મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી સાહિત્યનું જાણીતું નામ. તેમનો જન્મ ૧૩-૧૧-૧૯૨૨ ના રોજ ગોંડલમાં થયો હતો. તેમના કાવ્યગ્રંથઃ તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે. કવિ, ચરિત્રકાર. જન્મ ગોંડલમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આર્ટસ કૉલેજમાં દાખલ થયા પછી ૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’, ‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરી સંસ્થાના સર્જક, ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યક્તિતા-આ બધો મકરંદ દવેની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહોમાં આની પ્રતીતિ થયા વગર રહેશે નહિં. ‘ઝબૂક વીજળી ઝબૂક’ (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ છે, તો ‘શેણી વિજાણંદ’ (૧૯૫૬) ગીતનાટિકા છે. ‘માટીનો મ્હેકતો સાદ’ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; ‘બે ભાઈ’ (૧૯૫૮), અને ‘તાઈકો’ (૧૯૬૮) બાળનાટકો છે; ‘પીડ પરાઈ’ (૧૯૭૩)માં પ્રસંગચિત્રો છે; તો ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે. એમનું અધ્યાત્મચિંતન ‘અંતર્વેદી’ (૧૯૭૮), ‘યોગપથ’ (૧૯૭૮), ‘સહજને કિનારે’ (૧૯૮૦), ‘ભાગવતી સાધના’ (૧૯૮૨), ‘ગર્ભદીપ’ (૧૯૮૩), ‘ચિરંતના’ (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. ‘વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ’ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ’ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે. ‘સત કેરી વાણી’ (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ‘ઘટને મારગે’ (૧૯૪૬) અને ‘ટારઝનઃ જંગલોનો રાજા’ (૧૯૪૭) એમના અનુવાદો છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી સાહિત્યનું જાણીતું નામ. તેમનો જન્મ ૧૩-૧૧-૧૯૨૨ ના રોજ ગોંડલમાં થયો હતો. તેમના કાવ્યગ્રંથઃ તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે.

કવિ, ચરિત્રકાર. જન્મ ગોંડલમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આર્ટસ કૉલેજમાં દાખલ થયા પછી ૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’, ‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરી સંસ્થાના સર્જક, ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યક્તિતા-આ બધો મકરંદ દવેની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહોમાં આની પ્રતીતિ થયા વગર રહેશે નહિં. ‘ઝબૂક વીજળી ઝબૂક’ (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ છે, તો ‘શેણી વિજાણંદ’ (૧૯૫૬) ગીતનાટિકા છે.

‘માટીનો મ્હેકતો સાદ’ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; ‘બે ભાઈ’ (૧૯૫૮), અને ‘તાઈકો’ (૧૯૬૮) બાળનાટકો છે; ‘પીડ પરાઈ’ (૧૯૭૩)માં પ્રસંગચિત્રો છે; તો ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે.

એમનું અધ્યાત્મચિંતન ‘અંતર્વેદી’ (૧૯૭૮), ‘યોગપથ’ (૧૯૭૮), ‘સહજને કિનારે’ (૧૯૮૦), ‘ભાગવતી સાધના’ (૧૯૮૨), ‘ગર્ભદીપ’ (૧૯૮૩), ‘ચિરંતના’ (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. ‘વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ’ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ’ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે.

‘સત કેરી વાણી’ (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ‘ઘટને મારગે’ (૧૯૪૬) અને ‘ટારઝનઃ જંગલોનો રાજા’ (૧૯૪૭) એમના અનુવાદો છે.

મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી સાહિત્યનું જાણીતું નામ. તેમનો જન્મ ૧૩-૧૧-૧૯૨૨ ના રોજ ગોંડલમાં થયો હતો. તેમના કાવ્યગ્રંથઃ તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે. કવિ, ચરિત્રકાર. જન્મ ગોંડલમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આર્ટસ કૉલેજમાં દાખલ થયા પછી ૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’, ‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરી સંસ્થાના સર્જક, ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યક્તિતા-આ બધો મકરંદ દવેની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહોમાં આની પ્રતીતિ થયા વગર રહેશે નહિં. ‘ઝબૂક વીજળી ઝબૂક’ (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ છે, તો ‘શેણી વિજાણંદ’ (૧૯૫૬) ગીતનાટિકા છે. ‘માટીનો મ્હેકતો સાદ’ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; ‘બે ભાઈ’ (૧૯૫૮), અને ‘તાઈકો’ (૧૯૬૮) બાળનાટકો છે; ‘પીડ પરાઈ’ (૧૯૭૩)માં પ્રસંગચિત્રો છે; તો ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે. એમનું અધ્યાત્મચિંતન ‘અંતર્વેદી’ (૧૯૭૮), ‘યોગપથ’ (૧૯૭૮), ‘સહજને કિનારે’ (૧૯૮૦), ‘ભાગવતી સાધના’ (૧૯૮૨), ‘ગર્ભદીપ’ (૧૯૮૩), ‘ચિરંતના’ (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. ‘વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ’ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ’ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે. ‘સત કેરી વાણી’ (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ‘ઘટને મારગે’ (૧૯૪૬) અને ‘ટારઝનઃ જંગલોનો રાજા’ (૧૯૪૭) એમના અનુવાદો છે.

Let's Connect

sm2p0