
શ્રી દુર્ગેશ ઓઝાએ ‘ઢબો ઢાંચ’ પુસ્તક વાંચી તેની સમીક્ષા અત્રે રજૂ કરી છે જે તેમના જ શબ્દોમાં નીચે મુજબ છે.
--------
કોઈ ક્રિકેટર જાણે વર્ષોથી ટેસ્ટમેચ રમતો હોય એમ ટેસ્ટપ્રવેશે જ શાનદાર સદી ફટકારે એવું શ્રી દેવ કેશવાલાના વાર્તાસંગ્રહ ' ઢબો ઢાંચ 'ની વાર્તાઓમાંથી પસાર થતા અનુભવાયું છે. એમના આ પ્રથમ પુસ્તકમાં સાવ નવા વિષયો પરની વાર્તાઓ, વિવિધ વર્ગ અને વયજૂથનાં પાત્રો પણ જોવાં મળે છે, જેની રજૂઆત પણ નિરાળી છે. 'સૂરજ છાંયડો માંગે', શીર્ષકવાર્તા 'ઢબો ઢાંચ' વગેરે વાર્તાઓમાં સંવેદના અને સર્જકતા નોંધપાત્ર છે. વાર્તા વાંચવાનું શરૂ કર્યા પછી એકીબેઠકે વાંચી લેવાનું મન થાય, વાંચક પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવે એવી રસાળ શૈલી ને માવજત અહીં જોવા મળે છે. વાર્તાઓ વાંચતા એકવિધતા કે યંત્રવતપણું જોવા નથી મળતું. સીધીસાદી ભાષાશૈલી અહીં અનેરું સૌંદર્ય જન્માવે છે. મોટાભાગની વાર્તાઓ જોતા આ પુસ્તક 'ઢબો ઢાંચ'ને આંચ નહીં આવે ને એને વ્યાપક આવકાર મળશે એવી આશા જાગે છે. મુખપૃષ્ઠ ને વાર્તાઓ બંને આકર્ષક ને રસપ્રદ છે. લેખકમિત્ર શ્રી દેવ કેશવાલાને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત એમના આ પાણીદાર વાર્તાસંગ્રહ બદલ હાર્દિક અભિનંદન. જો આ બુક નથી વાંચી તો અત્યારે જ ઓર્ડર આપીને મંગાવીને વાંચી લો, જરૂર મજા આવશે અને બીજા લોકોને વાંચવા માટે કહ્યા વિના પણ નહિ રહી શકો એની ગેરંટી.
- દુર્ગેશ ઓઝા. Durgesh Oza
તમે હજી સુધી દેવ કેશવાલાની પુસ્તક 'ઢબો ઢાંચ' ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/3k2VqzH
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Durgesh Oza
શ્રી દુર્ગેશ ઓઝાએ ‘ઢબો ઢાંચ’ પુસ્તક વાંચી તેની સમીક્ષા અત્રે રજૂ કરી છે જે તેમના જ શબ્દોમાં નીચે મુજબ છે. -------- કોઈ ક્રિકેટર જાણે વર્ષોથી ટેસ્ટમેચ રમતો હોય એમ ટેસ્ટપ્રવેશે જ શાનદાર સદી ફટકારે એવું શ્રી દેવ કેશવાલાના વાર્તાસંગ્રહ ' ઢબો ઢાંચ 'ની વાર્તાઓમાંથી પસાર થતા અનુભવાયું છે. એમના આ પ્રથમ પુસ્તકમાં સાવ નવા વિષયો પરની વાર્તાઓ, વિવિધ વર્ગ અને વયજૂથનાં પાત્રો પણ જોવાં મળે છે, જેની રજૂઆત પણ નિરાળી છે. 'સૂરજ છાંયડો માંગે', શીર્ષકવાર્તા 'ઢબો ઢાંચ' વગેરે વાર્તાઓમાં સંવેદના અને સર્જકતા નોંધપાત્ર છે. વાર્તા વાંચવાનું શરૂ કર્યા પછી એકીબેઠકે વાંચી લેવાનું મન થાય, વાંચક પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવે એવી રસાળ શૈલી ને માવજત અહીં જોવા મળે છે. વાર્તાઓ વાંચતા એકવિધતા કે યંત્રવતપણું જોવા નથી મળતું. સીધીસાદી ભાષાશૈલી અહીં અનેરું સૌંદર્ય જન્માવે છે. મોટાભાગની વાર્તાઓ જોતા આ પુસ્તક 'ઢબો ઢાંચ'ને આંચ નહીં આવે ને એને વ્યાપક આવકાર મળશે એવી આશા જાગે છે. મુખપૃષ્ઠ ને વાર્તાઓ બંને આકર્ષક ને રસપ્રદ છે. લેખકમિત્ર શ્રી દેવ કેશવાલાને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત એમના આ પાણીદાર વાર્તાસંગ્રહ બદલ હાર્દિક અભિનંદન. જો આ બુક નથી વાંચી તો અત્યારે જ ઓર્ડર આપીને મંગાવીને વાંચી લો, જરૂર મજા આવશે અને બીજા લોકોને વાંચવા માટે કહ્યા વિના પણ નહિ રહી શકો એની ગેરંટી. - દુર્ગેશ ઓઝા. Durgesh Oza તમે હજી સુધી દેવ કેશવાલાની પુસ્તક 'ઢબો ઢાંચ' ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/3k2VqzH જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Durgesh Oza