
આજે સાંજે અમદાવાદ ખાતે "પ્રેમરંગનું પ્રેમપ્રકરણ."
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ને રિમઝિમ ક્રિએશન્સના સંયુક્ત ઉપક્રમે એક વેલેન્ટાઈન સાંજે વ્હાલ અને વસંતની વિચારગોષ્ઠી.
નવી જ આવી રહેલી ગુજરાતી ફિલ્મ "પ્રેમ પ્રકરણ"ના ઝગમગતા સિતારાઓ દીક્ષા જોશી, ઇશા કંસારા, ગૌરવ પાસવાલા, ઈશાની દવે અને દિગ્દર્શક ચંદ્રેશ ભટ્ટની વિશેષ ઉપસ્થતિમાં જય વસાવડાના નવા જ રંગબેરંગી પુસ્તક "પ્રેમરંગ"નું અમદાવાદમાં લોકાર્પણ શિક્ષણ, મૈત્રી, સેવા અને ત્યાગની બારડોલી ખાતે તપસ્યા કરતા પ્રેમમૂર્તિ ડો. પ્રજ્ઞાબહેન ક્લાર્થીમાં હસ્તે. પુસ્તક અર્પણ થયું છે એ સ્વજન રીટાબહેનની સ્નેહાળ ઉપસ્થિતિમાં.
આ અવસરે પ્રતિભાવંત અભિનેત્રી તુષારિકા રાજગુરુ કરશે પ્રેમરંગ પુસ્તકના ચુંટેલા અંશોનું ભાવસભર પઠન. અને જય વસાવડા કરશે એમના ચાહકો સાથે પ્રેમ તત્વ પર સંવાદ. પ્રેમ પ્રકરણ ફિલ્મના વિચારશીલ સર્જનાત્મક સ્ટાર્સ પણ કરશે પ્રેમગોષ્ઠી.
અને 320 ઓલ કલર સજાવટ વાળા મોટી સાઈઝનાં પાના અને જય વસાવડાના 71 લેખો ધરાવતું પ્રેમરંગ પુસ્તક જેમણે અગાઉ લીધું હોય એમને અને 25% વિશેષ વળતર સાથે જે આજે સ્થળ પર લે એમને પણ ઓટોગ્રાફ ફોટોગ્રાફની તક.
વેલકમ, વહાલાઓ અને વ્હાલીઓ... 14 ફેબ્રુઆરી, 2022 સોમવાર સાંજે J B ઓડિટોરિયમ, AMA , IIM રોડ, અમદાવાદ. સમય સાંજે બરાબર 6.30થી... ઓપન ફોર ઓલ.
ઇન્તેઝાર મિલનનો આપના.
આજે સાંજે અમદાવાદ ખાતે "પ્રેમરંગનું પ્રેમપ્રકરણ." અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ને રિમઝિમ ક્રિએશન્સના સંયુક્ત ઉપક્રમે એક વેલેન્ટાઈન સાંજે વ્હાલ અને વસંતની વિચારગોષ્ઠી. નવી જ આવી રહેલી ગુજરાતી ફિલ્મ "પ્રેમ પ્રકરણ"ના ઝગમગતા સિતારાઓ દીક્ષા જોશી, ઇશા કંસારા, ગૌરવ પાસવાલા, ઈશાની દવે અને દિગ્દર્શક ચંદ્રેશ ભટ્ટની વિશેષ ઉપસ્થતિમાં જય વસાવડાના નવા જ રંગબેરંગી પુસ્તક "પ્રેમરંગ"નું અમદાવાદમાં લોકાર્પણ શિક્ષણ, મૈત્રી, સેવા અને ત્યાગની બારડોલી ખાતે તપસ્યા કરતા પ્રેમમૂર્તિ ડો. પ્રજ્ઞાબહેન ક્લાર્થીમાં હસ્તે. પુસ્તક અર્પણ થયું છે એ સ્વજન રીટાબહેનની સ્નેહાળ ઉપસ્થિતિમાં. આ અવસરે પ્રતિભાવંત અભિનેત્રી તુષારિકા રાજગુરુ કરશે પ્રેમરંગ પુસ્તકના ચુંટેલા અંશોનું ભાવસભર પઠન. અને જય વસાવડા કરશે એમના ચાહકો સાથે પ્રેમ તત્વ પર સંવાદ. પ્રેમ પ્રકરણ ફિલ્મના વિચારશીલ સર્જનાત્મક સ્ટાર્સ પણ કરશે પ્રેમગોષ્ઠી. અને 320 ઓલ કલર સજાવટ વાળા મોટી સાઈઝનાં પાના અને જય વસાવડાના 71 લેખો ધરાવતું પ્રેમરંગ પુસ્તક જેમણે અગાઉ લીધું હોય એમને અને 25% વિશેષ વળતર સાથે જે આજે સ્થળ પર લે એમને પણ ઓટોગ્રાફ ફોટોગ્રાફની તક. વેલકમ, વહાલાઓ અને વ્હાલીઓ... 14 ફેબ્રુઆરી, 2022 સોમવાર સાંજે J B ઓડિટોરિયમ, AMA , IIM રોડ, અમદાવાદ. સમય સાંજે બરાબર 6.30થી... ઓપન ફોર ઓલ. ઇન્તેઝાર મિલનનો આપના.