
આ 20 જૂન એટલે કે
વિશ્વ શરણાર્થી દિવસે આવી રહ્યું છે....
કંઈક ચોંકાવનારું... ધમાકેદાર...
એ પણ ગુજરાતીમાં...
કેમ શરણાર્થી દિવસે જ...? એ વાત પછી, પણ પહેલા તો સાચ્ચું કહેજો કે તમને ખબર હતી કે 20 જૂને શરણાર્થી દિવસ છે?
નહીં જ ખબર હોય. 19 જૂને આવતા ફાધર્સ ડેની કદાચ ખબર હશે, પણ એના પછીના જ દિવસે આવતો આ 'ડે' ભાગ્યે જ કોઈને યાદ રહે છે. આ દિવસની પોતાની હાલત પણ શરણાર્થીઓ જેવી જ હોય છે. એ ભૂલાઈ જાય છે. ફાધર્સ ડે પછી તરત જ જેમનો દિવસ આવે છે એવા શરણાર્થીઓ ભૂલાઈ જાય છે કારણ કે એમના ફાધર તો કદાચ હયાત હોય છે, પણ એમણે પોતાની માતા ગુમાવી દીધી હોય છે - ધરતી માતા.
આવા જ વતનઝુરાપાથી પીડાતા શરણાર્થીઓ છે કાશ્મીરી પંડિતો. શરમની વાત છે કે તેઓ પોતાના દેશમાં જ 'શરણાર્થી' છે. 'કાશ્મીર ફાઈલ્સ'ના કારણે તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા, હવે એક એવા વ્યક્તિના 'જીવનની ફાઈલ' સામે આવી રહી છે જેના મૂળ કાશ્મીરમાં છે અને જે પંડિતોનો સૌથી મોટો 'સેલિબ્રિટી વોઈસ' છે.
...અને યાદ રાખજો કે 'જાણ્યે-અજાણ્યે' આ જે દસ્તાવેજ સામે આવી રહ્યો છે એનો કાશ્મીર અને પંડિતો તો એક બહુ નાનકડો ભાગ છે. એ 'ફાઈલ્સ'માં એવું ઘણું બધું છે જે તમને અને આ દેશને ચોંકાવી શકે છે. ચોંકાવી ચુક્યું છે.
આ પોસ્ટનો સારાંશ જ એ છે કે તૈયાર રહેજો કારણ કે જીવનમાં કંઈપણ થઈ શકે છે...!
- @tushar_dave89
#world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language
આ 20 જૂન એટલે કે વિશ્વ શરણાર્થી દિવસે આવી રહ્યું છે.... કંઈક ચોંકાવનારું... ધમાકેદાર... એ પણ ગુજરાતીમાં... કેમ શરણાર્થી દિવસે જ...? એ વાત પછી, પણ પહેલા તો સાચ્ચું કહેજો કે તમને ખબર હતી કે 20 જૂને શરણાર્થી દિવસ છે? નહીં જ ખબર હોય. 19 જૂને આવતા ફાધર્સ ડેની કદાચ ખબર હશે, પણ એના પછીના જ દિવસે આવતો આ 'ડે' ભાગ્યે જ કોઈને યાદ રહે છે. આ દિવસની પોતાની હાલત પણ શરણાર્થીઓ જેવી જ હોય છે. એ ભૂલાઈ જાય છે. ફાધર્સ ડે પછી તરત જ જેમનો દિવસ આવે છે એવા શરણાર્થીઓ ભૂલાઈ જાય છે કારણ કે એમના ફાધર તો કદાચ હયાત હોય છે, પણ એમણે પોતાની માતા ગુમાવી દીધી હોય છે - ધરતી માતા. આવા જ વતનઝુરાપાથી પીડાતા શરણાર્થીઓ છે કાશ્મીરી પંડિતો. શરમની વાત છે કે તેઓ પોતાના દેશમાં જ 'શરણાર્થી' છે. 'કાશ્મીર ફાઈલ્સ'ના કારણે તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા, હવે એક એવા વ્યક્તિના 'જીવનની ફાઈલ' સામે આવી રહી છે જેના મૂળ કાશ્મીરમાં છે અને જે પંડિતોનો સૌથી મોટો 'સેલિબ્રિટી વોઈસ' છે. ...અને યાદ રાખજો કે 'જાણ્યે-અજાણ્યે' આ જે દસ્તાવેજ સામે આવી રહ્યો છે એનો કાશ્મીર અને પંડિતો તો એક બહુ નાનકડો ભાગ છે. એ 'ફાઈલ્સ'માં એવું ઘણું બધું છે જે તમને અને આ દેશને ચોંકાવી શકે છે. ચોંકાવી ચુક્યું છે. આ પોસ્ટનો સારાંશ જ એ છે કે તૈયાર રહેજો કારણ કે જીવનમાં કંઈપણ થઈ શકે છે...! - @tushar_dave89 #world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language