
શ્રી મહેશભાઈ રબારી આપ દ્વારા સંપૂર્ણ પુસ્તક વાંચવા બદલ ખરા હૃદયથી આભાર માનીએ છીએ, આપશ્રી દ્વારા લખાયેલ ‘રેન્ડિયર્સ’ પુસ્તકનો પ્રતિભાવ નીચે પ્રસ્તુત છે.
૪ તારીખે સાંજે લગભગ પાંચ વાગ્યે કુરિયરથી ઓફિસના સરનામા પર ‘રેન્ડિયર્સ’ પુસ્તક મળ્યું. હું કામ પતાવી બેઠેલો હતો. થયુ કે પ્રસ્તાવિક આભાર વાંચી લઉં પછી આખું પુસ્તક શાંતિથી વાંચીશ. પછી મારી નજર આગળના શબ્દો પર પડી. ‘મારું નામ છે કૂલિયો.’ અને પછી તો હું સ્થિર નજરે આગળ વાચતો જ રહ્યો. સાંજ વીતી ને રાત થવામાં હતી એનો પણ મને ખ્યાલ ન'તો રહ્યો. પ્રકરણ એકથી ચૌદ તો હું ઓફિસમાં જ પતાવી બેઠેલો. ઘરે આવીને થોડીવાર પછી ફરી વાંચન શરું કરી દીધું. એવુ જરાય ન'તુ કે પુસ્તક ખાલી પતાવવા ખાતર પતાવી જ દેવું. પણ શબ્દો અને પાત્રોથી મન છૂટું ન પડી શકાયું. પાંચ મિત્રોમાં ક્યાંક મને હું ખુદ પણ દેખાતો હતો. એ પાત્રો સાથે હું ક્યાંક ખુલ્લા મોઢે હસ્યો છું, ક્યાંક ઉંડા વિચારોમાં ઉતર્યો છું, વળી ક્યાંય ભુતકાળમાં પણ ભમી આવ્યો. મને નવલકથમાં પન્નાલાલ પટેલ હંમેશાં પોતિકા લાગે છે. તમે પણ મને આજે બઉ પોતિકા લાગ્યા છો અનિલ ચાવડા. ખૂબ પ્રેમ ❤️ ‘રેન્ડિયર્સ’ લખવા બદલ દિલથી આભાર અનિલ ચાવડા 💐
-------------------------------
તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
શ્રી મહેશભાઈ રબારી આપ દ્વારા સંપૂર્ણ પુસ્તક વાંચવા બદલ ખરા હૃદયથી આભાર માનીએ છીએ, આપશ્રી દ્વારા લખાયેલ ‘રેન્ડિયર્સ’ પુસ્તકનો પ્રતિભાવ નીચે પ્રસ્તુત છે. ૪ તારીખે સાંજે લગભગ પાંચ વાગ્યે કુરિયરથી ઓફિસના સરનામા પર ‘રેન્ડિયર્સ’ પુસ્તક મળ્યું. હું કામ પતાવી બેઠેલો હતો. થયુ કે પ્રસ્તાવિક આભાર વાંચી લઉં પછી આખું પુસ્તક શાંતિથી વાંચીશ. પછી મારી નજર આગળના શબ્દો પર પડી. ‘મારું નામ છે કૂલિયો.’ અને પછી તો હું સ્થિર નજરે આગળ વાચતો જ રહ્યો. સાંજ વીતી ને રાત થવામાં હતી એનો પણ મને ખ્યાલ ન'તો રહ્યો. પ્રકરણ એકથી ચૌદ તો હું ઓફિસમાં જ પતાવી બેઠેલો. ઘરે આવીને થોડીવાર પછી ફરી વાંચન શરું કરી દીધું. એવુ જરાય ન'તુ કે પુસ્તક ખાલી પતાવવા ખાતર પતાવી જ દેવું. પણ શબ્દો અને પાત્રોથી મન છૂટું ન પડી શકાયું. પાંચ મિત્રોમાં ક્યાંક મને હું ખુદ પણ દેખાતો હતો. એ પાત્રો સાથે હું ક્યાંક ખુલ્લા મોઢે હસ્યો છું, ક્યાંક ઉંડા વિચારોમાં ઉતર્યો છું, વળી ક્યાંય ભુતકાળમાં પણ ભમી આવ્યો. મને નવલકથમાં પન્નાલાલ પટેલ હંમેશાં પોતિકા લાગે છે. તમે પણ મને આજે બઉ પોતિકા લાગ્યા છો અનિલ ચાવડા. ખૂબ પ્રેમ ❤️ ‘રેન્ડિયર્સ’ લખવા બદલ દિલથી આભાર અનિલ ચાવડા 💐 ------------------------------- તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir