‘નાગપાશ: કાલાતીત કલ્પાંતનું વિષચક્ર’
સૃષ્ટિના સૌથી મહાવિનાશક પ્રલયના સંહારક સર્ગમાં આપનું સ્વાગત છે!
દરેક યુદ્ધની પૃષ્ઠભૂમિ હંમેશા દાયકાઓ પહેલાં નિશ્ચિત થઈ જતી હોય છે! તો શું રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ પૂર્વનિર્ધારિત હતું? આદિકવિ વાલ્મિકીએ ઉત્તરકાંડમાં રાવણ અને તેના પૂર્વજીવન અંગે ઘણાં ખુલાસા કર્યા છે. આમ જોવા જાઓ તો, રાવણનો વાસ્તવિક પરિચય જ ઉત્તરકાંડ થકી મળે છે.
‘મૃત્યુંજય’માં સતયુગની પ્રમુખ ઘટનાઓને કળિયુગ સાથે સાંકળ્યા બાદ હવે સમય છે... ત્રેતાયુગના એ વણખેડાયેલાં આયામો તરફ ડગ માંડવાનો, જે અત્યંત રહસ્યમય અને ગૂઢ છે! ‘નાગપાશ: કાલાતીત કલ્પાંતનું વિષચક્ર’ અમારા પ્રિય વાચક-પરિવાર સમક્ષ રામાયણના એવા સત્યો ઉજાગર કરશે, જેણે ત્રેતાયુગનું વહેણ બદલાવી નાંખ્યું હતું!
આ કથા છે, કાળખંડના અપ્રકાશિત દસ્તાવેજની!
આ કથા છે, કલ્પાંત અને કોલાહલની!
આ કથા છે, ૯૦૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલાં વિષચક્રની!
આ કથા છે, મહામહોપાધ્યાય વંશના બલિદાન અને સમર્પણની!
આ કથા છે, વિવાન આર્યની!
મહા-અસુર શ્રેણીના પ્રથમ અધ્યાય ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ પૂર્ણ થયા બાદ સમય છે, તેના દ્વિતીય મહાવિધ્વંશક અધ્યાયથી અવગત થવાનો, જેના ઓછાયા કળિયુગ સુધી લંબાયા છે! કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને શ્રીલંકાના અનેકવિધ સ્થળોના પુરાતન તથ્યો અને રોમાંચક સંશોધનો હવે ગણતરીના મહિનાઓમાં આપના થશે...
શ્રી અનંતશયનમ્ આદિનારાયણનો શબ્દદેહ - ‘નાગપાશ: કાલાતીત કલ્પાંતનું વિષચક્ર’ - પ્રાદુર્ભાવ પામશે... દશેરા, વિ.સં. ૨૦૭૯ના રોજ... તારીખ ૫ ઑક્ટોબર, ૨૦૨૨.
॥ कालो हि दुरतिक्रमः ॥
આપ સૌ વાચકમિત્રોને ચૈત્ર શુક્લ પક્ષ (નોમ), વિ.સં. ૨૦૭૯ના રોજ ૧૨:૩૦ કલાકે અવતરિત શ્રીરામના જન્મની પ્રાર્થનાપૂર્વક શુભેચ્છાઓ.
Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Written by: Parakh Bhatt & Raj Javiya
Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah)
#science #history #mystery #mythology #fantasy #fiction #suspense #crime #thriller #gujarati #novel #mahaasur #book #series #bestseller #literature