One of our reader wrote this for us - About the Launch of "Oath of Vayuputra" - Have a look what Mr Parikshit Joshi have wrote on Facebook - નવું કરે તે નવભારત...ની નવભારત સાહિત્ય મંદિરના કર્ણધાર મહેન્દ્રભાઇ સાથેની વાતમાં આવેલી વ્યાખ્યાને સાચા અર્થમાં ખરી પાડતો એક અદ્ભૂત કાર્યક્રમ શનિવારે 15 ફેબ્રુઆરીએ યોજાઇ ગયો. કાર્યક્રમની જેમ જ એનું સ્થળ પણ જબરજસ્ત હતું. ચારેબાજું રમકડાં જ રમકડાં ધરાવતો નભાસામંનો નવીનતમ ટોયક્રા સ્ટોર અને એની વચ્ચોવચ્ચ શિવકથનના મૂળ લેખક અમિશ સાથે, જેમ એમણે પોતે કહ્યું એમ, કંપની આપવા માટે જય વસાવડા અને થોડા સમય પછી જોડાયેલા અંક્તિ ત્રિવેદી. વાચકો અને રસિકો માટેના કાર્યક્રમમાં પહોંચવાનું હતું પરંતુ આદત મુજબ થોડા વહેલા પહોંચ્યા ત્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી. આબાલવૃદ્ધને આકર્ષનારા શિવતત્વે પત્રકારોને પણ સવાલો પૂછવા આકર્ષ્યા. સવાલને તબિયતથી સમજી, પછી એનો નિરાંતે, પ્રશ્નકર્તાને સંતોષ ન થાય ત્યાં સુધી, પોતાના વિશાળ વાંચન અને અનોખા ઉદાહરણોની રજૂઆતથી ઉકેલ આપતાં-આપતાં અમીશને લગભગ 5થી 7.30 સુધી સાંભળ્યા. થોડી વાત લેખકવક્તા જય વસાવડા અને કવિ અંક્તિ ત્રિવેદીએ પણ કરી. ઓપન ફોરમમાં મોટાભાગના વાચકોની સવાલતૃષા સંતોષાઇ. ખરી મજા તો અમીશે આપેલા જવાબોમાં હતી. એકદમ હૃદયના ઊંડાણથી, કોઇ પૂર્વાયોજિત ગોઠવણો વગરના, બિલકુલ શિવતત્વ જેવા કુદરતી જવાબોએ વાચકોને મૌજ કરાવી દીધી. એમણે લેખક તરીકે કેટલીક ટિપ્સ પણ આપી. જેમકે, સતત વાંચતા રહેવું જોઇએ. 30 પાના વાંચો તો એક પાનુ લખી શકાય. લેખનના વ્યવસાય સાથે આવકનો બીજો સ્ત્રોત રાખવો, જ્યારે રોયલ્ટીનો ચેક નિયમિત નોકરી-ધંધાની આવકથી વધે ત્યારે જ લેખનના પૂર્ણકાલિન વ્યવસાયને સ્વીકારવો જોઇએ. માર્કેટિંગ મહત્ત્વનું છે પરંતુ દર વખતે નવી રીતે માર્કેટિંગ કરો એ વધુ અગત્યનુ છે. વગેરે... બનારસના વતની અને ગુજરાતના જમાઇ એવા અમિશે શિવકથનની હસ્તપ્રતને એક-બે નહીં, પૂરા 20 પ્રકાશકોએ સાભાર પરત કરી પછી જાતે જ પ્રકાશિત કરવાનું સાહસ કર્યું અને પછી પરિણામ આપણી સામે છે. એમણે રામાયણ, મહાભારત સહિત અન્ય ઐતિહાસિક તથ્યો ઉપર પણ સાદોહરણ વાત કરી રહી. સરવાળે, શનિવારની સાંજ શિવમય બની રહી. આ પ્રસંગે નભાસામંની બધી પાંખોના સૂત્રધારો સર્વશ્રી મહેન્દ્રભાઇ, જયેશભાઇ, હેમેન્દ્રભાઇ, રોનકભાઇ સહિત સાર્થક પ્રકાશન, ફ્લેમિંગો પ્રકાશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અમદાવાદના આંગણે યોજાતા આવા અવનવા કાર્યક્રમોને પણ રસથી, આનંદથી માણનારા રસિક શ્રોતાજનો ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Let's Connect

sm2p0