
“Not all storms come to disrupt your life, some come to clear your path!” – BK Shivani
વિશ્વફલક પર જ્યારે ભારતનું નામ લેવામાં આવે ત્યારે સર્વપ્રથમ અહીંની સંસ્કૃતિ અને ધર્મ ટોચ પર બિરાજમાન થયેલા દેખાય. તમામ મહાસત્તાઓ અને મહાનુભાવોએ ભારતને અલૌકિક આધ્યાત્મનાં દેશ તરીકે સ્વીકાર્યો છે. અહીં વિશ્વવંદનીય વિભૂતિઓએ જન્મ લીધા, સેવાકાર્યોમાં અમૂલ્ય યોગદાન આપ્યું અને નિર્વાણ પામી સદાયને માટે લોકહ્રદયમાં વસી ગયા. સંસ્કૃતિ અને પેઢીઓને ઘડનાર પુસ્તકોની વાત થઈ રહી હોય, ત્યારે ભારતનાં આધ્યાત્મિક અંતરાત્માની વાત તો કરવી જ પડે. ફક્ત લોકસેવા અને આધ્યાત્મ માટે જેમણે જીવન સમર્પિત કર્યુ, એવા એકવીસમી સદીના બ્રહ્માકુમારી શિવાની દીદીને ‘નવભારત સાહિત્ય મંદિર’ પરિવાર નમન કરે છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ તો આજે લગભગ દરેક વ્યક્તિ કરતો થયો છે. ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ કે પછી અન્ય કોઇ માધ્યમો પર શેર થતાં પ્રેરણાત્મક વીડિયો-ફોટોને આપણે રોજબરોજ ફોરવર્ડ કરતાં હોઇએ છીએ. ‘અવેક્નિંગ વિથ બ્રહ્માકુમારીઝ’ના વીડિયો સતત ધ્યાનમાં આવતા રહે છે. સફેદ સાડી, તેજસ્વી લલાટ, પ્રભાવશાળી ચહેરો અને વ્હાલસભર-પ્રેમાળ મીઠો અવાજ એ શિવાની દીદીની ઓળખ છે. ૧૯૭૨ની સાલમાં પૂણેમાં જન્મ. પૂના યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરીને લગભગ બે વર્ષ સુધી ભારતી વિદ્યાપીઠ (કોલેજ ઓફ એન્જિનિયરીંગ)માં લેક્ચરર તરીકે એમણે સેવા આપી.
નાનપણમાં માતા-પિતાએ બ્રહ્મકુમારીઝને અનુસરવાનું શરૂ કર્યુ. શિવાની દીદીને પણ તેઓ આગ્રહ કરતાં કે અઠવાડિયામાં એકાદ વાર પ્રવચન સાંભળવા માટે આવે તો સારું! ૨૩ વર્ષની વયે સ્વેચ્છાથી એમણે પંદર દિવસે એક વખત જવાનું ચાલુ કર્યુ. થોડા સમય બાદ ગુડગાંવમાં વિશાલ વર્મા સાથે લગ્ન થયા. બંને પતિ-પત્ની મળીને સોફ્ટવેર બિઝનેસ સંભાળે. બ્રહ્મકુમારીનાં જેટલા પ્રવચનો થતાં એમાં તેઓ પ્રોડક્શન-વર્ક કરતાં. ૨૦૦૭માં એવું બન્યું કે, વીડિયો રેકોર્ડ કરવા માટે બ્રહ્મકુમારી ટીચર ઉપલબ્ધ નહોતાં. જેથી પ્રેક્ષકોનાં પ્રશ્નોનો જવાબ આપવા તથા એમનો ઉકેલ લાવવા માટે શિવાની વર્માનાં નામનું સૂચન થયું. અને આ રીતે બન્યા તેઓ, બ્રહ્મકુમારી શિવાની દીદી! એમનાં વીડિયો લોકોને એટલા બધા પસંદ પડવા માંડ્યા કે એક નામાંકિત ટેલિવિઝન ચેનલે બ્રહ્મકુમારી શિવાની દીદીનાં નામ પર ‘અવેક્નિંગ વિથ બ્રહ્મકુમારીઝ’ શૉ લોન્ચ કર્યો. બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય સાથેની તેમની ટીવી સીરિઝને ૨૦૧૫માં ‘હેપ્પીનેસ અનલિમિટેડ : અવેક્નિંગ વિથ બ્રહ્મકુમારીઝ’ નામનાં પુસ્તકમાં સંક્ષિપ્ત રીતે શબ્દદેહ આપવામાં આવ્યો, જેનો તાજેતરમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. પુસ્તકનું નામ છે: અસીમ આનંદ તરફ.
તો, અમદાવાદમાં યોજાવા જઈ રહેલાં ભવ્યાતિભવ્ય પુસ્તકમેળામાં ૧૮મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૭ વાગ્યે બ્રહ્માકુમારી શિવાની દીદી સાથે ‘સુશીલાબેન રતિલાલ હૉલ’ ખાતે વર્ચ્યુઅલ સેશન (નવભારત સાહિત્ય મંદિરના ફેસબૂક તેમજ ઈન્સ્ટાગ્રામ લાઈવ)નું આયોજન કરવામાં આવ્યું છે. વિષય છે: Celebrating the Youth with Books! જેમાં જાણીતાં હૉસ્ટ તુષાર જોષી, Red FM RJ હર્ષ અને બેસ્ટ-સેલિંગ લેખક પરખ ભટ્ટ એમની સાથે સંવાદ સાધશે. શિવાની દીદી સમક્ષ પોતાના મંતવ્યો અને પ્રશ્નો પૂછવા માંગતા ભાવકો હૉલ પર રૂબરૂ પધારી શકે છે.
“Not all storms come to disrupt your life, some come to clear your path!” – BK Shivani વિશ્વફલક પર જ્યારે ભારતનું નામ લેવામાં આવે ત્યારે સર્વપ્રથમ અહીંની સંસ્કૃતિ અને ધર્મ ટોચ પર બિરાજમાન થયેલા દેખાય. તમામ મહાસત્તાઓ અને મહાનુભાવોએ ભારતને અલૌકિક આધ્યાત્મનાં દેશ તરીકે સ્વીકાર્યો છે. અહીં વિશ્વવંદનીય વિભૂતિઓએ જન્મ લીધા, સેવાકાર્યોમાં અમૂલ્ય યોગદાન આપ્યું અને નિર્વાણ પામી સદાયને માટે લોકહ્રદયમાં વસી ગયા. સંસ્કૃતિ અને પેઢીઓને ઘડનાર પુસ્તકોની વાત થઈ રહી હોય, ત્યારે ભારતનાં આધ્યાત્મિક અંતરાત્માની વાત તો કરવી જ પડે. ફક્ત લોકસેવા અને આધ્યાત્મ માટે જેમણે જીવન સમર્પિત કર્યુ, એવા એકવીસમી સદીના બ્રહ્માકુમારી શિવાની દીદીને ‘નવભારત સાહિત્ય મંદિર’ પરિવાર નમન કરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ તો આજે લગભગ દરેક વ્યક્તિ કરતો થયો છે. ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ કે પછી અન્ય કોઇ માધ્યમો પર શેર થતાં પ્રેરણાત્મક વીડિયો-ફોટોને આપણે રોજબરોજ ફોરવર્ડ કરતાં હોઇએ છીએ. ‘અવેક્નિંગ વિથ બ્રહ્માકુમારીઝ’ના વીડિયો સતત ધ્યાનમાં આવતા રહે છે. સફેદ સાડી, તેજસ્વી લલાટ, પ્રભાવશાળી ચહેરો અને વ્હાલસભર-પ્રેમાળ મીઠો અવાજ એ શિવાની દીદીની ઓળખ છે. ૧૯૭૨ની સાલમાં પૂણેમાં જન્મ. પૂના યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરીને લગભગ બે વર્ષ સુધી ભારતી વિદ્યાપીઠ (કોલેજ ઓફ એન્જિનિયરીંગ)માં લેક્ચરર તરીકે એમણે સેવા આપી. નાનપણમાં માતા-પિતાએ બ્રહ્મકુમારીઝને અનુસરવાનું શરૂ કર્યુ. શિવાની દીદીને પણ તેઓ આગ્રહ કરતાં કે અઠવાડિયામાં એકાદ વાર પ્રવચન સાંભળવા માટે આવે તો સારું! ૨૩ વર્ષની વયે સ્વેચ્છાથી એમણે પંદર દિવસે એક વખત જવાનું ચાલુ કર્યુ. થોડા સમય બાદ ગુડગાંવમાં વિશાલ વર્મા સાથે લગ્ન થયા. બંને પતિ-પત્ની મળીને સોફ્ટવેર બિઝનેસ સંભાળે. બ્રહ્મકુમારીનાં જેટલા પ્રવચનો થતાં એમાં તેઓ પ્રોડક્શન-વર્ક કરતાં. ૨૦૦૭માં એવું બન્યું કે, વીડિયો રેકોર્ડ કરવા માટે બ્રહ્મકુમારી ટીચર ઉપલબ્ધ નહોતાં. જેથી પ્રેક્ષકોનાં પ્રશ્નોનો જવાબ આપવા તથા એમનો ઉકેલ લાવવા માટે શિવાની વર્માનાં નામનું સૂચન થયું. અને આ રીતે બન્યા તેઓ, બ્રહ્મકુમારી શિવાની દીદી! એમનાં વીડિયો લોકોને એટલા બધા પસંદ પડવા માંડ્યા કે એક નામાંકિત ટેલિવિઝન ચેનલે બ્રહ્મકુમારી શિવાની દીદીનાં નામ પર ‘અવેક્નિંગ વિથ બ્રહ્મકુમારીઝ’ શૉ લોન્ચ કર્યો. બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય સાથેની તેમની ટીવી સીરિઝને ૨૦૧૫માં ‘હેપ્પીનેસ અનલિમિટેડ : અવેક્નિંગ વિથ બ્રહ્મકુમારીઝ’ નામનાં પુસ્તકમાં સંક્ષિપ્ત રીતે શબ્દદેહ આપવામાં આવ્યો, જેનો તાજેતરમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. પુસ્તકનું નામ છે: અસીમ આનંદ તરફ. તો, અમદાવાદમાં યોજાવા જઈ રહેલાં ભવ્યાતિભવ્ય પુસ્તકમેળામાં ૧૮મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૭ વાગ્યે બ્રહ્માકુમારી શિવાની દીદી સાથે ‘સુશીલાબેન રતિલાલ હૉલ’ ખાતે વર્ચ્યુઅલ સેશન (નવભારત સાહિત્ય મંદિરના ફેસબૂક તેમજ ઈન્સ્ટાગ્રામ લાઈવ)નું આયોજન કરવામાં આવ્યું છે. વિષય છે: Celebrating the Youth with Books! જેમાં જાણીતાં હૉસ્ટ તુષાર જોષી, Red FM RJ હર્ષ અને બેસ્ટ-સેલિંગ લેખક પરખ ભટ્ટ એમની સાથે સંવાદ સાધશે. શિવાની દીદી સમક્ષ પોતાના મંતવ્યો અને પ્રશ્નો પૂછવા માંગતા ભાવકો હૉલ પર રૂબરૂ પધારી શકે છે.