🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

#રાજીપો 🥰
પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏
આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું.

‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો.

પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે.

Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે.

વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે.

માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”.

આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે.

‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે.

શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું.
શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું.
સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર.
રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું.
અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ.

વાચકોને હવાલે ....

અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે.
https://bit.ly/3zqi2B7

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#રાજીપો 🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0