
સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે.
સંવત્સરી એ આરાધનાનું પર્વ છે. આ સંવત્સરી પણ ‘પર્યુષણા’ જ છે. વિશ્વના ધર્મોમાં પોતાના અહિંસા, સંયમ, તપ, વિશિષ્ટ કોટિના સિદ્ધાંતો અને એના આચરણના વ્યવહારુ સ્વરૂપ દ્વારા જૈન ધર્મ આગવું સ્થાન ધરાવે છે. પર્યુષણ મહાપર્વ પણ એમાંનું જ એક મહાપર્વ છે.
સંવત્સરીના દિવસે સૌથી મહત્વપૂર્ણ બે કર્તવ્યો અદા કરાય છે. એમાં એક છે- બારસા સૂત્રનું ગુરુ મુખે શ્રવણનું અને બીજું કર્તવ્ય છે- સર્વ જીવો સાથે હાર્દિક ક્ષમાપના કરવાપૂર્વક-પ્રતિક્રમણનું! બારસા સૂત્ર એટલે જ કલ્પસૂત્ર આગમ. ૪૫ આગમોમાં શિરમોર સ્થાન કલ્પસૂત્રને પ્રાપ્ત થયેલ છે.આના પ્રત્યેક અક્ષરોના શ્રવણથી આત્મા પર લાગેલ આઠે કર્મો અને તેનાંય મૂળરૂપ એવું મોહનીય કર્મ છુટે છે. આ જ આગમના અંતિમ ભાગમાં ક્ષમાપના કરવાનો ઉપદેશ પરમાત્મા મહાવીર સ્વામીએ આપેલો છે, જેને ઝીલીને સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગ એક વર્ષ દરમિયાન પરસ્પર થયેલા અવિનય-અપરાધ આદિ અનુચિત વ્યવહારોની અંત:કરણથી માફી માગી આત્માને ખૂબ હળવો બનાવે છે. ‘મને માફ કરી દો’ અને ‘હું તમને માફ કરું છું.’ એ બે વાક્યો શાયદ આ વિશ્વમાં અઘરામાં અઘરાં આચરણ-વાક્યો છે-એમ કહીએ તો એમાં અજુગતું કાંઇ જ નથી. પરંતુ એ દુષ્કરને જ સુકર બનાવવાનું કામ જૈનો આજના દિવસે કરે છે. આ રીતે ક્ષમાપનાનું આદાન-પ્રદાન સાંજના સમયે થતાં સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે કરાય છે. આ રીતે બારેબાર મહિનાના દરેકેદરેક પ્રકારનાં પાપોની સાચા દિલથી માફી મંગાય છે. એકવાર જે પાપની માફી મંગાઇ તે પાપ ફરી ન સેવાય એનો સંકલ્પ કરી તે માટેની પળેપળની કાળજી લેવાની હોય છે. પરસ્પર માફી માગવા-આપવાના આ વ્યવહારને ‘મિચ્છામિ દુક્કડં’ એવાં પ્રાકૃત ભાષાના વાક્ય દ્વારા કરવાનું જૈનોનું આચરણ આજે જૈનોના પરિચિત અજૈનોમાં પણ પ્રચલિત બન્યો છે. સંવત્સરીનાં નિમિત્તને પામી સહુ કોઇ એક વર્ષ જૂનાં પાપોને વિધિપૂર્વક વિસર્જિત કરી, ફરીથી પાપો ન થઇ જાય તેવો સંકલ્પ કરો તેવી શુભાભિલાષા.
સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે. સંવત્સરી એ આરાધનાનું પર્વ છે. આ સંવત્સરી પણ ‘પર્યુષણા’ જ છે. વિશ્વના ધર્મોમાં પોતાના અહિંસા, સંયમ, તપ, વિશિષ્ટ કોટિના સિદ્ધાંતો અને એના આચરણના વ્યવહારુ સ્વરૂપ દ્વારા જૈન ધર્મ આગવું સ્થાન ધરાવે છે. પર્યુષણ મહાપર્વ પણ એમાંનું જ એક મહાપર્વ છે. સંવત્સરીના દિવસે સૌથી મહત્વપૂર્ણ બે કર્તવ્યો અદા કરાય છે. એમાં એક છે- બારસા સૂત્રનું ગુરુ મુખે શ્રવણનું અને બીજું કર્તવ્ય છે- સર્વ જીવો સાથે હાર્દિક ક્ષમાપના કરવાપૂર્વક-પ્રતિક્રમણનું! બારસા સૂત્ર એટલે જ કલ્પસૂત્ર આગમ. ૪૫ આગમોમાં શિરમોર સ્થાન કલ્પસૂત્રને પ્રાપ્ત થયેલ છે.આના પ્રત્યેક અક્ષરોના શ્રવણથી આત્મા પર લાગેલ આઠે કર્મો અને તેનાંય મૂળરૂપ એવું મોહનીય કર્મ છુટે છે. આ જ આગમના અંતિમ ભાગમાં ક્ષમાપના કરવાનો ઉપદેશ પરમાત્મા મહાવીર સ્વામીએ આપેલો છે, જેને ઝીલીને સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગ એક વર્ષ દરમિયાન પરસ્પર થયેલા અવિનય-અપરાધ આદિ અનુચિત વ્યવહારોની અંત:કરણથી માફી માગી આત્માને ખૂબ હળવો બનાવે છે. ‘મને માફ કરી દો’ અને ‘હું તમને માફ કરું છું.’ એ બે વાક્યો શાયદ આ વિશ્વમાં અઘરામાં અઘરાં આચરણ-વાક્યો છે-એમ કહીએ તો એમાં અજુગતું કાંઇ જ નથી. પરંતુ એ દુષ્કરને જ સુકર બનાવવાનું કામ જૈનો આજના દિવસે કરે છે. આ રીતે ક્ષમાપનાનું આદાન-પ્રદાન સાંજના સમયે થતાં સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે કરાય છે. આ રીતે બારેબાર મહિનાના દરેકેદરેક પ્રકારનાં પાપોની સાચા દિલથી માફી મંગાય છે. એકવાર જે પાપની માફી મંગાઇ તે પાપ ફરી ન સેવાય એનો સંકલ્પ કરી તે માટેની પળેપળની કાળજી લેવાની હોય છે. પરસ્પર માફી માગવા-આપવાના આ વ્યવહારને ‘મિચ્છામિ દુક્કડં’ એવાં પ્રાકૃત ભાષાના વાક્ય દ્વારા કરવાનું જૈનોનું આચરણ આજે જૈનોના પરિચિત અજૈનોમાં પણ પ્રચલિત બન્યો છે. સંવત્સરીનાં નિમિત્તને પામી સહુ કોઇ એક વર્ષ જૂનાં પાપોને વિધિપૂર્વક વિસર્જિત કરી, ફરીથી પાપો ન થઇ જાય તેવો સંકલ્પ કરો તેવી શુભાભિલાષા.