ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત ! મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ ! માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ ! અમારી ગુણવંતી ગુજરાત ! મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ ! રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ ! અમારી ગુણવંતી ગુજરાત ! સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત ! જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત ! અમારી ગુણવંતી ગુજરાત ! ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય : દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય ! અમારી ગુણવંતી ગુજરાત ! સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર: પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર ! અમારી ગુણવંતી ગુજરાત ! હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ : અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ ! અમારી ગુણવંતી ગુજરાત ! ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર ! એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત ! - અરદેશર ખબરદાર

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !

નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

- અરદેશર ખબરદાર

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત ! મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ ! માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ ! અમારી ગુણવંતી ગુજરાત ! મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ ! રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ ! અમારી ગુણવંતી ગુજરાત ! સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત ! જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત ! અમારી ગુણવંતી ગુજરાત ! ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય : દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય ! અમારી ગુણવંતી ગુજરાત ! સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર: પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર ! અમારી ગુણવંતી ગુજરાત ! હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ : અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ ! અમારી ગુણવંતી ગુજરાત ! ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર ! એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત ! - અરદેશર ખબરદાર

Let's Connect

sm2p0