
મારો આખો પરિવાર આજથી ચાર વર્ષ પહેલાં (વર્ષ ૨૦૧૮માં) અમેરિકા હતો, એ સમયે વર્ક-કમિટમેન્ટને લીધે હું એમની સાથે સફર નહોતો ખેડી શક્યો. એકલતાના એ પાંચ મહિના દરમિયાન મને અહેસાસ થયો કે હું બીજા ઉપર કેટલો બધો ઈમોશનલી આશ્રિત છું! ઘરની ચાર દીવાલો ખાવા દોડતી, મોટાભાગનો સમય હું ઘરની બહાર પસાર કરતો... દિવસ આખો કામકાજમાં વ્યસ્ત રહ્યા બાદ રાતે ઘરે આવતો, ત્યારે સ્વજનની ગેરહાજરીમાં ભેંકાર ભાસતું ઘર ફક્ત ઈંટ-રેતીનું ‘મકાન’ બની જતું... પથ્થરિયું બાંધકામ! એ સમયે ફરી એક વખત કલમનો આશરો મળ્યો.
બહેનને સંબોધીને લખાયેલાં પત્રો જેમ જેમ કાગળ ઉપર ઉતરતાં જતાં હતાં, એમ એમ મારી અંદરના અતૃપ્ત માંહ્યલાને ટાઢક મળતી જતી હતી. મારા આંતરમનમાં વ્યાપ્ત રિક્તતા વાસ્તવમાં ઘનઘોર અંધકારથી ભરેલાં વાતાવરણમાં મુશળધાર વરસાદ લાવવાનું કામ કરવા લાગી! ધીરે ધીરે હું નિર્મળ થતો ગયો... ઝાકળભીની સવાર જેવો... વરસી ગયેલાં વાદળો જેવો!
પછી થયું કે વાચકમિત્રોને પણ આ વર્ષામાં તરબોળ કેમ ન કરીએ? આમ પણ, મારી કલમ હંમેશાથી જગતજનની પરામ્બિકાની ઈચ્છાને આધીન રહી છે. વળી, ધર્મ અને અધ્યાત્મના વિષયો પર પુસ્તકો લખ્યા બાદ કાગળિયાંરૂપી પવિત્ર ભૂમિ ફળદ્રુપતા જાળવી રાખવા માટે નવો પાક ઉગાડવાની માંગણી કરી હતી. ‘DEAR અગ્રજા‘ એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે મેં રોપેલાં નવા પાકનું પરિણામ છે, જે આગામી વર્ષોમાં પણ અવિરતપણે વૃદ્ધિ પામતું રહેશે, એવી મેં આશા સેવી છે. ♥️
BIOમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે.
૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે.
Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Published by: @navbharatofficial
Cover-Page by: Fortune Designing Studio (FDS)
#sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection
મારો આખો પરિવાર આજથી ચાર વર્ષ પહેલાં (વર્ષ ૨૦૧૮માં) અમેરિકા હતો, એ સમયે વર્ક-કમિટમેન્ટને લીધે હું એમની સાથે સફર નહોતો ખેડી શક્યો. એકલતાના એ પાંચ મહિના દરમિયાન મને અહેસાસ થયો કે હું બીજા ઉપર કેટલો બધો ઈમોશનલી આશ્રિત છું! ઘરની ચાર દીવાલો ખાવા દોડતી, મોટાભાગનો સમય હું ઘરની બહાર પસાર કરતો... દિવસ આખો કામકાજમાં વ્યસ્ત રહ્યા બાદ રાતે ઘરે આવતો, ત્યારે સ્વજનની ગેરહાજરીમાં ભેંકાર ભાસતું ઘર ફક્ત ઈંટ-રેતીનું ‘મકાન’ બની જતું... પથ્થરિયું બાંધકામ! એ સમયે ફરી એક વખત કલમનો આશરો મળ્યો. બહેનને સંબોધીને લખાયેલાં પત્રો જેમ જેમ કાગળ ઉપર ઉતરતાં જતાં હતાં, એમ એમ મારી અંદરના અતૃપ્ત માંહ્યલાને ટાઢક મળતી જતી હતી. મારા આંતરમનમાં વ્યાપ્ત રિક્તતા વાસ્તવમાં ઘનઘોર અંધકારથી ભરેલાં વાતાવરણમાં મુશળધાર વરસાદ લાવવાનું કામ કરવા લાગી! ધીરે ધીરે હું નિર્મળ થતો ગયો... ઝાકળભીની સવાર જેવો... વરસી ગયેલાં વાદળો જેવો! પછી થયું કે વાચકમિત્રોને પણ આ વર્ષામાં તરબોળ કેમ ન કરીએ? આમ પણ, મારી કલમ હંમેશાથી જગતજનની પરામ્બિકાની ઈચ્છાને આધીન રહી છે. વળી, ધર્મ અને અધ્યાત્મના વિષયો પર પુસ્તકો લખ્યા બાદ કાગળિયાંરૂપી પવિત્ર ભૂમિ ફળદ્રુપતા જાળવી રાખવા માટે નવો પાક ઉગાડવાની માંગણી કરી હતી. ‘DEAR અગ્રજા‘ એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે મેં રોપેલાં નવા પાકનું પરિણામ છે, જે આગામી વર્ષોમાં પણ અવિરતપણે વૃદ્ધિ પામતું રહેશે, એવી મેં આશા સેવી છે. ♥️ BIOમાં આપેલી લિંક પર બે નકલોના પ્રિ-બૂકિંગ પર વિશેષ ઑફરનો લાભ મળી શકશે, જેના માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર પ્રોમો-કોડ ‘SISTER’ (કેપિટલ અથવા સ્મૉલ લેટર્સમાં) અપ્લાય કરવો જરૂરી છે, એ બાબતની સવિશેષ તકેદારી રાખવી. એ સિવાય 9825032340 પર બે નકલોનું પ્રિ-બૂકિંગ કરાવવા પર પણ આ ઑફરનો લાભ મેળવી શકાશે. ૧૮૫/- રૂપિયાની કિંમત ધરાવતાં પુસ્તકની એક નકલ ૧૬૫/- રૂપિયામાં ખરીદી શકશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection