આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુંં પ્રતિક છે. ત્રિરંગોએ આપણું ગૌરવ છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશના અસ્તિત્વ અને અસ્મિતાના પ્રતિક સમાન છે. આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મસમભાવ, વિવિધ જાતિઓ અને વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તથા રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની પ્રેરણા આપનાર આપણો "રાષ્ટ્રીય ધ્વજ" છે. ખાદીના એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટૂકડો ન રહેતા આખા દેશની આત્મા છે. આપણી આઝાદીનું પ્રતિક છે આપણો ત્રિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી "શ્રી જવાહરલાલ નહેરુ"એ કહ્યું હતું કે 'રાષ્ટ્રધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે.'

Aug 13, 2016