
“આજથી આપ સૌ વાચકમિત્રોને ‘આનંદતાંડવ’ પુસ્તક મળવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ‘નમઃ શ્રેણી’ના તમામ પુસ્તકો માટે લેવાયેલાં એક ખાસ સંકલ્પ અંગે વાત કરવી છે. સીરિઝના પ્રત્યેક ભાગોમાં જે-તે દેવી-દેવતાના યાંત્રિક ઊર્જાસ્વરૂપ (2D Form of Supreme Divine)નું નિરૂપણ કરવામાં આવશે, જેનો આરંભ ‘આનંદતાંડવ’માં (અંદરના કવર-પેજ ઉપર) દેવાધિદેવના યંત્ર-સ્વરૂપ ‘શ્રી શિવ યંત્ર’ મૂકવા સાથે થઈ છે. પાછલાં ૧૪ વર્ષોમાં મારી અંગત સાધના/અનુષ્ઠાનોમાં જે યંત્રો પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દેવતાનું આહ્વાન કરવામાં આવ્યું છે, એનો લાભ વાચકમિત્રો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે.
‘શ્રી શિવ યંત્ર’ને કેન્દ્રમાં રાખીને જો સંપૂર્ણ સમર્પણભાવ સાથે ‘મહામૃત્યુંજય મંત્ર’ના પાઠ કરવામાં આવે, તો તેની હકારાત્મક અસર તમારા રોજિંદા જીવન પર અવશ્ય જોવા મળશે. પાછલાં વર્ષોમાં યંત્રસાધના થકી મને જે પરિણામ મળ્યું છે, એ આજથી આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. મંત્ર, તંત્ર અને યંત્ર પરંપરાનો ગુણાતીત સમન્વય આ પુસ્તકોની પ્રમુખ વિશેષતા બનીને રહેશે, એ વાતની મને ખાતરી છે. પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થકી તમે પણ અઘોરાધિપતિના પાવન સ્વરૂપને પામી શકો એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું.
‘આનંદતાંડવ’ પુસ્તક આજથી મારું નહીં, આપ સૌનું થયું. પ્રતિભાવની રાહ રહેશે. અને હા, એક નાનકડી સરપ્રાઈઝ આપ સૌ માટે પ્લાન કરી છે. ટૂંક સમયમાં એ અંગે જાણ કરીશ. તો આવો, સાથે મળીને વેદિક સંસ્કૃતિ તરફ પ્રસ્થાન કરીએ...
ૐ શિવાર્પણમસ્તુ... 💐🙏🏼”
- પરખ ભટ્ટ
#shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav
“આજથી આપ સૌ વાચકમિત્રોને ‘આનંદતાંડવ’ પુસ્તક મળવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ‘નમઃ શ્રેણી’ના તમામ પુસ્તકો માટે લેવાયેલાં એક ખાસ સંકલ્પ અંગે વાત કરવી છે. સીરિઝના પ્રત્યેક ભાગોમાં જે-તે દેવી-દેવતાના યાંત્રિક ઊર્જાસ્વરૂપ (2D Form of Supreme Divine)નું નિરૂપણ કરવામાં આવશે, જેનો આરંભ ‘આનંદતાંડવ’માં (અંદરના કવર-પેજ ઉપર) દેવાધિદેવના યંત્ર-સ્વરૂપ ‘શ્રી શિવ યંત્ર’ મૂકવા સાથે થઈ છે. પાછલાં ૧૪ વર્ષોમાં મારી અંગત સાધના/અનુષ્ઠાનોમાં જે યંત્રો પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દેવતાનું આહ્વાન કરવામાં આવ્યું છે, એનો લાભ વાચકમિત્રો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. ‘શ્રી શિવ યંત્ર’ને કેન્દ્રમાં રાખીને જો સંપૂર્ણ સમર્પણભાવ સાથે ‘મહામૃત્યુંજય મંત્ર’ના પાઠ કરવામાં આવે, તો તેની હકારાત્મક અસર તમારા રોજિંદા જીવન પર અવશ્ય જોવા મળશે. પાછલાં વર્ષોમાં યંત્રસાધના થકી મને જે પરિણામ મળ્યું છે, એ આજથી આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. મંત્ર, તંત્ર અને યંત્ર પરંપરાનો ગુણાતીત સમન્વય આ પુસ્તકોની પ્રમુખ વિશેષતા બનીને રહેશે, એ વાતની મને ખાતરી છે. પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થકી તમે પણ અઘોરાધિપતિના પાવન સ્વરૂપને પામી શકો એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. ‘આનંદતાંડવ’ પુસ્તક આજથી મારું નહીં, આપ સૌનું થયું. પ્રતિભાવની રાહ રહેશે. અને હા, એક નાનકડી સરપ્રાઈઝ આપ સૌ માટે પ્લાન કરી છે. ટૂંક સમયમાં એ અંગે જાણ કરીશ. તો આવો, સાથે મળીને વેદિક સંસ્કૃતિ તરફ પ્રસ્થાન કરીએ... ૐ શિવાર્પણમસ્તુ... 💐🙏🏼” - પરખ ભટ્ટ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav