નાગપાશ By @parakh_bhatt and Raj Javiya °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° પહેલો ભાગ વાંચીને અપેક્ષાઓ એટલી ઊંચી હતી કે વાત ન પૂછો. પ્રથમ અધ્યાય પૂરો કરી ને બીજા જ દિવસે મેં ઝંપલાવ્યું નાગપાશ માં. આટલા દળદાર, ઓલમોસ્ટ ગ્રંથ કહી શકાય એવડા શબ્દ સાગર માં, એવા ખોવાઇ જવાયું કે જાણે તમે પણ આમાંના વિશ્વને જીવી રહ્યા છો. જો મૃત્યુંજય અર્પણ હતી મહાદેવ ને , તો આ ભાગ કહી શકાય કે શ્રીવિષ્ણુ આ કહાની નુ હાર્દ છે. જેનો અણસાર તમને ગરુડવંદનમ થકી જ આવી જાય છે. વિવાન ની જીવન વાર્તા એક વધુ જ મોટા ફલક પર વિસ્તરી રહી છે કે એ જે ઝડપે વળાંકો લે છે, એને જ કદાચ એડ્રીનલીન રશ કહે છે. જે અદભુત વર્ણન કરાયા છે - લંકા નાં અને શ્રી પદ્મનાભસ્વામી મંદિર નાં, તમે એકદમ અભિભૂત થઈ ને એમાં ખોવાઇ જાઓ છો. એટલા જ અભિભૂત થઈ ને, ફરી એક વાર, શ્રીરામની અને હનુમાનજીની ભક્તિના તમે વિટનેસ થાઓ છો. અને સ્ત્રી પાત્રો ની વાત: લેખકો અહીં સાબિત કરે છે કે આપણાં ભારતવર્ષ માં નારી સશક્તિકરણ કંઈ આજની વાત નથી, શક્તિ - શબ્દ પોતે જ સૂચવે છે કે કેમ એ પુરાણ કાળ થી, સર્વ સંરક્ષિણી માતા બનીને વંદનીય છે. એ જ મા ભૈરવી ના બધા પ્રકરણો અદભૂત રીતે લખાયેલ, જ્ઞાન થી ભરપુર છે. એ જ પ્રકારે અષ્ટ ચિરંજીવી ના ટ્રેક નો ઉપયોગ ખૂબ જ જોરદાર રીતે કર્યો છે, વાહ. ઓહ, અને આંખો ખોલનારી ટીપુ સુલતાનની અસલી કહાણી તો તમે વાંચશો તો જ ખબર પડશે કે કેવા અંધારામાં છીએ આપણે. પહેલાની જેમ જ આ ભાગ માં જે રીતે શ્લોકો નો ઉપયોગ થયો છે તે વખાણ માંગી લે છે. દરરોજ સંભળાતા સ્ત્રોત્રો, શ્લોકો અને ઋચાઓ નો અર્થ આ વાંચ્યા પછી બિલકુલ બદલાઈ જાય છે. એક નવો દૃષ્ટિકોણ ઉદભવે છે, વધુ આદર ની સાથોસાથ. અરે, મંદિર માં જઈએ તો પણ એક નવી જ નજર થી તમને ભગવાનની મૂર્તિઓ નજરે પડે ! શીરાની જેમ તરત ગળે ઉતરી જાય તેમ લેખકો એ બતાવ્યું છે કે કેવી રીતે અંદરના જ દુશ્મનો આ દેશને કોરી ખાવા બેઠા છે. થોડીક ક્રિએટિવ લિબર્ટી લઈને , જે રીતે આજના નેતાઓ અને મોટા માથાઓ નાં નામ રખાયા છે, તે વાર્તા પ્રવાહ ને વધુ વાસ્તવિક બનાવે છે. હા, થોડી ઘણી જગ્યાએ મુદ્રા રાક્ષસ અસ્તિત્વ માં છે, આશા છે કે આગામી આવૃત્તિમાં ઠીક થઈ જશે. અને વધુ એક વાત, સનાતન સંસ્કૃતિની આ ગાથા માં, અમુક હિન્દી શબ્દો કે જે ઉર્દૂ ના સમન્વય થી ઉદભવ્યા છે, તેમનો ઉપયોગ ન થાય તો વધુ ગમશે. (તાકત, તયખાના વગેરે). અત્યંત મનોહર દૃશ્ય સાથે જ્યારે છેલ્લુ પ્રકરણ આલેખાઈ રહ્યું છે, અચાનક તમને એવો ધક્કો લાગે છે, કે કવર પેજ બંધ કરતાં જ ત્રીજો ભાગ ઉઘાડવા તલપાપડ થઈ જાઓ છો. આશા છે કે ખૂબ જ જલ્દી આ શબ્દ યાત્રા નો આગલો પડાવ આવે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

નાગપાશ
By @parakh_bhatt and Raj Javiya
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
પહેલો ભાગ વાંચીને અપેક્ષાઓ એટલી ઊંચી હતી કે વાત ન પૂછો. પ્રથમ અધ્યાય પૂરો કરી ને બીજા જ દિવસે મેં ઝંપલાવ્યું નાગપાશ માં. આટલા દળદાર, ઓલમોસ્ટ ગ્રંથ કહી શકાય એવડા શબ્દ સાગર માં, એવા ખોવાઇ જવાયું કે જાણે તમે પણ આમાંના વિશ્વને જીવી રહ્યા છો.

જો મૃત્યુંજય અર્પણ હતી મહાદેવ ને , તો આ ભાગ કહી શકાય કે શ્રીવિષ્ણુ આ કહાની નુ હાર્દ છે. જેનો અણસાર તમને ગરુડવંદનમ થકી જ આવી જાય છે. વિવાન ની જીવન વાર્તા એક વધુ જ મોટા ફલક પર વિસ્તરી રહી છે કે એ જે ઝડપે વળાંકો લે છે, એને જ કદાચ એડ્રીનલીન રશ કહે છે. જે અદભુત વર્ણન કરાયા છે - લંકા નાં અને શ્રી પદ્મનાભસ્વામી મંદિર નાં, તમે એકદમ અભિભૂત થઈ ને એમાં ખોવાઇ જાઓ છો. એટલા જ અભિભૂત થઈ ને, ફરી એક વાર, શ્રીરામની અને હનુમાનજીની ભક્તિના તમે વિટનેસ થાઓ છો. અને સ્ત્રી પાત્રો ની વાત: લેખકો અહીં સાબિત કરે છે કે આપણાં ભારતવર્ષ માં નારી સશક્તિકરણ કંઈ આજની વાત નથી, શક્તિ - શબ્દ પોતે જ સૂચવે છે કે કેમ એ પુરાણ કાળ થી, સર્વ સંરક્ષિણી માતા બનીને વંદનીય છે. એ જ મા ભૈરવી ના બધા પ્રકરણો અદભૂત રીતે લખાયેલ, જ્ઞાન થી ભરપુર છે. એ જ પ્રકારે અષ્ટ ચિરંજીવી ના ટ્રેક નો ઉપયોગ ખૂબ જ જોરદાર રીતે કર્યો છે, વાહ. ઓહ, અને આંખો ખોલનારી ટીપુ સુલતાનની અસલી કહાણી તો તમે વાંચશો તો જ ખબર પડશે કે કેવા અંધારામાં છીએ આપણે.

પહેલાની જેમ જ આ ભાગ માં જે રીતે શ્લોકો નો ઉપયોગ થયો છે તે વખાણ માંગી લે છે. દરરોજ સંભળાતા સ્ત્રોત્રો, શ્લોકો અને ઋચાઓ નો અર્થ આ વાંચ્યા પછી બિલકુલ બદલાઈ જાય છે. એક નવો દૃષ્ટિકોણ ઉદભવે છે, વધુ આદર ની સાથોસાથ. અરે, મંદિર માં જઈએ તો પણ એક નવી જ નજર થી તમને ભગવાનની મૂર્તિઓ નજરે પડે !

શીરાની જેમ તરત ગળે ઉતરી જાય તેમ લેખકો એ બતાવ્યું છે કે કેવી રીતે અંદરના જ દુશ્મનો આ દેશને કોરી ખાવા બેઠા છે. થોડીક ક્રિએટિવ લિબર્ટી લઈને , જે રીતે આજના નેતાઓ અને મોટા માથાઓ નાં નામ રખાયા છે, તે વાર્તા પ્રવાહ ને વધુ વાસ્તવિક બનાવે છે. હા, થોડી ઘણી જગ્યાએ મુદ્રા રાક્ષસ અસ્તિત્વ માં છે, આશા છે કે આગામી આવૃત્તિમાં ઠીક થઈ જશે. અને વધુ એક વાત, સનાતન સંસ્કૃતિની આ ગાથા માં, અમુક હિન્દી શબ્દો કે જે ઉર્દૂ ના સમન્વય થી ઉદભવ્યા છે, તેમનો ઉપયોગ ન થાય તો વધુ ગમશે. (તાકત, તયખાના વગેરે).

અત્યંત મનોહર દૃશ્ય સાથે જ્યારે છેલ્લુ પ્રકરણ આલેખાઈ રહ્યું છે, અચાનક તમને એવો ધક્કો લાગે છે, કે કવર પેજ બંધ કરતાં જ ત્રીજો ભાગ ઉઘાડવા તલપાપડ થઈ જાઓ છો. આશા છે કે ખૂબ જ જલ્દી આ શબ્દ યાત્રા નો આગલો પડાવ આવે.

નાગપાશ By @parakh_bhatt and Raj Javiya °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° પહેલો ભાગ વાંચીને અપેક્ષાઓ એટલી ઊંચી હતી કે વાત ન પૂછો. પ્રથમ અધ્યાય પૂરો કરી ને બીજા જ દિવસે મેં ઝંપલાવ્યું નાગપાશ માં. આટલા દળદાર, ઓલમોસ્ટ ગ્રંથ કહી શકાય એવડા શબ્દ સાગર માં, એવા ખોવાઇ જવાયું કે જાણે તમે પણ આમાંના વિશ્વને જીવી રહ્યા છો. જો મૃત્યુંજય અર્પણ હતી મહાદેવ ને , તો આ ભાગ કહી શકાય કે શ્રીવિષ્ણુ આ કહાની નુ હાર્દ છે. જેનો અણસાર તમને ગરુડવંદનમ થકી જ આવી જાય છે. વિવાન ની જીવન વાર્તા એક વધુ જ મોટા ફલક પર વિસ્તરી રહી છે કે એ જે ઝડપે વળાંકો લે છે, એને જ કદાચ એડ્રીનલીન રશ કહે છે. જે અદભુત વર્ણન કરાયા છે - લંકા નાં અને શ્રી પદ્મનાભસ્વામી મંદિર નાં, તમે એકદમ અભિભૂત થઈ ને એમાં ખોવાઇ જાઓ છો. એટલા જ અભિભૂત થઈ ને, ફરી એક વાર, શ્રીરામની અને હનુમાનજીની ભક્તિના તમે વિટનેસ થાઓ છો. અને સ્ત્રી પાત્રો ની વાત: લેખકો અહીં સાબિત કરે છે કે આપણાં ભારતવર્ષ માં નારી સશક્તિકરણ કંઈ આજની વાત નથી, શક્તિ - શબ્દ પોતે જ સૂચવે છે કે કેમ એ પુરાણ કાળ થી, સર્વ સંરક્ષિણી માતા બનીને વંદનીય છે. એ જ મા ભૈરવી ના બધા પ્રકરણો અદભૂત રીતે લખાયેલ, જ્ઞાન થી ભરપુર છે. એ જ પ્રકારે અષ્ટ ચિરંજીવી ના ટ્રેક નો ઉપયોગ ખૂબ જ જોરદાર રીતે કર્યો છે, વાહ. ઓહ, અને આંખો ખોલનારી ટીપુ સુલતાનની અસલી કહાણી તો તમે વાંચશો તો જ ખબર પડશે કે કેવા અંધારામાં છીએ આપણે. પહેલાની જેમ જ આ ભાગ માં જે રીતે શ્લોકો નો ઉપયોગ થયો છે તે વખાણ માંગી લે છે. દરરોજ સંભળાતા સ્ત્રોત્રો, શ્લોકો અને ઋચાઓ નો અર્થ આ વાંચ્યા પછી બિલકુલ બદલાઈ જાય છે. એક નવો દૃષ્ટિકોણ ઉદભવે છે, વધુ આદર ની સાથોસાથ. અરે, મંદિર માં જઈએ તો પણ એક નવી જ નજર થી તમને ભગવાનની મૂર્તિઓ નજરે પડે ! શીરાની જેમ તરત ગળે ઉતરી જાય તેમ લેખકો એ બતાવ્યું છે કે કેવી રીતે અંદરના જ દુશ્મનો આ દેશને કોરી ખાવા બેઠા છે. થોડીક ક્રિએટિવ લિબર્ટી લઈને , જે રીતે આજના નેતાઓ અને મોટા માથાઓ નાં નામ રખાયા છે, તે વાર્તા પ્રવાહ ને વધુ વાસ્તવિક બનાવે છે. હા, થોડી ઘણી જગ્યાએ મુદ્રા રાક્ષસ અસ્તિત્વ માં છે, આશા છે કે આગામી આવૃત્તિમાં ઠીક થઈ જશે. અને વધુ એક વાત, સનાતન સંસ્કૃતિની આ ગાથા માં, અમુક હિન્દી શબ્દો કે જે ઉર્દૂ ના સમન્વય થી ઉદભવ્યા છે, તેમનો ઉપયોગ ન થાય તો વધુ ગમશે. (તાકત, તયખાના વગેરે). અત્યંત મનોહર દૃશ્ય સાથે જ્યારે છેલ્લુ પ્રકરણ આલેખાઈ રહ્યું છે, અચાનક તમને એવો ધક્કો લાગે છે, કે કવર પેજ બંધ કરતાં જ ત્રીજો ભાગ ઉઘાડવા તલપાપડ થઈ જાઓ છો. આશા છે કે ખૂબ જ જલ્દી આ શબ્દ યાત્રા નો આગલો પડાવ આવે.

Let's Connect

sm2p0