પ્રિય સુભાષ ભટ્ટ પાસે જ્ઞાન અને ચિંતનનો અગાધ ઊંડાણ ધરાવતો કૂવો છે. ગમે તેટલું સીંચો, મીઠું શીતળ જળ કદી ખાલી ના થાય. અમે તો જ્યારે મળીએ ત્યારે અવનવી વાતો ખૂટે જ નહિ, સમય ખૂટે. ગુજરાત સમાચારની રવિપૂર્તિના ત્રીજા પાને "લેન્ડસ્કેપ" કોલમ એમની દર રવિવારે રજામાં મજા કરાવે. અમે સુરત આવી રહ્યા છીએ. કાલે, બુધવાર 4 જાન્યુઆરીએ સાંજે 7 વાગે. સહિયારો સંવાદ અને અમેરિકા કે અમદાવાદ જ્યાં કર્યો ત્યાં અમને જ નહિ, ઓડિયન્સને ય જલસો પડ્યો છે. હમણાં રાજકોટ ને વડોદરા તો 3 કલાક પછી પણ લોકો ખસતા નહોતા ! પણ હજુ સુધી આવી રીતે અમે સુરત સંવાદ કર્યો નહોતો. તો નવભારતના પુસ્તકમેળામાં એ તક મિત્ર રોનકના પ્રેમાગ્રહથી મળી છે. સુભાષ ભટ્ટના પુસ્તકો જોઈને તો પ્રિય મોરારિબાપુ પણ રાજીપો અનુભવે. પણ અનહદ બાનીના ત્રણ સંગ્રહો ઉપરાંત સુભાષભાઈનું એક સરસ મજાનું પુસ્તક છે, "જીવનનામા". ભારેખમ થયા વિના એકદમ તરોતાજા રસપ્રદ ઉદાહરણો અને વાક્યોથી એમણે જીવન જીવવાની કળા એમાં દર્શાવી છે. ખજાનો છે જગત આખામાં ડહાપણનો. મારું હમણાં જ આવેલું ને તરત જ બેસ્ટ સેલર નીવડેલું પુસ્તક છે "લાઇફલાઇન". જીવનના અલગ અલગ રંગોની ઉદાસીથી ઉત્સવ સુધીની યાત્રા છે એમાં. પ્રગટ થયા પહેલા જ એની 1500 જેટલી નકલનું દિવાળી પર એડવાન્સ બુકિંગ હતું. અને એક જ મહિનામાં 3100 કોપીઝની પ્રથમ આવૃત્તિની સ્ટોક ખાલી થઈ ગયો. એટલે એની બીજી આવૃત્તિ આવી ગઈ ડિસેમ્બરમાં. અમે એકબીજા સાથે આ પુસ્તકોના વિષય પર વાતો કરીશું, જીવન બાબતે એકમેક ને સવાલો પૂછીશું. જે જાણ્યું ને માણ્યું એ શેર કરીશું. તમારી સાથે સંવાદ કરીશું. એન્ટ્રી ફ્રી છે. પ્રોગ્રામ ઓપન ફોર ઓલ છે. સુરત ખાતે સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ પર. 4 જાન્યુઆરી 23, બુધવારની શિયાળાની સાંજ વધુ ગુલાબી કરવા આવો મિત્રમંડળ સહિત. ત્યાં અનેક અવનવા પુસ્તકો પણ તમારી રાહ જોતા જશે. અહીં બીજા ફોટા છે એ હમણાં ભાવનગરમાં ટહેલવા નીકળ્યાં ત્યારે મારો નેહલબહેને પાડ્યો ને સુભાષભાઇનો મેં પાડ્યો એનું કોલાજ છે. રસ ધરાવતા લોકોને કહેજો. મોસ્ટ વેલકમ. ~ *જય વસાવડા*

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

પ્રિય સુભાષ ભટ્ટ પાસે જ્ઞાન અને ચિંતનનો અગાધ ઊંડાણ ધરાવતો કૂવો છે. ગમે તેટલું સીંચો, મીઠું શીતળ જળ કદી ખાલી ના થાય. અમે તો જ્યારે મળીએ ત્યારે અવનવી વાતો ખૂટે જ નહિ, સમય ખૂટે. ગુજરાત સમાચારની રવિપૂર્તિના ત્રીજા પાને "લેન્ડસ્કેપ" કોલમ એમની દર રવિવારે રજામાં મજા કરાવે.

અમે સુરત આવી રહ્યા છીએ. કાલે, બુધવાર 4 જાન્યુઆરીએ સાંજે 7 વાગે. સહિયારો સંવાદ અને અમેરિકા કે અમદાવાદ જ્યાં કર્યો ત્યાં અમને જ નહિ, ઓડિયન્સને ય જલસો પડ્યો છે. હમણાં રાજકોટ ને વડોદરા તો 3 કલાક પછી પણ લોકો ખસતા નહોતા ! પણ હજુ સુધી આવી રીતે અમે સુરત સંવાદ કર્યો નહોતો. તો નવભારતના પુસ્તકમેળામાં એ તક મિત્ર રોનકના પ્રેમાગ્રહથી મળી છે.

સુભાષ ભટ્ટના પુસ્તકો જોઈને તો પ્રિય મોરારિબાપુ પણ રાજીપો અનુભવે. પણ અનહદ બાનીના ત્રણ સંગ્રહો ઉપરાંત સુભાષભાઈનું એક સરસ મજાનું પુસ્તક છે, "જીવનનામા". ભારેખમ થયા વિના એકદમ તરોતાજા રસપ્રદ ઉદાહરણો અને વાક્યોથી એમણે જીવન જીવવાની કળા એમાં દર્શાવી છે. ખજાનો છે જગત આખામાં ડહાપણનો. મારું હમણાં જ આવેલું ને તરત જ બેસ્ટ સેલર નીવડેલું પુસ્તક છે "લાઇફલાઇન". જીવનના અલગ અલગ રંગોની ઉદાસીથી ઉત્સવ સુધીની યાત્રા છે એમાં. પ્રગટ થયા પહેલા જ એની 1500 જેટલી નકલનું દિવાળી પર એડવાન્સ બુકિંગ હતું. અને એક જ મહિનામાં 3100 કોપીઝની પ્રથમ આવૃત્તિની સ્ટોક ખાલી થઈ ગયો. એટલે એની બીજી આવૃત્તિ આવી ગઈ ડિસેમ્બરમાં.

અમે એકબીજા સાથે આ પુસ્તકોના વિષય પર વાતો કરીશું, જીવન બાબતે એકમેક ને સવાલો પૂછીશું. જે જાણ્યું ને માણ્યું એ શેર કરીશું. તમારી સાથે સંવાદ કરીશું. એન્ટ્રી ફ્રી છે. પ્રોગ્રામ ઓપન ફોર ઓલ છે. સુરત ખાતે સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ પર. 4 જાન્યુઆરી 23, બુધવારની શિયાળાની સાંજ વધુ ગુલાબી કરવા આવો મિત્રમંડળ સહિત. ત્યાં અનેક અવનવા પુસ્તકો પણ તમારી રાહ જોતા જશે.

અહીં બીજા ફોટા છે એ હમણાં ભાવનગરમાં ટહેલવા નીકળ્યાં ત્યારે મારો નેહલબહેને પાડ્યો ને સુભાષભાઇનો મેં પાડ્યો એનું કોલાજ છે.

રસ ધરાવતા લોકોને કહેજો. મોસ્ટ વેલકમ.

~ *જય વસાવડા* #JV

પ્રિય સુભાષ ભટ્ટ પાસે જ્ઞાન અને ચિંતનનો અગાધ ઊંડાણ ધરાવતો કૂવો છે. ગમે તેટલું સીંચો, મીઠું શીતળ જળ કદી ખાલી ના થાય. અમે તો જ્યારે મળીએ ત્યારે અવનવી વાતો ખૂટે જ નહિ, સમય ખૂટે. ગુજરાત સમાચારની રવિપૂર્તિના ત્રીજા પાને "લેન્ડસ્કેપ" કોલમ એમની દર રવિવારે રજામાં મજા કરાવે. અમે સુરત આવી રહ્યા છીએ. કાલે, બુધવાર 4 જાન્યુઆરીએ સાંજે 7 વાગે. સહિયારો સંવાદ અને અમેરિકા કે અમદાવાદ જ્યાં કર્યો ત્યાં અમને જ નહિ, ઓડિયન્સને ય જલસો પડ્યો છે. હમણાં રાજકોટ ને વડોદરા તો 3 કલાક પછી પણ લોકો ખસતા નહોતા ! પણ હજુ સુધી આવી રીતે અમે સુરત સંવાદ કર્યો નહોતો. તો નવભારતના પુસ્તકમેળામાં એ તક મિત્ર રોનકના પ્રેમાગ્રહથી મળી છે. સુભાષ ભટ્ટના પુસ્તકો જોઈને તો પ્રિય મોરારિબાપુ પણ રાજીપો અનુભવે. પણ અનહદ બાનીના ત્રણ સંગ્રહો ઉપરાંત સુભાષભાઈનું એક સરસ મજાનું પુસ્તક છે, "જીવનનામા". ભારેખમ થયા વિના એકદમ તરોતાજા રસપ્રદ ઉદાહરણો અને વાક્યોથી એમણે જીવન જીવવાની કળા એમાં દર્શાવી છે. ખજાનો છે જગત આખામાં ડહાપણનો. મારું હમણાં જ આવેલું ને તરત જ બેસ્ટ સેલર નીવડેલું પુસ્તક છે "લાઇફલાઇન". જીવનના અલગ અલગ રંગોની ઉદાસીથી ઉત્સવ સુધીની યાત્રા છે એમાં. પ્રગટ થયા પહેલા જ એની 1500 જેટલી નકલનું દિવાળી પર એડવાન્સ બુકિંગ હતું. અને એક જ મહિનામાં 3100 કોપીઝની પ્રથમ આવૃત્તિની સ્ટોક ખાલી થઈ ગયો. એટલે એની બીજી આવૃત્તિ આવી ગઈ ડિસેમ્બરમાં. અમે એકબીજા સાથે આ પુસ્તકોના વિષય પર વાતો કરીશું, જીવન બાબતે એકમેક ને સવાલો પૂછીશું. જે જાણ્યું ને માણ્યું એ શેર કરીશું. તમારી સાથે સંવાદ કરીશું. એન્ટ્રી ફ્રી છે. પ્રોગ્રામ ઓપન ફોર ઓલ છે. સુરત ખાતે સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ પર. 4 જાન્યુઆરી 23, બુધવારની શિયાળાની સાંજ વધુ ગુલાબી કરવા આવો મિત્રમંડળ સહિત. ત્યાં અનેક અવનવા પુસ્તકો પણ તમારી રાહ જોતા જશે. અહીં બીજા ફોટા છે એ હમણાં ભાવનગરમાં ટહેલવા નીકળ્યાં ત્યારે મારો નેહલબહેને પાડ્યો ને સુભાષભાઇનો મેં પાડ્યો એનું કોલાજ છે. રસ ધરાવતા લોકોને કહેજો. મોસ્ટ વેલકમ. ~ *જય વસાવડા* #JV

#JV

Let's Connect

sm2p0