
ગિરનારનું ગૌરવ-ઐતિહાસિક નવલકથા......🌿
પ્રકાશભાઇ વાઢેરના અભિપ્રાય માટે નવભારત સાહિત્ય મંદિર આભાર માને છે
---------------------------------------------------------------------------------------------------------------------
જૂનાગઢના ચુડાસમા રાજા રા'ડિયાસ(રા'માહિપાલ) અને પાટણના સોલંકી રાજા દુર્લભસેન બંને રજવાડાના ઠાઠ માંઠ તથા સોરઠીઓનું અદભુત શૌર્ય, મંત્રીઓની ચતુરાઈ,જૂનાગઢની અલૌકિક પ્રકૃતિનું અકલ્પીય સૌંદર્ય, રાજાનું દુશ્મનની યુવાન દિકરી દમયંતી પ્રત્યે આકર્ષણ સાથે એક તરફી પ્રણય, આહીર દેવાયત બોદરનું સગા પુત્રનું ઐતિહાસિક બલિદાન અને વાલબાઈ અને ભીમડા(સેવક)નું રાજા પ્રત્યે વફાદારી ને ખૂબ બખૂબી રીતે સુંદર રજુઆતથી આ નવલકથાને ખૂબ જ રોમાન્સક બનાવવાનો અનેરો પ્રયત્ન લેખકની આગવી સુઝ,વિશિષ્ટ વર્ણન શૈલી તેમજ અસરકારક રજૂઆત દ્વારા અનુભવી શકાય છે........ પાટણ અને જૂનાગઢ ની વર્ષો જૂની દુશ્મની દોસ્તીમાં પરિણમે એ પહેલાં જ રાજા રા'ડિયાસ ની નાનકડી નીજી ભૂલને કારણે જૂનાગઢની પ્રજાને ભારે નુકસાન વેઠવું પડ્યું....... સેનાપતિ જયમલસિંહની બહાદુરી, ચોકીદાર માનસિંહની વફાદારી તેમજ તેમના પીઢ સલાહકાર કવીરાજ બીજલ ચારણના સંગીતના સૂર આ નવલકથાના મહત્વના અંગો ગણવામાં આવ્યા છે. સાથે સાથે એક રાજપુતાણીને શોભે તેવા વટ સાથે રાજાને હરહમેંશા સુખ દુઃખમાં સાથ આપતા તેમના ચયનીત રાણી સોમલદેવી રાજા રા'ડિયાસને પ્રજાવત્સલ અને પ્રજાપ્રેમી હોય તેવું સ્પષ્ટ રીતે પ્રતીત કરાવે છે...... અગિયારમી (1003 થી 1010) સદીના જૂનાગઢના ઇતિહાસ ઉપર નવલકથાની ઇમારત ચણવાનો લેખકનો નમ્ર પ્રયાસ ખૂબ દાદ માંગી લે તેવો છે. સોરઠ પ્રદેશના લોકોની જીવનશૈલી, રહેણીકહેણી, આર્થિક તેમજ સામાજિક સ્થિતિ, સુંદર શાસન વ્યવસ્થાનું ખૂબ સરસ રીતે આલેખન થયેલ છે. બાળ કુંવર નવઘણ ને બોડીદર સુધી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવનાર બંને પાત્રો વાલબાઈ વડારણ અને સેવક ભીમડા ની વફાદારી રાજાની વિશિષ્ટ સિદ્ધિ અથવા તો રાજા પ્રત્યે રૈયતનો અનહદ પ્રેમ દર્શાવે છે........ખૂબ જ અદભૂત નવલકથા મિત્ર લેખક શ્રી વિપુલ વાળા દ્વારા નિર્માણ પામી છે.232 પેઇજની આ બુક એક સાથે વાંચી શકાય તેવી અદભુત રોમાંચક પ્રકરણો જ પુસ્તકની ખાસ વિશેષતા છે...(જો કે સમયના અભાવે મેં 5 દિવસમાં પૂર્ણ કર્યું).ટૂંક સમયમાં બીજો ભાગ પબ્લિશ થાય તેની સૌ વાચક મિત્રો આતુરતા પૂર્વક રાહ જોઇ રહયા છે.ખૂબ જ નજીવી કિંમત સાથે સુંદર અક્ષરે મુદ્રણ થયેલ આ પુસ્તક દરેક શિક્ષક મિત્રો ભાઈઓ બહેનોએ આ વાંચવું તથા શક્ય હોય તો કાયમી માટે ઘરમાં વસાવવું જોઈએ....... એક નવોદિત લેખક ની અદભુત કળાને બિરદાવવા આ પુસ્તક અવશ્ય લેશો તેવી નમ્ર અપીલ.....
------------------------------------------------------------------------------------------------------
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/2Pbwivl
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ગિરનારનું ગૌરવ-ઐતિહાસિક નવલકથા......🌿 પ્રકાશભાઇ વાઢેરના અભિપ્રાય માટે નવભારત સાહિત્ય મંદિર આભાર માને છે --------------------------------------------------------------------------------------------------------------------- જૂનાગઢના ચુડાસમા રાજા રા'ડિયાસ(રા'માહિપાલ) અને પાટણના સોલંકી રાજા દુર્લભસેન બંને રજવાડાના ઠાઠ માંઠ તથા સોરઠીઓનું અદભુત શૌર્ય, મંત્રીઓની ચતુરાઈ,જૂનાગઢની અલૌકિક પ્રકૃતિનું અકલ્પીય સૌંદર્ય, રાજાનું દુશ્મનની યુવાન દિકરી દમયંતી પ્રત્યે આકર્ષણ સાથે એક તરફી પ્રણય, આહીર દેવાયત બોદરનું સગા પુત્રનું ઐતિહાસિક બલિદાન અને વાલબાઈ અને ભીમડા(સેવક)નું રાજા પ્રત્યે વફાદારી ને ખૂબ બખૂબી રીતે સુંદર રજુઆતથી આ નવલકથાને ખૂબ જ રોમાન્સક બનાવવાનો અનેરો પ્રયત્ન લેખકની આગવી સુઝ,વિશિષ્ટ વર્ણન શૈલી તેમજ અસરકારક રજૂઆત દ્વારા અનુભવી શકાય છે........ પાટણ અને જૂનાગઢ ની વર્ષો જૂની દુશ્મની દોસ્તીમાં પરિણમે એ પહેલાં જ રાજા રા'ડિયાસ ની નાનકડી નીજી ભૂલને કારણે જૂનાગઢની પ્રજાને ભારે નુકસાન વેઠવું પડ્યું....... સેનાપતિ જયમલસિંહની બહાદુરી, ચોકીદાર માનસિંહની વફાદારી તેમજ તેમના પીઢ સલાહકાર કવીરાજ બીજલ ચારણના સંગીતના સૂર આ નવલકથાના મહત્વના અંગો ગણવામાં આવ્યા છે. સાથે સાથે એક રાજપુતાણીને શોભે તેવા વટ સાથે રાજાને હરહમેંશા સુખ દુઃખમાં સાથ આપતા તેમના ચયનીત રાણી સોમલદેવી રાજા રા'ડિયાસને પ્રજાવત્સલ અને પ્રજાપ્રેમી હોય તેવું સ્પષ્ટ રીતે પ્રતીત કરાવે છે...... અગિયારમી (1003 થી 1010) સદીના જૂનાગઢના ઇતિહાસ ઉપર નવલકથાની ઇમારત ચણવાનો લેખકનો નમ્ર પ્રયાસ ખૂબ દાદ માંગી લે તેવો છે. સોરઠ પ્રદેશના લોકોની જીવનશૈલી, રહેણીકહેણી, આર્થિક તેમજ સામાજિક સ્થિતિ, સુંદર શાસન વ્યવસ્થાનું ખૂબ સરસ રીતે આલેખન થયેલ છે. બાળ કુંવર નવઘણ ને બોડીદર સુધી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવનાર બંને પાત્રો વાલબાઈ વડારણ અને સેવક ભીમડા ની વફાદારી રાજાની વિશિષ્ટ સિદ્ધિ અથવા તો રાજા પ્રત્યે રૈયતનો અનહદ પ્રેમ દર્શાવે છે........ખૂબ જ અદભૂત નવલકથા મિત્ર લેખક શ્રી વિપુલ વાળા દ્વારા નિર્માણ પામી છે.232 પેઇજની આ બુક એક સાથે વાંચી શકાય તેવી અદભુત રોમાંચક પ્રકરણો જ પુસ્તકની ખાસ વિશેષતા છે...(જો કે સમયના અભાવે મેં 5 દિવસમાં પૂર્ણ કર્યું).ટૂંક સમયમાં બીજો ભાગ પબ્લિશ થાય તેની સૌ વાચક મિત્રો આતુરતા પૂર્વક રાહ જોઇ રહયા છે.ખૂબ જ નજીવી કિંમત સાથે સુંદર અક્ષરે મુદ્રણ થયેલ આ પુસ્તક દરેક શિક્ષક મિત્રો ભાઈઓ બહેનોએ આ વાંચવું તથા શક્ય હોય તો કાયમી માટે ઘરમાં વસાવવું જોઈએ....... એક નવોદિત લેખક ની અદભુત કળાને બિરદાવવા આ પુસ્તક અવશ્ય લેશો તેવી નમ્ર અપીલ..... ------------------------------------------------------------------------------------------------------ પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ. https://bit.ly/2Pbwivl જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever