
પતંગ મારો ઉડે જાય
સરરરર..સર ફરરરર...ફર
હવાની દોસ્તી ને કિન્નાનો સાથ લઈ
આંખેદાર ઉડે આકાશને બાથ દઈ
હાંકોટા એના સંભળાય
ચરરરર...ચર ચરરરર...ચર
અંગડાઈઓ લઈને એ મસ્તીથી ફરતો
ફૂદ્દી જોઈને એ તો મનમાં મલકતો
ગુલાંટી મારે ને તોફાની થાય
સડડડ..સટ સડડડડ...સટ
કાનદારના કાન નાખી કાપતો
ચટાપટ્ટાને ચિત્ત એ પાડતો
ટીંગાતો, લટકાતો હીંડોળા ખાય
ભરરર...ભર ભરરર...ભર
પતંગ મારો ઉડે જાય સરરરર..સર ફરરરર...ફર હવાની દોસ્તી ને કિન્નાનો સાથ લઈ આંખેદાર ઉડે આકાશને બાથ દઈ હાંકોટા એના સંભળાય ચરરરર...ચર ચરરરર...ચર અંગડાઈઓ લઈને એ મસ્તીથી ફરતો ફૂદ્દી જોઈને એ તો મનમાં મલકતો ગુલાંટી મારે ને તોફાની થાય સડડડ..સટ સડડડડ...સટ કાનદારના કાન નાખી કાપતો ચટાપટ્ટાને ચિત્ત એ પાડતો ટીંગાતો, લટકાતો હીંડોળા ખાય ભરરર...ભર ભરરર...ભર
Jan 11, 2013