
પ્રો. નીતિ કુમારે આપેલો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘નો Review
'રેન્ડિયર્સ' વાંચી એટલું જ નહીં પણ એકી બેઠકે વાંચી ! જિંદગીનાં વળાંક લેતા વરસની આ નવલકથા વાચન કરતી બગાસું ખાવા માટે વળાંક લેવાની તક પણ ન આપે તેવી રસપ્રદ છે. વાચનનો પ્રારંભ કર્યો પછી તો સંમોહિત થઈને કથાના પ્રવાહમાં તણાવા માંડ્યો. ‘હવે શું?’ ની પ્રતિતિએ આ પુસ્તકને મારાં મસ્તકથી દૂર ખસવા જ ન દીધું ! એકી બેઠકે (એકી કર્યા વગર!) વાંચી ત્યારે જ મારો વાચન-છૂટકો થયો હો ! 'લઘુ સંદેશ સેવા' (SMS)ના રવાડે ચડેલા આજના યુવાધનને ગુજરાતી નવલકથાઓનું અપાકર્ષણ થઈ રહ્યું છે ત્યારે આપની આ નવલકથા તેમની ખોપડીઓને ચોપડી સુધી લઈ આવે તેવી રોમાંચક અને રસાળ બની છે.
કથામાં આગળ વધતા જઈએ તેમ તેમ નવલકથાનાં પાનાં નહીં પણ મનમાં ધરબાયેલી વિદ્યાર્થીજીવનની સ્મૃતિઓના પડ ખુલવા માંડે છે. અહીં વાચક એ માત્ર વાચક જ નથી બની રહેતો; થોડી વારમાં જ તે નાયક બની જાય છે ! તેને આ નવલકથા નહીં પણ પોતાની અને પોતીકી કથાનું અનુભૂતિ થાય છે. શાળાજીવનના પ્રદેશમાં વિહાર કરાવતી 'ચોટડૂક' કથા માણીને મોજના ફુંવારાઓ વછૂટ્યા અને આનંદના ધધૂડાઓ રેલાયા ! થોડી વાર તો સમય અને સ્થળના બંધનોમાંથી મુક્ત થઈને તરૂણાવસ્થાના તરણકુંડમાં ડુબકી મારી આવ્યો! તમારી કલમનો ઈલમ ખડખડાટ હસાવતા હસાવતા વચ્ચે વચ્ચે દડદડાટ રડાવી પણ જાય છે. રમૂજ સાથે કથાને વેગવંતી રાખતી આપની લેખન સૂઝને સલામ !
- પ્રો. નીતિનકુમાર
શિક્ષણ વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ
-------------
આજે જ તમારી કોપી બુક કરાવો:
નવલકથાની કૉપી બુક કરવા માટેની લિંકઃ
https://navbharatonline.com/reindeers.html
જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો.
પ્રો. નીતિ કુમારે આપેલો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘નો Review 'રેન્ડિયર્સ' વાંચી એટલું જ નહીં પણ એકી બેઠકે વાંચી ! જિંદગીનાં વળાંક લેતા વરસની આ નવલકથા વાચન કરતી બગાસું ખાવા માટે વળાંક લેવાની તક પણ ન આપે તેવી રસપ્રદ છે. વાચનનો પ્રારંભ કર્યો પછી તો સંમોહિત થઈને કથાના પ્રવાહમાં તણાવા માંડ્યો. ‘હવે શું?’ ની પ્રતિતિએ આ પુસ્તકને મારાં મસ્તકથી દૂર ખસવા જ ન દીધું ! એકી બેઠકે (એકી કર્યા વગર!) વાંચી ત્યારે જ મારો વાચન-છૂટકો થયો હો ! 'લઘુ સંદેશ સેવા' (SMS)ના રવાડે ચડેલા આજના યુવાધનને ગુજરાતી નવલકથાઓનું અપાકર્ષણ થઈ રહ્યું છે ત્યારે આપની આ નવલકથા તેમની ખોપડીઓને ચોપડી સુધી લઈ આવે તેવી રોમાંચક અને રસાળ બની છે. કથામાં આગળ વધતા જઈએ તેમ તેમ નવલકથાનાં પાનાં નહીં પણ મનમાં ધરબાયેલી વિદ્યાર્થીજીવનની સ્મૃતિઓના પડ ખુલવા માંડે છે. અહીં વાચક એ માત્ર વાચક જ નથી બની રહેતો; થોડી વારમાં જ તે નાયક બની જાય છે ! તેને આ નવલકથા નહીં પણ પોતાની અને પોતીકી કથાનું અનુભૂતિ થાય છે. શાળાજીવનના પ્રદેશમાં વિહાર કરાવતી 'ચોટડૂક' કથા માણીને મોજના ફુંવારાઓ વછૂટ્યા અને આનંદના ધધૂડાઓ રેલાયા ! થોડી વાર તો સમય અને સ્થળના બંધનોમાંથી મુક્ત થઈને તરૂણાવસ્થાના તરણકુંડમાં ડુબકી મારી આવ્યો! તમારી કલમનો ઈલમ ખડખડાટ હસાવતા હસાવતા વચ્ચે વચ્ચે દડદડાટ રડાવી પણ જાય છે. રમૂજ સાથે કથાને વેગવંતી રાખતી આપની લેખન સૂઝને સલામ ! - પ્રો. નીતિનકુમાર શિક્ષણ વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ ------------- આજે જ તમારી કોપી બુક કરાવો: નવલકથાની કૉપી બુક કરવા માટેની લિંકઃ https://navbharatonline.com/reindeers.html જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો.