Related Posts
શ્રી નીલા ચોકસી ‘અ-માણસ’ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ.
----------------------------
આ વાર્તાની ચિત્રકાત્મકતા, એમાં વર્ણવેલી વેદના, વાચકને છેક સુધી પકડી રાખી શકવા સક્ષમ છે. Homosexuality જેવા વિષય-વસ્તુને આલેખવું એ પણ પાત્રની સાવ નિકટ જઈને, ખરેખર અચરજ પમાડે તેવું છે. આપણે અંત સુધી વાર્તાને ઝીલી શકીએ, વચ્ચે ક્યાંય એ છૂટી ન જાય, એ આ વાર્તાનું બળ છે, એમ કહી શકાય.
વાર્તામાં નાયક પોતાના પ્રેમીને ખોઈ બેસે છે પણ એ એની વેદના જગત સામે છતી કરી શકતો નથી. પરિણામે એ વધુ ને વધુ દુઃખી થાય છે. નિઃસહાયતા એને ઘેરી વળે છે. આ સાથે નાયકની દોસ્ત, જે એક વૈશ્યા છે, એની સાથેની વાતો સહાયરૂપ બને છે. એ પાત્ર વાર્તાને અને નાયકને, બંનેને ઝીલી લે છે.
-નીલા ચોકસી
----------------------------------
આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3lFJKng
આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો.
Written by: Drashti soni
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)
#book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir
Apr 08, 2021