
આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે.
લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે.
રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે.
ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે.
આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything.
-દૃષ્ટિ સોની.
મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount.
https://bit.ly/37YxAjH
Written by: Drashti soni
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)
#book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published
આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published