંદન સહ ‘TEMPLE ધર્મ’ની વિઝ્યુઅલ ઝલક પ્રસ્તુત છે. તમે તમારા ઘરના પૂજામંદિરમાં બેસીને પાઠ કરી રહ્યા હો અથવા ધર્મસ્થાનમાં જઈને ઇશ્વર સમક્ષ મસ્તક ટેકવી રહ્યા હો ત્યારે આખા શરીરમાં કંપન પેદા કરે એવું લખલખું પસાર થતું કદી અનુભવ્યું છે? આંખ બંધ કરીને ઊભા હો અથવા દેવપ્રતિમા સમક્ષ સાષ્ટાંગ દંડવત્ કરી રહ્યા હો ત્યારે આંખોમાંથી અનાયાસે અશ્રુધારા વહી છે? બ્રહ્મમુહૂર્તમાં સ્નાનાદિ-કર્મ પૂર્ણ કરીને ધ્યાનમાં બેઠાં હો ત્યારે અજાણપણે જ કલાકો સુધી સમાધિમાં સરી પડ્યાનો અનુભવ તમને થયો છે? આમાંથી ઓછામાં ઓછા એક પ્રશ્નનો ઉત્તર પણ જો હકારમાં હોય, તો ‘TEMPLE ધર્મ‘ તમને આ પ્રકારની વધુ ને વધુ અનુભૂતિઓ કરવા માટેની પ્રેરણા, દિશા અને માર્ગદર્શન પૂરા પાડશે. આજની પેઢીના બાળકોને એ સવાલ થતો જ હશે કે મંદિરે શા માટે જવાનું? વડીલો કહે છે એટલે? કે પછી ત્યાં ભગવાનનો વાસ છે એટલે? ના. આજથી હજાર વર્ષ પહેલાંનો ઈતિહાસ વાંચો તો સમજાય કે મંદિર-નિર્માણનો હેતુ ફક્ત બંધ આંખે ભક્તિ કરવાનો હતો જ નહીં! હકીકતમાં, મંદિરોને ઊર્જાકેન્દ્રો માનવામાં આવ્યા છે. કોઈ પણ પ્રાણપ્રતિષ્ઠિત સ્થાન પર જઈને બેસવાથી વ્યક્તિના ભાવશરીરમાં સ્પંદનો પેદા થાય છે, તેની ચેતનાને ક્રમશઃ જાગૃત કરી શકાય છે. દક્ષિણ ભારતમાં તો પુરાણકાળના પંચમહાભૂત (જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ અને આકાશ)ના પાંચ મંદિરો જોવા મળે છે, જેના ચણતરનો ઉદ્દેશ્ય જ માનવદેહના પંચતત્વોને સ્થિર કરવાનો હતો. તમિલનાડુના કોઇમ્બતુરમાં સ્થિત ‘ઇશા ફાઉન્ડેશન’માં ખાસ ‘ભુતશુદ્ધિ’નું આયોજન કરવામાં આવે છે, જે મૂળત્વે પંચતત્વોના વિશુદ્ધિકરણની પ્રક્રિયા છે! ‘TEMPLE ધર્મ‘માં એવા ૩૦થી વધુ ધર્મસ્થાનો સમાવિષ્ટ છે, જેનો સનાતન ધર્મના ઈતિહાસ સાથે ઊંડો નાતો છે. ‘મૃત્યુંજય’ નવલકથા લખી, ત્યારે કથામાં રસ ધરાવતાં વાચકોને ધ્યાનમાં રાખ્યા હતાં, જ્યારે ‘TEMPLE ધર્મ‘ લખતી વેળા ટૂંકુ વાંચવા ટેવાયેલા વાચકમિત્રોને કેન્દ્રમાં રાખ્યા છે. ફક્ત ત્રણ-ચાર પાનાંનું નાનકડું પ્રકરણ વાંચીને પણ વાચકને આખેઆખી નવલકથા વાંચી હોવાની તૃપ્તિ થાય, એ જ લેખકનો ધ્યેય હતો. ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ આપવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html Published by: Navbharat Sahitya Mandir Created by: FDS : Fortune Designing Studio Cover-Page by: Fortune Designing Studio (FDS)