
નવભારત સાહિત્ય મંદિર પરિવાર આપ સહુને મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવે છે. ‘મહા’ અને ‘વીર’ આ બંને શબ્દમાં જ ભગવાન મહાવીરની દિવ્યતા અને દૈવત્વની ઝાંખી થઈ જાય છે. જૈન ધર્મના ચોવીસમાં મહાન તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના જન્મ દિવસે આપ સહુના જીવનમાં અનન્ય સુખ અને શાંતિ પ્રસરી રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ.
મહાવીર જયંતી એ જૈન ધર્મ માટે ખૂબ જ પવિત્ર જ દિવસ છે. આ દિવસને મહાવીર કલ્યાણક તરીકે પણ ઊજવવામાં આવે છે.
વૈદિક, જૈન અને બૌદ્ધ આ ત્રણ ધર્મો ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય અંગ છે. ઈ.પૂ. 598માં બિહારમાના પટણાથી દૂર કુડનિપુરના રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીને ત્યાં પુત્ર જન્મ થયો હતો. તેમનું લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ રાજકુમારી યશોદાદેવી સાથે પરણ્યાં હતાં જેમનાંથી પ્રિયદર્શના નામક પુત્રીરત્નનો જન્મ થયો હતો.
ત્રીસમા વર્ષે ગૃહત્યાગ કરી દીક્ષા લીધી. મન પર વિજય મેળવવા બાર વરસ આકરું તપ કર્યું. કુદરત, માનવ પશુ દ્વારા ઊભી કરાયેલી અનેક મુશ્કેલીઓ સામે અડગ ઊભા રહ્યાં હતાં. તેમના ધૈર્ય અને મનોબળને કારણે તેઓ ‘મહાવીર’ કહેવાયા. પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન લોકોને કરાવવા તે જાગૃત થયા અને લોકોને જાગૃત કરવા સંઘ રચવાનો વિચાર કર્યો. આમ તેઓ ધર્મપ્રચારક બન્યાં.
તેમણે સામાન્ય લોકોની ભાષા પ્રાકૃતભાષામાં ધર્મનો પ્રચાર કર્યો. અને ઉપદેશ આપ્યો. કથાવાર્તા અને દ્રષ્ટાંતોથી ભરપૂર લોકભાષાના વ્યાખ્યાનોથી તેમણે લોકોના દિલ જીત્યાં હતાં. તેમણે બધા જ વર્ણ અને જાતિ માટે ધર્મનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. તેમણે એક જ જાતિ સંઘની વ્યવસ્થા કરી. તેમણે સમ્યક દર્શન –જ્ઞાન અને ચારિત્ર્ય માટે ખૂબ ભાર મૂક્યો છે.
મહાવીર કહેતા,” ઈશ્વર જેવી કોઈ અંતિમ સત્તા નથી. મનુષ્ય જ એના ભાગ્ય વિધાતા છે.મજબુત મનોબળ અને સ્વાશ્રયથી પોતાનો ઉદ્ધાર કરો. ઈશ્વરભક્તિ જ નહિ પણ નીતિ અને સદાચાર પણ ધર્મ છે. દુઃખથી બચવા દુઃખ આપવું બંધ કરો. ત્યાગ અને સંયમનું જીવન જીવવાથી મુક્તિ વહેલી મળે છે. મારો મત સાચો અને બીજાનો મત ખોટો એ દુરાગ્રહ પણ હિંસા છે. ક્ષમા માંગો અને ક્ષમા આપો.”
ઈ. પૂ. 526માં 72 વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યાં.
નવભારત સાહિત્ય મંદિર પરિવાર આપ સહુને મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવે છે. ‘મહા’ અને ‘વીર’ આ બંને શબ્દમાં જ ભગવાન મહાવીરની દિવ્યતા અને દૈવત્વની ઝાંખી થઈ જાય છે. જૈન ધર્મના ચોવીસમાં મહાન તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના જન્મ દિવસે આપ સહુના જીવનમાં અનન્ય સુખ અને શાંતિ પ્રસરી રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. મહાવીર જયંતી એ જૈન ધર્મ માટે ખૂબ જ પવિત્ર જ દિવસ છે. આ દિવસને મહાવીર કલ્યાણક તરીકે પણ ઊજવવામાં આવે છે. વૈદિક, જૈન અને બૌદ્ધ આ ત્રણ ધર્મો ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય અંગ છે. ઈ.પૂ. 598માં બિહારમાના પટણાથી દૂર કુડનિપુરના રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીને ત્યાં પુત્ર જન્મ થયો હતો. તેમનું લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ રાજકુમારી યશોદાદેવી સાથે પરણ્યાં હતાં જેમનાંથી પ્રિયદર્શના નામક પુત્રીરત્નનો જન્મ થયો હતો. ત્રીસમા વર્ષે ગૃહત્યાગ કરી દીક્ષા લીધી. મન પર વિજય મેળવવા બાર વરસ આકરું તપ કર્યું. કુદરત, માનવ પશુ દ્વારા ઊભી કરાયેલી અનેક મુશ્કેલીઓ સામે અડગ ઊભા રહ્યાં હતાં. તેમના ધૈર્ય અને મનોબળને કારણે તેઓ ‘મહાવીર’ કહેવાયા. પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન લોકોને કરાવવા તે જાગૃત થયા અને લોકોને જાગૃત કરવા સંઘ રચવાનો વિચાર કર્યો. આમ તેઓ ધર્મપ્રચારક બન્યાં. તેમણે સામાન્ય લોકોની ભાષા પ્રાકૃતભાષામાં ધર્મનો પ્રચાર કર્યો. અને ઉપદેશ આપ્યો. કથાવાર્તા અને દ્રષ્ટાંતોથી ભરપૂર લોકભાષાના વ્યાખ્યાનોથી તેમણે લોકોના દિલ જીત્યાં હતાં. તેમણે બધા જ વર્ણ અને જાતિ માટે ધર્મનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. તેમણે એક જ જાતિ સંઘની વ્યવસ્થા કરી. તેમણે સમ્યક દર્શન –જ્ઞાન અને ચારિત્ર્ય માટે ખૂબ ભાર મૂક્યો છે. મહાવીર કહેતા,” ઈશ્વર જેવી કોઈ અંતિમ સત્તા નથી. મનુષ્ય જ એના ભાગ્ય વિધાતા છે.મજબુત મનોબળ અને સ્વાશ્રયથી પોતાનો ઉદ્ધાર કરો. ઈશ્વરભક્તિ જ નહિ પણ નીતિ અને સદાચાર પણ ધર્મ છે. દુઃખથી બચવા દુઃખ આપવું બંધ કરો. ત્યાગ અને સંયમનું જીવન જીવવાથી મુક્તિ વહેલી મળે છે. મારો મત સાચો અને બીજાનો મત ખોટો એ દુરાગ્રહ પણ હિંસા છે. ક્ષમા માંગો અને ક્ષમા આપો.” ઈ. પૂ. 526માં 72 વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યાં.