“હિન્દી સાહિત્ય ભણી નવી યાત્રા... ચારેક મહિના સુધી થંભી ગયેલું મારું અંગત ભાવવિશ્વ હવે ફરી ગતિમાન થઈ ચૂક્યું છે, ત્યારે હું અને રાજ આપ સૌ પ્રિય વાચકમિત્રો સાથે આનંદના સમાચાર વહેંચવા આતુર છીએ. હિન્દી ભાષાના ટોચના સાહિત્યકારો અને લેખકોના પુસ્તકો પ્રકાશિત કરનાર ભારતના અગ્રગણ્ય ‘પ્રભાત પ્રકાશન’ દ્વારા મહા-અસુર શ્રેણીના પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાના અધિકાર ખરીદી લેવામાં આવ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત બેસ્ટ-સેલિંગ નવલકથા ‘મૃત્યુંજય’ હવે સમગ્ર દેશના હિન્દી પાઠકો સુધી પહોંચવા જઈ રહી છે. વર્ષ 2017થી જે મૉડર્ન માયથોલોજિકલ સીરિઝ પર અમે કામ શરૂ કર્યુ હતું, એ આજે ભાષા અને રાજ્યના સીમાડાં ઓળંગી રહી છે ત્યારે આનંદની સાથોસાથ કૃતજ્ઞતાની લાગણી અનુભવાઈ રહી છે. ઈશ્વરના આશીર્વાદ ક્ષણે-ક્ષણે આ શ્રેણીને પ્રાપ્ત થયા છે, આપ સૌ વાચકમિત્રોનો અખૂટ પ્રેમ, સ્નેહ અને હૂંફ અમને પીઠબળ પૂરું પાડતાં રહ્યા છે. નવા કલેવર અને વાઘા ધારણ કરીને આ શ્રેણી આગામી મહિનાઓમાં ભારતભરના હિન્દી વાચકોના હાથમાં પહોંચશે, ત્યારે એમના પ્રતિભાવોની રાહમાં ફરી વખત અમારી ઊંઘ અદ્રશ્ય થઈ જશે... રાત ઉજાગરા વધશે; પણ એ મીઠી અનિદ્રા અને વલોપાતની પણ પ્રતિક્ષા છે! અમારી આ કૃતિ પર ભરોસો મૂકનારા @prabhatprakashan @prabhatbooks ના પ્રકાશકો શ્રી પિયુષકુમાર સર અને શ્રી પ્રભાતકુમાર સરનો અમે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. 7000+ હિન્દી પુસ્તકો, 1000+ અંગ્રેજી પુસ્તકો, 10,000+ ઈ-બૂક્સ, 500+ ઑડિયો બૂક્સ પ્રકાશિત કરનાર ‘પ્રભાત પ્રકાશન’ના મૂળિયાં વર્ષ 1958માં રોપાયા હતાં. 6 દાયકા કરતાં વધુની પ્રકાશનયાત્રા દરમિયાન આ નામાંકિત પ્રકાશનગૃહ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, નેપોલિયન હિલ, સાયના નેહવાલ, ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, યોગી આદિત્યનાથ, મમતા બેનર્જી, જે.આર.ડી. ટાટા તેમજ વર્તમાન સમયના પ્રસિદ્ધ લેખકો – ચેતન ભગત, સુધા મૂર્તિ, દીપક ચોપરા, રોબિન શર્મા, કૈલાશ સત્યાર્થી, લુઈસ એલ. હે, રવિ સુબ્રમણ્યન, સોનાલી બેન્દ્રે બહલ, આશુતોષ રાણા, અનુપમ ખેર, બ્રાયન ટ્રેસી, ડેલ કારનેગી, જોસેફ મર્ફી, દિનકર જોશી, સરોજ બાલા વગેરે જેવા 1500 થી વધારે સુપ્રસિદ્ધ મહાનુભાવોના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે.” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“હિન્દી સાહિત્ય ભણી નવી યાત્રા...

ચારેક મહિના સુધી થંભી ગયેલું મારું અંગત ભાવવિશ્વ હવે ફરી ગતિમાન થઈ ચૂક્યું છે, ત્યારે હું અને રાજ આપ સૌ પ્રિય વાચકમિત્રો સાથે આનંદના સમાચાર વહેંચવા આતુર છીએ. હિન્દી ભાષાના ટોચના સાહિત્યકારો અને લેખકોના પુસ્તકો પ્રકાશિત કરનાર ભારતના અગ્રગણ્ય ‘પ્રભાત પ્રકાશન’ દ્વારા મહા-અસુર શ્રેણીના પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાના અધિકાર ખરીદી લેવામાં આવ્યા છે.

‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત બેસ્ટ-સેલિંગ નવલકથા ‘મૃત્યુંજય’ હવે સમગ્ર દેશના હિન્દી પાઠકો સુધી પહોંચવા જઈ રહી છે. વર્ષ 2017થી જે મૉડર્ન માયથોલોજિકલ સીરિઝ પર અમે કામ શરૂ કર્યુ હતું, એ આજે ભાષા અને રાજ્યના સીમાડાં ઓળંગી રહી છે ત્યારે આનંદની સાથોસાથ કૃતજ્ઞતાની લાગણી અનુભવાઈ રહી છે. ઈશ્વરના આશીર્વાદ ક્ષણે-ક્ષણે આ શ્રેણીને પ્રાપ્ત થયા છે, આપ સૌ વાચકમિત્રોનો અખૂટ પ્રેમ, સ્નેહ અને હૂંફ અમને પીઠબળ પૂરું પાડતાં રહ્યા છે.

નવા કલેવર અને વાઘા ધારણ કરીને આ શ્રેણી આગામી મહિનાઓમાં ભારતભરના હિન્દી વાચકોના હાથમાં પહોંચશે, ત્યારે એમના પ્રતિભાવોની રાહમાં ફરી વખત અમારી ઊંઘ અદ્રશ્ય થઈ જશે... રાત ઉજાગરા વધશે; પણ એ મીઠી અનિદ્રા અને વલોપાતની પણ પ્રતિક્ષા છે!

અમારી આ કૃતિ પર ભરોસો મૂકનારા @prabhatprakashan @prabhatbooks ના પ્રકાશકો શ્રી પિયુષકુમાર સર અને શ્રી પ્રભાતકુમાર સરનો અમે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. 7000+ હિન્દી પુસ્તકો, 1000+ અંગ્રેજી પુસ્તકો, 10,000+ ઈ-બૂક્સ, 500+ ઑડિયો બૂક્સ પ્રકાશિત કરનાર ‘પ્રભાત પ્રકાશન’ના મૂળિયાં વર્ષ 1958માં રોપાયા હતાં.

6 દાયકા કરતાં વધુની પ્રકાશનયાત્રા દરમિયાન આ નામાંકિત પ્રકાશનગૃહ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, નેપોલિયન હિલ, સાયના નેહવાલ, ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, યોગી આદિત્યનાથ, મમતા બેનર્જી, જે.આર.ડી. ટાટા તેમજ વર્તમાન સમયના પ્રસિદ્ધ લેખકો – ચેતન ભગત, સુધા મૂર્તિ, દીપક ચોપરા, રોબિન શર્મા, કૈલાશ સત્યાર્થી, લુઈસ એલ. હે, રવિ સુબ્રમણ્યન, સોનાલી બેન્દ્રે બહલ, આશુતોષ રાણા, અનુપમ ખેર, બ્રાયન ટ્રેસી, ડેલ કારનેગી, જોસેફ મર્ફી, દિનકર જોશી, સરોજ બાલા વગેરે જેવા 1500 થી વધારે સુપ્રસિદ્ધ મહાનુભાવોના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે.”

- પરખ ભટ્ટ અને રાજ જાવિયા

“હિન્દી સાહિત્ય ભણી નવી યાત્રા... ચારેક મહિના સુધી થંભી ગયેલું મારું અંગત ભાવવિશ્વ હવે ફરી ગતિમાન થઈ ચૂક્યું છે, ત્યારે હું અને રાજ આપ સૌ પ્રિય વાચકમિત્રો સાથે આનંદના સમાચાર વહેંચવા આતુર છીએ. હિન્દી ભાષાના ટોચના સાહિત્યકારો અને લેખકોના પુસ્તકો પ્રકાશિત કરનાર ભારતના અગ્રગણ્ય ‘પ્રભાત પ્રકાશન’ દ્વારા મહા-અસુર શ્રેણીના પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાના અધિકાર ખરીદી લેવામાં આવ્યા છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત બેસ્ટ-સેલિંગ નવલકથા ‘મૃત્યુંજય’ હવે સમગ્ર દેશના હિન્દી પાઠકો સુધી પહોંચવા જઈ રહી છે. વર્ષ 2017થી જે મૉડર્ન માયથોલોજિકલ સીરિઝ પર અમે કામ શરૂ કર્યુ હતું, એ આજે ભાષા અને રાજ્યના સીમાડાં ઓળંગી રહી છે ત્યારે આનંદની સાથોસાથ કૃતજ્ઞતાની લાગણી અનુભવાઈ રહી છે. ઈશ્વરના આશીર્વાદ ક્ષણે-ક્ષણે આ શ્રેણીને પ્રાપ્ત થયા છે, આપ સૌ વાચકમિત્રોનો અખૂટ પ્રેમ, સ્નેહ અને હૂંફ અમને પીઠબળ પૂરું પાડતાં રહ્યા છે. નવા કલેવર અને વાઘા ધારણ કરીને આ શ્રેણી આગામી મહિનાઓમાં ભારતભરના હિન્દી વાચકોના હાથમાં પહોંચશે, ત્યારે એમના પ્રતિભાવોની રાહમાં ફરી વખત અમારી ઊંઘ અદ્રશ્ય થઈ જશે... રાત ઉજાગરા વધશે; પણ એ મીઠી અનિદ્રા અને વલોપાતની પણ પ્રતિક્ષા છે! અમારી આ કૃતિ પર ભરોસો મૂકનારા @prabhatprakashan @prabhatbooks ના પ્રકાશકો શ્રી પિયુષકુમાર સર અને શ્રી પ્રભાતકુમાર સરનો અમે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. 7000+ હિન્દી પુસ્તકો, 1000+ અંગ્રેજી પુસ્તકો, 10,000+ ઈ-બૂક્સ, 500+ ઑડિયો બૂક્સ પ્રકાશિત કરનાર ‘પ્રભાત પ્રકાશન’ના મૂળિયાં વર્ષ 1958માં રોપાયા હતાં. 6 દાયકા કરતાં વધુની પ્રકાશનયાત્રા દરમિયાન આ નામાંકિત પ્રકાશનગૃહ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, નેપોલિયન હિલ, સાયના નેહવાલ, ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, યોગી આદિત્યનાથ, મમતા બેનર્જી, જે.આર.ડી. ટાટા તેમજ વર્તમાન સમયના પ્રસિદ્ધ લેખકો – ચેતન ભગત, સુધા મૂર્તિ, દીપક ચોપરા, રોબિન શર્મા, કૈલાશ સત્યાર્થી, લુઈસ એલ. હે, રવિ સુબ્રમણ્યન, સોનાલી બેન્દ્રે બહલ, આશુતોષ રાણા, અનુપમ ખેર, બ્રાયન ટ્રેસી, ડેલ કારનેગી, જોસેફ મર્ફી, દિનકર જોશી, સરોજ બાલા વગેરે જેવા 1500 થી વધારે સુપ્રસિદ્ધ મહાનુભાવોના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે.” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Let's Connect

sm2p0