
એક શેઠ ને કેસર-કસ્તૂરીનો વેપાર હતો. મુનીમની સલાહ લીધી. મુનીમ કહે, સુમાત્રામાં કેસર-કસ્તૂરીનો સારો ભાવ મળે. શેઠ, વહાણમાં માલ ભરી ત્યાં ગયા. સંધ્યા સમય થઇ ગયો હતો તેથી શેઠે માલ સવારે ઉતારવાનું વિચાર્યું.
હવે, શેઠના ભાવિકો કાંઠે ગયા.ચાર-પાંચ ઠગ સાધુવેશે ત્યાં શિકાર શોધવા ધૂણી ધખાવી બેઠા હતા. વાત વાતમાં બધી માહિતી મેળવી લીધી.
રાત્રે જયારે શેઠ એકલા ફરવા નીકળ્યા ત્યારે આ ઠગ સાધુઓએ ભવિષયવાણીના બહાને શેઠને ભોળવી લીધા અને કેસર-કસ્તૂરીના બદલામાં 'શેઠ જે માંગે તે આપવા' નું લખાણ કરી આપવા બાંધી લીધા. શેઠ માલ ઉતારી પાછા ગયા. મુનીમને લખાણ બતાવ્યું... મુનીમ સમજી ગયા - શેઠ તમને ઠગો છેતરી ગયા.
શેઠે હવે સોદો ફોક થાય અને માલ પાછો મળે તેવી યુક્તિ શોધવા મુનીમને વિનંતી કરી...
મુનીમે માલ સાથે ઠગોને પોલીસચોકીએ હાજર રાખ્યા અને શેઠને વસ્તુ માંગવા કહ્યું.
શેઠ કહે, 'મારા પુત્રની દવા માટે એક કોથોડો ભરી મચ્છરના હાડકાં અપો' ને ઠગ લોકો હારી ગયા... લખાણ રદ થયું - માલ પાછો મળ્યો. જેવાની સાથે તેવા જ થવું પડે.
"સુપ્રભાતામ્", સુરેશ પ્રા. ભટ્ટ
Call 9825032340 for queries.
#FromtheBook #NavbharatSahityaMandir #Books #Reading
એક શેઠ ને કેસર-કસ્તૂરીનો વેપાર હતો. મુનીમની સલાહ લીધી. મુનીમ કહે, સુમાત્રામાં કેસર-કસ્તૂરીનો સારો ભાવ મળે. શેઠ, વહાણમાં માલ ભરી ત્યાં ગયા. સંધ્યા સમય થઇ ગયો હતો તેથી શેઠે માલ સવારે ઉતારવાનું વિચાર્યું. હવે, શેઠના ભાવિકો કાંઠે ગયા.ચાર-પાંચ ઠગ સાધુવેશે ત્યાં શિકાર શોધવા ધૂણી ધખાવી બેઠા હતા. વાત વાતમાં બધી માહિતી મેળવી લીધી. રાત્રે જયારે શેઠ એકલા ફરવા નીકળ્યા ત્યારે આ ઠગ સાધુઓએ ભવિષયવાણીના બહાને શેઠને ભોળવી લીધા અને કેસર-કસ્તૂરીના બદલામાં 'શેઠ જે માંગે તે આપવા' નું લખાણ કરી આપવા બાંધી લીધા. શેઠ માલ ઉતારી પાછા ગયા. મુનીમને લખાણ બતાવ્યું... મુનીમ સમજી ગયા - શેઠ તમને ઠગો છેતરી ગયા. શેઠે હવે સોદો ફોક થાય અને માલ પાછો મળે તેવી યુક્તિ શોધવા મુનીમને વિનંતી કરી... મુનીમે માલ સાથે ઠગોને પોલીસચોકીએ હાજર રાખ્યા અને શેઠને વસ્તુ માંગવા કહ્યું. શેઠ કહે, 'મારા પુત્રની દવા માટે એક કોથોડો ભરી મચ્છરના હાડકાં અપો' ને ઠગ લોકો હારી ગયા... લખાણ રદ થયું - માલ પાછો મળ્યો. જેવાની સાથે તેવા જ થવું પડે. "સુપ્રભાતામ્", સુરેશ પ્રા. ભટ્ટ Call 9825032340 for queries. #FromtheBook #NavbharatSahityaMandir #Books #Reading