
કવિ મેગી અસનાની ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ.
----------------------------------------------------------------
પહેલા થયું કે કોફી પુરી થાય ત્યાં સુધી થોડું વાંચું. પણ પુસ્તક પૂરું થયું ત્યારે ઉઠી. એક બેઠકે વાંચવા મજબુર કરે એવું પુસ્તક તો છે જ. પરંતુ તમને વીતેલો શાળાનો સમય જીવવા પણ મજબુર કરે. આ પુસ્તક વાંચતા સમજાયું કે એવું નથી વીતેલો સમય આપણે ફક્ત વિચારોમાં જોઈ શકીએ પરંતુ જીવી પણ શકાય. ઘણી જગ્યાએ તમે બુકમાર્ક મૂકી પુસ્તક કલોસ કરી વિચારતા પણ થઇ જશો.
(આપણને પણ આવા ઘણા સવાલો થતા હોય છે જેના પર આપણે ક્યારેય ધ્યાન જ નથી આપતા.)
જેમ કે..
"મને એ નથી સમજાતું કે લોકો ઘરે જવા આટલા ઉતાવળા કેમ હોય છે?"
"ધારોકે એક ફટાકડાનું પેકેટ દસ રૂપિયાનું આવતું હોય અને એ પેકેટ કોઈક સળગાવે ત્યારે મને દસ રૂપિયા સળગાવતા હોય એવું જ લાગતું.
જાતિની વાત આવે છે ત્યાં :
"અમારા ને તમારા એવું નોખું શું કામ પાડે છે?"
કિશોરાવસ્થામાં
ચંચળતા, સમજદારી, ગુસ્સો, સાર- સંભાળ, ઈર્ષ્યા, અભિમાન, દયા, ચિંતા અને પ્રેમ બધી જ લાગણીનું મિશ્રણ..
ફક્ત શાળા અને હોસ્ટેલ લાઈફ જ નહીં પરંતુ
માધવ અને ધમાના પિતાની વાતોમાં એમના બાળકોના ભવિષ્યની ચિંતા..
માધવ ઘરે જાય છે ત્યારે મમ્મીને કામ કરાવે છે એનું વર્ણન..
ધમાની મામા-મામી અને નાની પ્રત્યેની લાગણી..
જીવાભાઈની બાળકો માટેની ગુપ્ત લાગણી..
અને છેલ્લે રેન્ડિયર્સ નામનું રહસ્ય..
આ બધું જ આ પુસ્તક પુરૂ ના થાય ત્યાં સુધી વાચકને જકડી રાખે.. આ સુંદર અને રસપૂર્ણ પુસ્તક તૈયાર કરવા માટે અનિલભાઈને ખુબ ખુબ અભિનંદનની સાથે એક ડીમાંડ કે ભાગ- ૨ જરૂરથી આવવો જોઈએ.. આ બધા જ પાત્રોની શાળા પછી આગળની લાઈફ જાણવાની પણ મજા પડશે. જેમાં આ પુસ્તકની જેમ જ હસતી રમતી સરળ કથા સાથે જીવનમૂલ્યો પણ વણાઈ આવે.
- કવિ મેગી અસનાની
--------------------
પુસ્તક માટેની લિંક :
https://bit.ly/3dsedCK
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
કવિ મેગી અસનાની ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. ---------------------------------------------------------------- પહેલા થયું કે કોફી પુરી થાય ત્યાં સુધી થોડું વાંચું. પણ પુસ્તક પૂરું થયું ત્યારે ઉઠી. એક બેઠકે વાંચવા મજબુર કરે એવું પુસ્તક તો છે જ. પરંતુ તમને વીતેલો શાળાનો સમય જીવવા પણ મજબુર કરે. આ પુસ્તક વાંચતા સમજાયું કે એવું નથી વીતેલો સમય આપણે ફક્ત વિચારોમાં જોઈ શકીએ પરંતુ જીવી પણ શકાય. ઘણી જગ્યાએ તમે બુકમાર્ક મૂકી પુસ્તક કલોસ કરી વિચારતા પણ થઇ જશો. (આપણને પણ આવા ઘણા સવાલો થતા હોય છે જેના પર આપણે ક્યારેય ધ્યાન જ નથી આપતા.) જેમ કે.. "મને એ નથી સમજાતું કે લોકો ઘરે જવા આટલા ઉતાવળા કેમ હોય છે?" "ધારોકે એક ફટાકડાનું પેકેટ દસ રૂપિયાનું આવતું હોય અને એ પેકેટ કોઈક સળગાવે ત્યારે મને દસ રૂપિયા સળગાવતા હોય એવું જ લાગતું. જાતિની વાત આવે છે ત્યાં : "અમારા ને તમારા એવું નોખું શું કામ પાડે છે?" કિશોરાવસ્થામાં ચંચળતા, સમજદારી, ગુસ્સો, સાર- સંભાળ, ઈર્ષ્યા, અભિમાન, દયા, ચિંતા અને પ્રેમ બધી જ લાગણીનું મિશ્રણ.. ફક્ત શાળા અને હોસ્ટેલ લાઈફ જ નહીં પરંતુ માધવ અને ધમાના પિતાની વાતોમાં એમના બાળકોના ભવિષ્યની ચિંતા.. માધવ ઘરે જાય છે ત્યારે મમ્મીને કામ કરાવે છે એનું વર્ણન.. ધમાની મામા-મામી અને નાની પ્રત્યેની લાગણી.. જીવાભાઈની બાળકો માટેની ગુપ્ત લાગણી.. અને છેલ્લે રેન્ડિયર્સ નામનું રહસ્ય.. આ બધું જ આ પુસ્તક પુરૂ ના થાય ત્યાં સુધી વાચકને જકડી રાખે.. આ સુંદર અને રસપૂર્ણ પુસ્તક તૈયાર કરવા માટે અનિલભાઈને ખુબ ખુબ અભિનંદનની સાથે એક ડીમાંડ કે ભાગ- ૨ જરૂરથી આવવો જોઈએ.. આ બધા જ પાત્રોની શાળા પછી આગળની લાઈફ જાણવાની પણ મજા પડશે. જેમાં આ પુસ્તકની જેમ જ હસતી રમતી સરળ કથા સાથે જીવનમૂલ્યો પણ વણાઈ આવે. - કવિ મેગી અસનાની -------------------- પુસ્તક માટેની લિંક : https://bit.ly/3dsedCK #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever