
:: તેર માસ::
ખેરાળુ તાલુકાના સરતાનપુર ગામના વતની દોલાભાઈ માનસિંહ.
એક દિવસ સૂકા ઘાસના ગાડા પર બેસીને ઘર બાજુ જઈ રહ્યા હતા. ત્યાં અચાનક તૂટેલા વીજળીના દોરડાથી માથામાં કરંટ લાગ્યો.
દોઢ વીઘાં જમીન પર સાત માણસના કુટુંબનો ભાર અને ઘરના મોભીની આ હાલત... દોલાભાઈને બાજુના ગામની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા... પાસે પૈસા નહતા એટલે જમીન વેચી દીધી... રૂપિયા ત્રણ હજાર જેટલો ખર્ચ થઇ ગયો પણ દોલતભાઈ ની હાલતમાં કોઈ સુધારો ન થયો…
છેવટે ત્યાંના ડોક્ટરની સલાહથી ઊછીના રૂપિયા બસો લઈને વાડીલાલ હોસ્પિટલમાં લાવ્યા... સ્કીન ગ્રાફટિંગ કરવાનું હોવાથી સાત સાત વાર ઓપરેશન કર્યા અને તેર માસ સુધી હોસ્પિટલમાં રાખવા પડ્યા.
સંસ્થાએ દોલાભાઈને દવાની તથા ફળફળાદિની ખૂબ મદદ કરી. તેર માસ પછી દોલાભાઈ જયારે વતન જવા નીકળ્યા ત્યારે પણ સંસ્થાએ મદદ કરી.
આંખમાં આંસુ અને આશીર્વાદ સિવાય દોલાભાઈ પાસે આપવાનું કશું નહોતું.
#FromtheBook #NavbharatSahityaMandir #Books #Reading
:: તેર માસ:: ખેરાળુ તાલુકાના સરતાનપુર ગામના વતની દોલાભાઈ માનસિંહ. એક દિવસ સૂકા ઘાસના ગાડા પર બેસીને ઘર બાજુ જઈ રહ્યા હતા. ત્યાં અચાનક તૂટેલા વીજળીના દોરડાથી માથામાં કરંટ લાગ્યો. દોઢ વીઘાં જમીન પર સાત માણસના કુટુંબનો ભાર અને ઘરના મોભીની આ હાલત... દોલાભાઈને બાજુના ગામની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા... પાસે પૈસા નહતા એટલે જમીન વેચી દીધી... રૂપિયા ત્રણ હજાર જેટલો ખર્ચ થઇ ગયો પણ દોલતભાઈ ની હાલતમાં કોઈ સુધારો ન થયો… છેવટે ત્યાંના ડોક્ટરની સલાહથી ઊછીના રૂપિયા બસો લઈને વાડીલાલ હોસ્પિટલમાં લાવ્યા... સ્કીન ગ્રાફટિંગ કરવાનું હોવાથી સાત સાત વાર ઓપરેશન કર્યા અને તેર માસ સુધી હોસ્પિટલમાં રાખવા પડ્યા. સંસ્થાએ દોલાભાઈને દવાની તથા ફળફળાદિની ખૂબ મદદ કરી. તેર માસ પછી દોલાભાઈ જયારે વતન જવા નીકળ્યા ત્યારે પણ સંસ્થાએ મદદ કરી. આંખમાં આંસુ અને આશીર્વાદ સિવાય દોલાભાઈ પાસે આપવાનું કશું નહોતું. #FromtheBook #NavbharatSahityaMandir #Books #Reading