
નવા પુસ્તકને હાથમાં લેવાનો ઉત્સાહ અને એના પાનાંમાંથી આવતી સુવાસ એ વાચક માટે નશા સમાન છે. કોરોનાકાળ દરમિયાન આપણે સૌ ડિજિટલ વાચન અને ઑટીટી પ્લેટફૉર્મ વચ્ચે ગૂંથાઈ ગયા. જેમને પેપરબેક વાંચવાની આદત છે, એવા ઘણા વાચકો માટે આ સમય કપરો પૂરવાર થયો. પરંતુ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ પાછલા મહિનાઓની તમામ કસર પૂરવા માટે ૨૫,૦૦૦+ અવનવા પુસ્તકોનો ભંડાર લઈને ગુજરાતી વાચકો સમક્ષ હાજર થઈ રહ્યું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠત્તમ પુસ્તકોનો એક એવો મેળાવડો, જ્યાં સાહિત્ય અને લેખનજગતના બેતાજ બાદશાહો શબ્દદેહે ઉપસ્થિત રહેવાના છે.
ફક્ત એટલું જ નહીં, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાચકો ૨૦ ટકા સુધીના માતબર ડિસ્કાઉન્ટ પર પુસ્તકોની ખરીદી કરી શકશે. આ સિવાય અન્ય ઘણા કાર્યક્રમો આ ૧૨ દિવસ દરમિયાન આયોજિત થઈ રહ્યા છે, જેની વિગતો અમે ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. પુસ્તકપર્વના આ ઉત્સવમાં અમારી સાથે જોડાઓ અને ‘કલમના કાર્નિવલ’ને વધુમાં વધુ ગુજરાતી લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો એવી અભિલાષા.
👉🏼Date: 16th to 27th September, 2021
👉🏼Time: 10 am to 10 pm
👉🏼Venue: Smt. Sushilaben Ratilal Hall, CG Road, Navrangpura, Ahmedabad.
નવા પુસ્તકને હાથમાં લેવાનો ઉત્સાહ અને એના પાનાંમાંથી આવતી સુવાસ એ વાચક માટે નશા સમાન છે. કોરોનાકાળ દરમિયાન આપણે સૌ ડિજિટલ વાચન અને ઑટીટી પ્લેટફૉર્મ વચ્ચે ગૂંથાઈ ગયા. જેમને પેપરબેક વાંચવાની આદત છે, એવા ઘણા વાચકો માટે આ સમય કપરો પૂરવાર થયો. પરંતુ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ પાછલા મહિનાઓની તમામ કસર પૂરવા માટે ૨૫,૦૦૦+ અવનવા પુસ્તકોનો ભંડાર લઈને ગુજરાતી વાચકો સમક્ષ હાજર થઈ રહ્યું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠત્તમ પુસ્તકોનો એક એવો મેળાવડો, જ્યાં સાહિત્ય અને લેખનજગતના બેતાજ બાદશાહો શબ્દદેહે ઉપસ્થિત રહેવાના છે. ફક્ત એટલું જ નહીં, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાચકો ૨૦ ટકા સુધીના માતબર ડિસ્કાઉન્ટ પર પુસ્તકોની ખરીદી કરી શકશે. આ સિવાય અન્ય ઘણા કાર્યક્રમો આ ૧૨ દિવસ દરમિયાન આયોજિત થઈ રહ્યા છે, જેની વિગતો અમે ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. પુસ્તકપર્વના આ ઉત્સવમાં અમારી સાથે જોડાઓ અને ‘કલમના કાર્નિવલ’ને વધુમાં વધુ ગુજરાતી લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો એવી અભિલાષા. 👉🏼Date: 16th to 27th September, 2021 👉🏼Time: 10 am to 10 pm 👉🏼Venue: Smt. Sushilaben Ratilal Hall, CG Road, Navrangpura, Ahmedabad.