
#Day7 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો.તેઓ કવિ, તેઓ નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક હતા.
૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
ઉપરાંત તેઓ ‘કવિતા’ માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.
#Day7 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો.તેઓ કવિ, તેઓ નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક હતા. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ ‘કવિતા’ માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.