
લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi
ચંદ્રકાન્ત બક્ષી!
એમણે એટલું બધું લખ્યું છે, એમના વિશે પણ એટલું બધું લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે. બક્ષી સાહેબની વાત આવે એટલે સ્હેજેય સુપર લેટીવ ડીગ્રીમાં વાત થઈ જ જાય એટલે એ અંદાજ માં કહીયે તો અક્ષર જ્ઞાન ધરાવતી એવી કોઇ વ્યક્તિ ગોતવી મુશ્કેલ છે જેણે બક્ષીને વાંચ્યા ન હોય અને જે એમની કલમનો કાયલ ન હોય અને જે એમના વિશે જાણતો ન હોય.
આ એક એવું નામ છે કે જેના વગર કેટલાયે દસકો પહેલાથી અને અનંત વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય જગત તો ખરું જ પરંતુ જ્યાં જ્યાં ગુજરાત અને ગુજરાતી શબ્દ વપરાશે એ પણ અધૂરા લાગશે!
આ માણસ આખી જીંદગી પોતાની શર્તે જીવ્યા. તેઓએ લખ્યું હતું, “મૃત્યુ મને જીસસ અને મોઝેસની સમકક્ષ મુકી દેશે”. મૌતને પણ પોતાની ઇચ્છા મુજબ જ આવવું પડયું કેમ કે બક્ષીજીને વેણીભાઈ પુરોહિતની એ વાત ગમતી; “ફટાકડો થઈને ફૂટી જવું ગમે, નાહકનું સોઇ ભોંકાવીને લાં….બુ જીવવું પસંદ નથી.” અને એમ જ, અચાનક ગુજરાતી સાહિત્યમાંથી ફ્ટાકડો થઈ ફૂટી ગયા સાથે સાથે ગુજરાતી સાહિત્યના ફુગ્ગામાંથી જે હવા નીકળી તે નીકળી, હજુ સુધી કોઇ હવા ભરનાર મળ્યો નથી....
અનેક લોકો આવું કહે છે...તમે શું માનો છો?
લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાન્ત બક્ષી! એમણે એટલું બધું લખ્યું છે, એમના વિશે પણ એટલું બધું લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે. બક્ષી સાહેબની વાત આવે એટલે સ્હેજેય સુપર લેટીવ ડીગ્રીમાં વાત થઈ જ જાય એટલે એ અંદાજ માં કહીયે તો અક્ષર જ્ઞાન ધરાવતી એવી કોઇ વ્યક્તિ ગોતવી મુશ્કેલ છે જેણે બક્ષીને વાંચ્યા ન હોય અને જે એમની કલમનો કાયલ ન હોય અને જે એમના વિશે જાણતો ન હોય. આ એક એવું નામ છે કે જેના વગર કેટલાયે દસકો પહેલાથી અને અનંત વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય જગત તો ખરું જ પરંતુ જ્યાં જ્યાં ગુજરાત અને ગુજરાતી શબ્દ વપરાશે એ પણ અધૂરા લાગશે! આ માણસ આખી જીંદગી પોતાની શર્તે જીવ્યા. તેઓએ લખ્યું હતું, “મૃત્યુ મને જીસસ અને મોઝેસની સમકક્ષ મુકી દેશે”. મૌતને પણ પોતાની ઇચ્છા મુજબ જ આવવું પડયું કેમ કે બક્ષીજીને વેણીભાઈ પુરોહિતની એ વાત ગમતી; “ફટાકડો થઈને ફૂટી જવું ગમે, નાહકનું સોઇ ભોંકાવીને લાં….બુ જીવવું પસંદ નથી.” અને એમ જ, અચાનક ગુજરાતી સાહિત્યમાંથી ફ્ટાકડો થઈ ફૂટી ગયા સાથે સાથે ગુજરાતી સાહિત્યના ફુગ્ગામાંથી જે હવા નીકળી તે નીકળી, હજુ સુધી કોઇ હવા ભરનાર મળ્યો નથી.... અનેક લોકો આવું કહે છે...તમે શું માનો છો?