
#Day2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi
London Times covered this in 2005 written by Chandrakant Bakshi
અફઘાનિસ્તાનમાં હેરત શહેરમાં ૨૯ વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની ૨૫ વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી.પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો,અને પત્ની નાદિયા કવિ હતી જેણે ‘ગુલે-દૂદી’ (કાળું ફૂલ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ,નાદિયાના ગઝલ-સંગ્રહમાંથી એક ગઝલ અહીં પ્રસ્તુત છે.
મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની,
હું ગાઉં કે ન ગાઉં મારા કિસ્મતમાં નફરત જ છે,
મારા મોઢમાં કટુતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ?
મારા મોઢા પરના આ ક્રૂર ફટકા વિષે શું ક હું ?
હું આ ખૂણામાં પાંજરામાં બંધ છું,વિષાદ અને વેદના સાથે,
હું કોઈ આશય માટે જન્મી નથી,અને મારા હોઠ સીવી લેવાના છે,
મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે,ખુશીની મૌસમ,
પણ મારી પાંખો બંધ છે અને હું ઊડી શક્તી નથી,
હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યાંરે મારું પાંજરુ ખૂલશે,
અને હું મારું માથું બહાર કાઢીને મસ્તીથી ગઝલ ગાઈશ,
હું પવનમાં હાલતી લતા જેવી કમજોર નથી,
હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે…
-(ચંદ્રકાંત બક્ષી , ‘યાર બાદશાહો..’માંથી )
-’લંડન ટાઈમ્સ’ : નવેમ્બર ૧૩,૨૦૦૫
#Day2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi London Times covered this in 2005 written by Chandrakant Bakshi અફઘાનિસ્તાનમાં હેરત શહેરમાં ૨૯ વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની ૨૫ વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી.પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો,અને પત્ની નાદિયા કવિ હતી જેણે ‘ગુલે-દૂદી’ (કાળું ફૂલ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ,નાદિયાના ગઝલ-સંગ્રહમાંથી એક ગઝલ અહીં પ્રસ્તુત છે. મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની, હું ગાઉં કે ન ગાઉં મારા કિસ્મતમાં નફરત જ છે, મારા મોઢમાં કટુતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ? મારા મોઢા પરના આ ક્રૂર ફટકા વિષે શું ક હું ? હું આ ખૂણામાં પાંજરામાં બંધ છું,વિષાદ અને વેદના સાથે, હું કોઈ આશય માટે જન્મી નથી,અને મારા હોઠ સીવી લેવાના છે, મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે,ખુશીની મૌસમ, પણ મારી પાંખો બંધ છે અને હું ઊડી શક્તી નથી, હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યાંરે મારું પાંજરુ ખૂલશે, અને હું મારું માથું બહાર કાઢીને મસ્તીથી ગઝલ ગાઈશ, હું પવનમાં હાલતી લતા જેવી કમજોર નથી, હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે… -(ચંદ્રકાંત બક્ષી , ‘યાર બાદશાહો..’માંથી ) -’લંડન ટાઈમ્સ’ : નવેમ્બર ૧૩,૨૦૦૫