“700 દિવસ... 16,800 કલાકો... 10,08,000 મિનિટ... 6 કરોડ 4 લાખ 80 હજાર સેકન્ડ્સ..! આટલા સમય સુધી અમે ‘નાગપાશ’માં જકડાઈને રહ્યા, છતાં આસ્થા ડગમગી નહીં. આજે પણ યાદ છે મને એ દિવસ, જ્યારે વર્ષ 2021માં હું તિરુઅનંતપુરમ્ ખાતેના શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પૂર્વ ગોપુરમ્ – પ્રવેશદ્વારની બહાર ઊભો રહીને શ્રી અનંતશયનમ્ મહાવિષ્ણુને છેલ્લી વખત મન ભરીને નિહાળી રહ્યો હતો... એમને સદા સદા માટે મારા હ્રદયમાં સ્થાપિત કરતી વેળા આર્તનાદ સાથે યાચના કરી હતી, જેથી ‘નાગપાશ’માં એમનું પ્રાગટ્ય થાય. એક બાળક પોતાના પિતા પાસે જેમ હઠ આદરે, એવી રીતે આંખમાં આંસુ સાથે હું એમને મારી સહાય કરવા માટે ભીખ માંગી રહ્યો હતો. વૉલ્ટ-બીનું જે રહસ્ય સદીઓ સુધી અકબંધ રહ્યું, એને હું કલ્પના અને વાસ્તવિકતાના રંગોથી રંગીને દુનિયા સમક્ષ ઉઘાડું મૂકવા તત્પર હતો. ... અને એ સમયે, સાવ કોરુંધાકોર આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને ક્ષણવાર માટે સાંબેલાધારે વરસી પડ્યું હતું! વરસાદની એ પ્રત્યેક બૂંદમાં વરસતાં એમના આશિષને મેં મસ્તક ઉપર ધારણ કર્યા. ઉપર આકાશ તરફ નજર કરી ત્યારે ભુવનમોહિની સ્મિત પાથરીને તેઓ પોતાની અસીમ કૃપા આ નવલકથા ઉપર વરસાવી રહ્યા હતા. ‘નાગપાશ’ વડે અભિમંત્રિત મંદિરનું વૉલ્ટ-બી ખોલવાનું દુઃસાહસ જેમણે કર્યુ, તેમણે આકરો દંડ ભોગવ્યો હતો.. મેં પણ વર્ષ 2022માં આકરી સજા ભોગવી! ... પણ મારી નિષ્ઠા અને શ્રદ્ધાએ કદાચ પ્રધાનપુરુષેશ્વરના હ્રદયને પીગળાવી નાંખ્યું, જેના પરિણામરૂપે આજે ઘણી લાંબી પ્રતિક્ષા પશ્ચાત્ ‘નાગપાશ’ ધબકી ઊઠી છે! મૂળાધાર ચક્રથી શરૂ કરીને આજ્ઞા ચક્ર સુધીના ચૈતસિક અસ્તિત્વને હચમચાવી મૂકવા સક્ષમ આ સર્જન આજથી હવે આપ સૌ વાચકમિત્રોના હાથમાં સોંપી રહ્યો છું. હું પુનઃ આહ્વાન આપું છું એ પ્રચંડ ઊર્જાને... જે પરબ્રહ્મ સ્વરૂપે આપ સૌમાં બિરાજમાન છે! આ પુસ્તકને હાથમાં લઈને ફક્ત એક વખત આંખ બંધ કરી જોજો. મને ખાતરી છે કે તમે પણ એ વિશ્વવિહારી વૈકુંઠનિવાસા વિષ્ણુને તમારા હ્રદયમાં પ્રગટ થતાં અનુભવી શકશો. ♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા P.S. આજે મોડી સાંજે આ પુસ્તક ‘નવભારત સાહિત્ય મંદિર’ ખાતે ડિલીવર થયું હોવાથી આપ સૌ વાચકમિત્રોને સોમવાર અને મંગળવારના રોજ ક્રમાનુસાર મળવાનું શરૂ થશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“700 દિવસ...
16,800 કલાકો...
10,08,000 મિનિટ...
6 કરોડ 4 લાખ 80 હજાર સેકન્ડ્સ..!

આટલા સમય સુધી અમે ‘નાગપાશ’માં જકડાઈને રહ્યા, છતાં આસ્થા ડગમગી નહીં. આજે પણ યાદ છે મને એ દિવસ, જ્યારે વર્ષ 2021માં હું તિરુઅનંતપુરમ્ ખાતેના શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પૂર્વ ગોપુરમ્ – પ્રવેશદ્વારની બહાર ઊભો રહીને શ્રી અનંતશયનમ્ મહાવિષ્ણુને છેલ્લી વખત મન ભરીને નિહાળી રહ્યો હતો... એમને સદા સદા માટે મારા હ્રદયમાં સ્થાપિત કરતી વેળા આર્તનાદ સાથે યાચના કરી હતી, જેથી ‘નાગપાશ’માં એમનું પ્રાગટ્ય થાય. એક બાળક પોતાના પિતા પાસે જેમ હઠ આદરે, એવી રીતે આંખમાં આંસુ સાથે હું એમને મારી સહાય કરવા માટે ભીખ માંગી રહ્યો હતો. વૉલ્ટ-બીનું જે રહસ્ય સદીઓ સુધી અકબંધ રહ્યું, એને હું કલ્પના અને વાસ્તવિકતાના રંગોથી રંગીને દુનિયા સમક્ષ ઉઘાડું મૂકવા તત્પર હતો.

... અને એ સમયે, સાવ કોરુંધાકોર આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને ક્ષણવાર માટે સાંબેલાધારે વરસી પડ્યું હતું!

વરસાદની એ પ્રત્યેક બૂંદમાં વરસતાં એમના આશિષને મેં મસ્તક ઉપર ધારણ કર્યા. ઉપર આકાશ તરફ નજર કરી ત્યારે ભુવનમોહિની સ્મિત પાથરીને તેઓ પોતાની અસીમ કૃપા આ નવલકથા ઉપર વરસાવી રહ્યા હતા. ‘નાગપાશ’ વડે અભિમંત્રિત મંદિરનું વૉલ્ટ-બી ખોલવાનું દુઃસાહસ જેમણે કર્યુ, તેમણે આકરો દંડ ભોગવ્યો હતો.. મેં પણ વર્ષ 2022માં આકરી સજા ભોગવી!

... પણ મારી નિષ્ઠા અને શ્રદ્ધાએ કદાચ પ્રધાનપુરુષેશ્વરના હ્રદયને પીગળાવી નાંખ્યું, જેના પરિણામરૂપે આજે ઘણી લાંબી પ્રતિક્ષા પશ્ચાત્ ‘નાગપાશ’ ધબકી ઊઠી છે! મૂળાધાર ચક્રથી શરૂ કરીને આજ્ઞા ચક્ર સુધીના ચૈતસિક અસ્તિત્વને હચમચાવી મૂકવા સક્ષમ આ સર્જન આજથી હવે આપ સૌ વાચકમિત્રોના હાથમાં સોંપી રહ્યો છું.

હું પુનઃ આહ્વાન આપું છું એ પ્રચંડ ઊર્જાને... જે પરબ્રહ્મ સ્વરૂપે આપ સૌમાં બિરાજમાન છે! આ પુસ્તકને હાથમાં લઈને ફક્ત એક વખત આંખ બંધ કરી જોજો. મને ખાતરી છે કે તમે પણ એ વિશ્વવિહારી વૈકુંઠનિવાસા વિષ્ણુને તમારા હ્રદયમાં પ્રગટ થતાં અનુભવી શકશો. ♥️🙏🏼”

- પરખ ભટ્ટ અને રાજ જાવિયા

P.S. આજે મોડી સાંજે આ પુસ્તક ‘નવભારત સાહિત્ય મંદિર’ ખાતે ડિલીવર થયું હોવાથી આપ સૌ વાચકમિત્રોને સોમવાર અને મંગળવારના રોજ ક્રમાનુસાર મળવાનું શરૂ થશે.

“700 દિવસ... 16,800 કલાકો... 10,08,000 મિનિટ... 6 કરોડ 4 લાખ 80 હજાર સેકન્ડ્સ..! આટલા સમય સુધી અમે ‘નાગપાશ’માં જકડાઈને રહ્યા, છતાં આસ્થા ડગમગી નહીં. આજે પણ યાદ છે મને એ દિવસ, જ્યારે વર્ષ 2021માં હું તિરુઅનંતપુરમ્ ખાતેના શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પૂર્વ ગોપુરમ્ – પ્રવેશદ્વારની બહાર ઊભો રહીને શ્રી અનંતશયનમ્ મહાવિષ્ણુને છેલ્લી વખત મન ભરીને નિહાળી રહ્યો હતો... એમને સદા સદા માટે મારા હ્રદયમાં સ્થાપિત કરતી વેળા આર્તનાદ સાથે યાચના કરી હતી, જેથી ‘નાગપાશ’માં એમનું પ્રાગટ્ય થાય. એક બાળક પોતાના પિતા પાસે જેમ હઠ આદરે, એવી રીતે આંખમાં આંસુ સાથે હું એમને મારી સહાય કરવા માટે ભીખ માંગી રહ્યો હતો. વૉલ્ટ-બીનું જે રહસ્ય સદીઓ સુધી અકબંધ રહ્યું, એને હું કલ્પના અને વાસ્તવિકતાના રંગોથી રંગીને દુનિયા સમક્ષ ઉઘાડું મૂકવા તત્પર હતો. ... અને એ સમયે, સાવ કોરુંધાકોર આકાશ વાદળોથી ઘેરાઈ ગયું અને ક્ષણવાર માટે સાંબેલાધારે વરસી પડ્યું હતું! વરસાદની એ પ્રત્યેક બૂંદમાં વરસતાં એમના આશિષને મેં મસ્તક ઉપર ધારણ કર્યા. ઉપર આકાશ તરફ નજર કરી ત્યારે ભુવનમોહિની સ્મિત પાથરીને તેઓ પોતાની અસીમ કૃપા આ નવલકથા ઉપર વરસાવી રહ્યા હતા. ‘નાગપાશ’ વડે અભિમંત્રિત મંદિરનું વૉલ્ટ-બી ખોલવાનું દુઃસાહસ જેમણે કર્યુ, તેમણે આકરો દંડ ભોગવ્યો હતો.. મેં પણ વર્ષ 2022માં આકરી સજા ભોગવી! ... પણ મારી નિષ્ઠા અને શ્રદ્ધાએ કદાચ પ્રધાનપુરુષેશ્વરના હ્રદયને પીગળાવી નાંખ્યું, જેના પરિણામરૂપે આજે ઘણી લાંબી પ્રતિક્ષા પશ્ચાત્ ‘નાગપાશ’ ધબકી ઊઠી છે! મૂળાધાર ચક્રથી શરૂ કરીને આજ્ઞા ચક્ર સુધીના ચૈતસિક અસ્તિત્વને હચમચાવી મૂકવા સક્ષમ આ સર્જન આજથી હવે આપ સૌ વાચકમિત્રોના હાથમાં સોંપી રહ્યો છું. હું પુનઃ આહ્વાન આપું છું એ પ્રચંડ ઊર્જાને... જે પરબ્રહ્મ સ્વરૂપે આપ સૌમાં બિરાજમાન છે! આ પુસ્તકને હાથમાં લઈને ફક્ત એક વખત આંખ બંધ કરી જોજો. મને ખાતરી છે કે તમે પણ એ વિશ્વવિહારી વૈકુંઠનિવાસા વિષ્ણુને તમારા હ્રદયમાં પ્રગટ થતાં અનુભવી શકશો. ♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા P.S. આજે મોડી સાંજે આ પુસ્તક ‘નવભારત સાહિત્ય મંદિર’ ખાતે ડિલીવર થયું હોવાથી આપ સૌ વાચકમિત્રોને સોમવાર અને મંગળવારના રોજ ક્રમાનુસાર મળવાનું શરૂ થશે.

Let's Connect

sm2p0