
"રેન્ડિયર્સ"
એક એક પેજ ઉથલાવતા ફેરવતાં ક્યારે 28 પ્રકરણ પૂરાં થઈ ગયાં ખબર જ ના પડી.
ક્યારેક હું માધવ બની જતો, ક્યારેક હું હિમ્મત, ધમો ને આ ત્રણેયને શીખામણ આપવા માટે ક્યારે હું જીવાભાઈ બની જતો ખબર જ ના પડતી. ક્યારેક એમનાં નિર્દોષ હાસ્યમાં હસી પડાતું તો વળી ગમગીન પણ થઈ જવાતું.
માધવ ધમો હિમ્મત શિલ્પા ને સોનલ સાથેનાં લગાવથી નવલકથાને અધૂરી ના છોડી શક્યો. એકએક અક્ષર વાંચવા ને બદલે ગટગટાવી પીવાની વધારે મજા આવી. કુલીયાથી શરૂ થતી વાત ક્યારે જીવાભાઈથી પુરી થઈ જાય ને હાસ્યની સાથે ગળગળા કરી જાય.
"તું યાદ રાખજે ભવિષ્યમાં આ દિવસો તને મિસ થશે."
"મોજ અને મોકો મળે ત્યારે લઈ લેવાનાં."
"આપણે સુખડી નથી બનાવતા, પણ ભવિષ્યમાં પ્રેમથી યાદ કરી શકાય તેવી યાદો બનાવીએ છીએ."
ધમાની વાત પણ મીઠી સુખડીની જેમ આપણા ગળે ઉતરી જાય ને હોસ્ટેલની યાદો સુધી ઢસડી જાય, યાદો તાજી કરતી જાય. એક એક વાત એવી રીતે રજૂ કરી છે કે કાબિલેદાદ છે, મજા આવી જાય.
અરે ધમાને જીવાભાઈનાં ઝઘડામાં તો રીતસર વિચારનો વંટોળ શરૂ થઈ જાય કે ધમાની ધોરણ 10ની પરીક્ષા આપવા દે તો સારું એવી ચિંતા પણ થવા લાગે. ને સાથેસાથે બધાં શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીનું વાંચન, તેની વાતચીત સાથે નિષ્પન્ન થતું હાસ્ય, ને સાથે સાથે વાત આગળ વધતી મૂળ રેન્ડિયર્સ વિશેનો મજાનો ખુલાસો, પણ સૌને ગમશે.
લેખકને રેન્ડિયર્સ માટે ખૂબ ખૂબ આવકાર અને ખૂબ અભિનંદન શુભેચ્છાઓ. વાંચવા અને મિત્રોને ગિફ્ટ આપવા તેમજ પોતાની લાઈબ્રેરીમાં વસાવવા માટે સરસ નવલકથા છે.
- સાટિયા નિલેશ મન
-----------
નિલેશ સાટિયાએ નવલકથા વાંચી. ખૂબ વખાણી. બીજા મિત્રો માટે પણ મંગાવી. તમે હજી ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો.
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
#reindeers #anilchavda #navbharatsahityamandir
"રેન્ડિયર્સ" એક એક પેજ ઉથલાવતા ફેરવતાં ક્યારે 28 પ્રકરણ પૂરાં થઈ ગયાં ખબર જ ના પડી. ક્યારેક હું માધવ બની જતો, ક્યારેક હું હિમ્મત, ધમો ને આ ત્રણેયને શીખામણ આપવા માટે ક્યારે હું જીવાભાઈ બની જતો ખબર જ ના પડતી. ક્યારેક એમનાં નિર્દોષ હાસ્યમાં હસી પડાતું તો વળી ગમગીન પણ થઈ જવાતું. માધવ ધમો હિમ્મત શિલ્પા ને સોનલ સાથેનાં લગાવથી નવલકથાને અધૂરી ના છોડી શક્યો. એકએક અક્ષર વાંચવા ને બદલે ગટગટાવી પીવાની વધારે મજા આવી. કુલીયાથી શરૂ થતી વાત ક્યારે જીવાભાઈથી પુરી થઈ જાય ને હાસ્યની સાથે ગળગળા કરી જાય. "તું યાદ રાખજે ભવિષ્યમાં આ દિવસો તને મિસ થશે." "મોજ અને મોકો મળે ત્યારે લઈ લેવાનાં." "આપણે સુખડી નથી બનાવતા, પણ ભવિષ્યમાં પ્રેમથી યાદ કરી શકાય તેવી યાદો બનાવીએ છીએ." ધમાની વાત પણ મીઠી સુખડીની જેમ આપણા ગળે ઉતરી જાય ને હોસ્ટેલની યાદો સુધી ઢસડી જાય, યાદો તાજી કરતી જાય. એક એક વાત એવી રીતે રજૂ કરી છે કે કાબિલેદાદ છે, મજા આવી જાય. અરે ધમાને જીવાભાઈનાં ઝઘડામાં તો રીતસર વિચારનો વંટોળ શરૂ થઈ જાય કે ધમાની ધોરણ 10ની પરીક્ષા આપવા દે તો સારું એવી ચિંતા પણ થવા લાગે. ને સાથેસાથે બધાં શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીનું વાંચન, તેની વાતચીત સાથે નિષ્પન્ન થતું હાસ્ય, ને સાથે સાથે વાત આગળ વધતી મૂળ રેન્ડિયર્સ વિશેનો મજાનો ખુલાસો, પણ સૌને ગમશે. લેખકને રેન્ડિયર્સ માટે ખૂબ ખૂબ આવકાર અને ખૂબ અભિનંદન શુભેચ્છાઓ. વાંચવા અને મિત્રોને ગિફ્ટ આપવા તેમજ પોતાની લાઈબ્રેરીમાં વસાવવા માટે સરસ નવલકથા છે. - સાટિયા નિલેશ મન ----------- નિલેશ સાટિયાએ નવલકથા વાંચી. ખૂબ વખાણી. બીજા મિત્રો માટે પણ મંગાવી. તમે હજી ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો. પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA #reindeers #anilchavda #navbharatsahityamandir