
જો મને કોઈ પૂછે, ભૂતકાળના સુવર્ણકાળને યાદ કરી વાગોળવાની કોઈ દવા આવે? તો મારો જવાબ હશે "હા" અને એ દવા છે અનિલ ચાવડા સાહેબની નવલકથા "રેન્ડિયર્સ". પોતાના જીવનનો સુવર્ણકાળ એટલે કે બાળપણ અને એમાંય સ્કૂલ, હોસ્ટેલનું જીવન. સાહેબે આ સુવર્ણકાળનું ક્રમબદ્ધ રીતે પુસ્તકના એકએક પાને અવતરણ કરાવ્યું છે.
ખાસ તો ગ્રામ્ય કક્ષાના બાળકોના પરાક્રમ અને રમતો જુદી જ હોય છે. તે અહીંયાં પણ ચરિતાર્થ થાય છે. અસલ જિંદગીની મજાનો રસ આપવાનું કામ ‘રેન્ડિયર્સ’ કરે છે, આ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કોઈ પણ વાંચે એને બસ આ પોતાની જ વાત લાગે! પરાક્રમો પણ પોતાના પરાક્રમો સાથે અદલ મેળ ખાય છે, જે આ વસ્તુ આ પુસ્તકને ઉષ્મા અર્પે છે વાચકને જકડી રાખવાની.
એકએક વાક્યમાં હાસ્ય રહેલું છે, તો વળી જિંદગીની શીખ પણ છે. એકી બેઠકે પુસ્તક વાંચવું અને ના છૂટકે દરેક પંક્તિને હાઇલાઈટ કરવાનું મન થઇ જતું. તળાવમાં જીતેલા ખાવાનો પ્રસંગ હોય કે કુલિયો નામ કેમ પડ્યું? આ પ્રસંગો નિખાલસ હાસ્ય ઉત્પન્ન કરી જાય છે.
પણ જેમ જેમ અંત તરફ જઈ રહ્યા હતા, દિલમાં એક પીડા વધી રહી હતી. જે પુસ્તક એકી બેઠકે પૂરું કરવા મજબૂર કરે એવું હતું, જેના માટે જમવાનું વિસરાય જાય, ચહેરા પર આવતું હાસ્ય જોઈ ઘરના પૂછે કે એવું શું વાંચ્યું? અને એ જ વાર્તાનો અંત આવી જાય તો... ચોક્કસ પીડા થાય. શરૂથી લઈ અંત સુધી ક્યારેય એવું ના થયું કે મૂકી દઉં, હમણાં વાંચીશ. હા અંતમાં જે વર્ણન કર્યું હોસ્ટેલ છોડવાનું, ગૃહપતિનું ભાષણ ખરેખર ઉમદા હતું. અને એ છેલ્લી વારની હોસ્ટેલ અને ગૃહપતિની મુલાકાત જ્યારે હાસ્ય તરફથી રુદન તરફ વળી ત્યારે અનાયાસે એક ડૂસકું ભરાય જાય.
આમ તો એકએક પ્રકરણની ચર્ચા કરવી બને છે આપની આ વાર્તા માટે, એવી અદ્ભુત કથા લખીને કંઈ કેટલાય લોકોના હાથમાં એક પુસ્તક સ્વરૂપે એમનો ભૂતકાળ હાથમાં મૂકી દીધો.
ખૂબ ખૂબ આભાર સાહેબ આવા સુંદર સર્જન બદલ અને ખૂબ ખૂબ આભાર સહ શુભેચ્છાઓ.
હું તો કહું છું હોસ્ટેલમાં જીવેલા દરેક માણસે આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ અને જે નથી જીવ્યા તેમણે એ જીવનને જાણવા માટે ચોક્કસ વાંચવું જ જોઈએ. છૂટકો જ નથી.
- સોલંકી જીજ્ઞેશ ગોપાલભાઈ (રામગઢ)
----------
હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
જો મને કોઈ પૂછે, ભૂતકાળના સુવર્ણકાળને યાદ કરી વાગોળવાની કોઈ દવા આવે? તો મારો જવાબ હશે "હા" અને એ દવા છે અનિલ ચાવડા સાહેબની નવલકથા "રેન્ડિયર્સ". પોતાના જીવનનો સુવર્ણકાળ એટલે કે બાળપણ અને એમાંય સ્કૂલ, હોસ્ટેલનું જીવન. સાહેબે આ સુવર્ણકાળનું ક્રમબદ્ધ રીતે પુસ્તકના એકએક પાને અવતરણ કરાવ્યું છે. ખાસ તો ગ્રામ્ય કક્ષાના બાળકોના પરાક્રમ અને રમતો જુદી જ હોય છે. તે અહીંયાં પણ ચરિતાર્થ થાય છે. અસલ જિંદગીની મજાનો રસ આપવાનું કામ ‘રેન્ડિયર્સ’ કરે છે, આ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કોઈ પણ વાંચે એને બસ આ પોતાની જ વાત લાગે! પરાક્રમો પણ પોતાના પરાક્રમો સાથે અદલ મેળ ખાય છે, જે આ વસ્તુ આ પુસ્તકને ઉષ્મા અર્પે છે વાચકને જકડી રાખવાની. એકએક વાક્યમાં હાસ્ય રહેલું છે, તો વળી જિંદગીની શીખ પણ છે. એકી બેઠકે પુસ્તક વાંચવું અને ના છૂટકે દરેક પંક્તિને હાઇલાઈટ કરવાનું મન થઇ જતું. તળાવમાં જીતેલા ખાવાનો પ્રસંગ હોય કે કુલિયો નામ કેમ પડ્યું? આ પ્રસંગો નિખાલસ હાસ્ય ઉત્પન્ન કરી જાય છે. પણ જેમ જેમ અંત તરફ જઈ રહ્યા હતા, દિલમાં એક પીડા વધી રહી હતી. જે પુસ્તક એકી બેઠકે પૂરું કરવા મજબૂર કરે એવું હતું, જેના માટે જમવાનું વિસરાય જાય, ચહેરા પર આવતું હાસ્ય જોઈ ઘરના પૂછે કે એવું શું વાંચ્યું? અને એ જ વાર્તાનો અંત આવી જાય તો... ચોક્કસ પીડા થાય. શરૂથી લઈ અંત સુધી ક્યારેય એવું ના થયું કે મૂકી દઉં, હમણાં વાંચીશ. હા અંતમાં જે વર્ણન કર્યું હોસ્ટેલ છોડવાનું, ગૃહપતિનું ભાષણ ખરેખર ઉમદા હતું. અને એ છેલ્લી વારની હોસ્ટેલ અને ગૃહપતિની મુલાકાત જ્યારે હાસ્ય તરફથી રુદન તરફ વળી ત્યારે અનાયાસે એક ડૂસકું ભરાય જાય. આમ તો એકએક પ્રકરણની ચર્ચા કરવી બને છે આપની આ વાર્તા માટે, એવી અદ્ભુત કથા લખીને કંઈ કેટલાય લોકોના હાથમાં એક પુસ્તક સ્વરૂપે એમનો ભૂતકાળ હાથમાં મૂકી દીધો. ખૂબ ખૂબ આભાર સાહેબ આવા સુંદર સર્જન બદલ અને ખૂબ ખૂબ આભાર સહ શુભેચ્છાઓ. હું તો કહું છું હોસ્ટેલમાં જીવેલા દરેક માણસે આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ અને જે નથી જીવ્યા તેમણે એ જીવનને જાણવા માટે ચોક્કસ વાંચવું જ જોઈએ. છૂટકો જ નથી. - સોલંકી જીજ્ઞેશ ગોપાલભાઈ (રામગઢ) ---------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir