
‘ભાઈ, મૃત્યુંજયનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થશે?’
‘અંગ્રેજીમાં આ નવલકથા મળે, તો અમારા સંતાનોને પણ મૃત્યુંજય વંચાવી શકીએ.’
‘હેલ્લો, આઇ એમ ફ્રોમ મહારાષ્ટ્ર. ઇઝ ધિસ બૂક અવેલેબલ ઇન ઇંગ્લિશ? આઇ રિયલી વૉન્ટ ટુ રીડ ઇટ.’
‘ભૈયા, મુઝે યહ કિતાબ પઢની હૈ, લેકિન ગુજરાત સે નહિ હૂં ઇસલિયે ઇંગ્લિશ યા હિન્દી મેં ટ્રાન્સલેટ હો તો મૈં પઢ પાઉંગા.’
આ પ્રકારના અઢળક સવાલો અમારી ‘મૃત્યુંજય’ ટીમને સોશિયલ મીડિયા અને ફોન-કૉલ્સ પર મળ્યા. અમારી પાસે હકારાત્મક પ્રત્યુત્તર હોવા છતાં એક ચોક્કસ ડેડલાઇન નક્કી ન હોવાથી કશો નક્કર જવાબ નહોતાં આપી શકતાં, પરંતુ હવે અમારી પાસે જવાબ છે:
“હા... મૃત્યુંજય પોતાના વાઘા બદલીને વર્ષ ૨૦૨૧ના અંત પહેલાં ચોક્કસપણે અંગ્રેજીમાં અવતરણ પામશે.”
સમગ્ર ‘નવભારત સાહિત્ય મંદિર’ અને ‘મૃત્યુંજય’ ટીમ દ્વારા અતિશય જતનપૂર્વક આ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવ્યો. નવલકથાના ફ્લેવર અને જોનરને અનુરૂપ અંગ્રેજી ભાષામાં તેને પૂરતો ન્યાય મળી રહે એ માટે તમામે લગભગ દોઢેક મહિના સુધી ભારે જહેમત ઉઠાવી છે.
ભૂતકાળમાં જેમણે અંગ્રેજી મેગેઝિન તથા ઑટીટી પ્લેટફૉર્મ્સ માટે ખૂબ કામ કર્યુ છે, તેવા સિદ્ધહસ્ત અનુવાદક સૃષ્ટિ શાહની કલમે ‘મૃત્યુંજય’ અંગ્રેજીમાં અનુવાદિત થઈ રહી છે. એમનો પણ આ પ્રસંગે અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
તદુપરાંત, અમારી પ્રત્યેક ઉપલબ્ધિમાં સામેલ થનાર ‘ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની સમગ્ર ટીમ પ્રત્યે પણ અમે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરીએ છીએ.
આપ સૌ વાચકોએ આ નવલકથાને જે બહોળો પ્રતિસાદ આપ્યો, એ બદલ આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ખૂટી પડ્યા છે. બસ, આપના પ્રેમ સામે નતમસ્તક છીએ, બે હાથ જોડીને વંદન કરીએ છીએ. આબાલ-વૃદ્ધ-યુવાન દરેક વર્ગના વાચકોએ ‘મૃત્યુંજય’ પ્રત્યે ખેંચાણ અનુભવ્યું એ જ મહાદેવ અને મા સરસ્વતીના આશીર્વાદ. જે પવિત્રતા અને દિવ્યતા સાથે આખી સીરિઝ પ્લાન થઈ છે, તેનો પહેલો મણકો આપના માટે રોમાંચક, હ્રદયદ્રાવક, કરૂણ અને મનોરંજક પૂરવાર થયો એનો અમને રાજીપો છે.
‘મૃત્યુંજય’ ટીમ આજે સત્તાવાર જાહેરાત કરે છે કે, ફક્ત મૃત્યુંજય જ નહીં પરંતુ ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થશે. ક્યારે? કઈ તારીખ પર? કયા દિવસે?
થોડીક રાહ જુઓ, કેમકે તમને અત્યારસુધીમાં એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ‘મૃત્યુંજય’ ટીમ દરેક અનાઉન્સમેન્ટ થોડા હટકે અંદાજમાં કરવા માટે ટેવાયેલી છે.
આપના આશીર્વાદ અને શુભેચ્છાઓના અભિલાષી છીએ.
‘ભાઈ, મૃત્યુંજયનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થશે?’ ‘અંગ્રેજીમાં આ નવલકથા મળે, તો અમારા સંતાનોને પણ મૃત્યુંજય વંચાવી શકીએ.’ ‘હેલ્લો, આઇ એમ ફ્રોમ મહારાષ્ટ્ર. ઇઝ ધિસ બૂક અવેલેબલ ઇન ઇંગ્લિશ? આઇ રિયલી વૉન્ટ ટુ રીડ ઇટ.’ ‘ભૈયા, મુઝે યહ કિતાબ પઢની હૈ, લેકિન ગુજરાત સે નહિ હૂં ઇસલિયે ઇંગ્લિશ યા હિન્દી મેં ટ્રાન્સલેટ હો તો મૈં પઢ પાઉંગા.’ આ પ્રકારના અઢળક સવાલો અમારી ‘મૃત્યુંજય’ ટીમને સોશિયલ મીડિયા અને ફોન-કૉલ્સ પર મળ્યા. અમારી પાસે હકારાત્મક પ્રત્યુત્તર હોવા છતાં એક ચોક્કસ ડેડલાઇન નક્કી ન હોવાથી કશો નક્કર જવાબ નહોતાં આપી શકતાં, પરંતુ હવે અમારી પાસે જવાબ છે: “હા... મૃત્યુંજય પોતાના વાઘા બદલીને વર્ષ ૨૦૨૧ના અંત પહેલાં ચોક્કસપણે અંગ્રેજીમાં અવતરણ પામશે.” સમગ્ર ‘નવભારત સાહિત્ય મંદિર’ અને ‘મૃત્યુંજય’ ટીમ દ્વારા અતિશય જતનપૂર્વક આ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવ્યો. નવલકથાના ફ્લેવર અને જોનરને અનુરૂપ અંગ્રેજી ભાષામાં તેને પૂરતો ન્યાય મળી રહે એ માટે તમામે લગભગ દોઢેક મહિના સુધી ભારે જહેમત ઉઠાવી છે. ભૂતકાળમાં જેમણે અંગ્રેજી મેગેઝિન તથા ઑટીટી પ્લેટફૉર્મ્સ માટે ખૂબ કામ કર્યુ છે, તેવા સિદ્ધહસ્ત અનુવાદક સૃષ્ટિ શાહની કલમે ‘મૃત્યુંજય’ અંગ્રેજીમાં અનુવાદિત થઈ રહી છે. એમનો પણ આ પ્રસંગે અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તદુપરાંત, અમારી પ્રત્યેક ઉપલબ્ધિમાં સામેલ થનાર ‘ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની સમગ્ર ટીમ પ્રત્યે પણ અમે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરીએ છીએ. આપ સૌ વાચકોએ આ નવલકથાને જે બહોળો પ્રતિસાદ આપ્યો, એ બદલ આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ખૂટી પડ્યા છે. બસ, આપના પ્રેમ સામે નતમસ્તક છીએ, બે હાથ જોડીને વંદન કરીએ છીએ. આબાલ-વૃદ્ધ-યુવાન દરેક વર્ગના વાચકોએ ‘મૃત્યુંજય’ પ્રત્યે ખેંચાણ અનુભવ્યું એ જ મહાદેવ અને મા સરસ્વતીના આશીર્વાદ. જે પવિત્રતા અને દિવ્યતા સાથે આખી સીરિઝ પ્લાન થઈ છે, તેનો પહેલો મણકો આપના માટે રોમાંચક, હ્રદયદ્રાવક, કરૂણ અને મનોરંજક પૂરવાર થયો એનો અમને રાજીપો છે. ‘મૃત્યુંજય’ ટીમ આજે સત્તાવાર જાહેરાત કરે છે કે, ફક્ત મૃત્યુંજય જ નહીં પરંતુ ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થશે. ક્યારે? કઈ તારીખ પર? કયા દિવસે? થોડીક રાહ જુઓ, કેમકે તમને અત્યારસુધીમાં એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ‘મૃત્યુંજય’ ટીમ દરેક અનાઉન્સમેન્ટ થોડા હટકે અંદાજમાં કરવા માટે ટેવાયેલી છે. આપના આશીર્વાદ અને શુભેચ્છાઓના અભિલાષી છીએ.