
“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️
સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’
વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી.
જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર!
જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો.
શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી.
સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.”
- પરખ ભટ્ટ
‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે.
Link is given in BIO.
#shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏
“અઘોરાધિપતિ આદિરુદ્રના ચરણોમાં સમર્પિત આનંદતાંડવ... ♥️ સાચું કહું? બહુ વિચાર કર્યો કે મારી લેખનકારકિર્દીની આ ત્રીજી અને સાવ નવી શ્રેણીના સર્વપ્રથમ પુસ્તકનું શીર્ષક શું રાખીશ! પરંતુ દર વખતે થાય છે, એવી રીતે મારા ઈષ્ટદેવ આદિરુદ્ર મહાદેવ કંઈક જૂદું નક્કી કરીને બેઠાં હતાં. એમણે મને કાશી બોલાવ્યો... પોતાની નગરીમાં! મારી આંખોમાં આંખ નાંખીને મારા મસ્તક પર પોતાનો વ્હાલસોયો હાથ ફેરવતાં કહ્યું કે ‘હું વિશ્વેશ્વર, અનંતાનંત બ્રહ્માંડોનો સ્વામી, અઘોરાધિપતિ... સૃષ્ટિની સર્જનવેળાએ કરેલાં આનંદરૂપી તાંડવ અર્થાત્ આનંદતાંડવ થકી તારા આ નવા શબ્દવિશ્વના આવિર્ભાવ માટે આશિષ પાઠવું છું.’ વારાણસી પહોંચ્યાના બીજા દિવસે વિશ્વનાથ મહાદેવના પ્રાંગણમાં જગતના નાથે મને શબ્દસૃષ્ટિના નવસર્જન સમી ‘નમઃ શ્રેણી’ના પ્રથમ પુસ્તકના શીર્ષકની પ્રેરણા આપી. એ જ સાંજે, @hi.manshu7224 ભાઈને ફોન કરીને મારો વિચાર એમની સામે રજૂ કર્યો. હરહંમેશની જેમ પોતાના ભાઈની પ્રેમભરી જિદ્દને સહર્ષ માન આપીને તાબડતોબ તેમણે ‘નમઃ આનંદતાંડવ’ની પ્રાથમિક ડિઝાઈન બનાવીને મને મોકલી આપી. ત્રીજા દિવસે સવારે સાડા ત્રણ વાગ્યે બાબા વિશ્વનાથની મંગલા-આરતીમાં સંપૂર્ણ સમર્પણભાવ સાથે એમના ચરણોમાં શીર્ષકની પ્રિન્ટ મૂકી. જેવી રીતે સદાશિવના લિંગસ્વરૂપને આધાર આપવા માટે, સ્થિરતા પ્રદાન કરવા માટે બ્રહ્માંડયોનિ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે આદિ પરાશક્તિના સિદ્ધ બીજમંત્રોને ‘આનંદતાંડવ’ના મુખપૃષ્ઠની આધારશિલા બનાવવામાં આવ્યા, જેના ઉપર સ્થાપિત થયા... આદિરુદ્ર! જગતજનની લલિતામ્બિકા જે પ્રકારે સૃષ્ટિના પ્રાગટ્ય પાછળની કારકઊર્જા છે, એ પ્રકારે ‘નમઃ શ્રેણી’ના કુલ ૧૧ પુસ્તકોમાંના સર્વપ્રથમ પુસ્તક – આનંદતાંડવ – ના મૂળમાં પણ દેવીશક્તિ જ વિદ્યમાન હોવી જોઈએ, એવો મારો કૉન્સેપ્ટ હતો. શિવ અને શક્તિના ઐક્યને કેન્વાસ પર ઉતારવા માટે ‘લલિતાસહસ્રનામ’, ‘સિદ્ધ કુંજિકાસ્તોત્ર’ અને ‘શ્રી દેવી કવચ’માંથી શાક્ત બીજાક્ષરોની પસંદગી કરવામાં આવી. સદાશિવ સાથેનો સંબંધ કેટલો ગૂઢ અને ગાઢ હોઈ શકે, એની અનુભૂતિ મને એ દિવસે થઈ. ‘મૃત્યુંજય’ને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા હતાં અને ‘આનંદતાંડવ’ને વિશ્વેશ્વર બાબાના! કાશીના કોટવાળ કાળભૈરવના દિવ્ય-વિગ્રહ સમક્ષ એના પર મહોર લાગી.” - પરખ ભટ્ટ ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Link is given in BIO. #shiva #varanasi #gujarati #book #science #spirituality #history #kashi #readers #nonfiction #sanatandharma🚩🙏