
જેમણે આખું ગામ માથે લઈને નળિયાં તોડ્યાં હોય, ડાળે દોરડાંઓ બાંધી ઝૂલ્યા હોય, બપોરે કોઈના ઘરના દરવાજા ખખડાવી ભાગ્યા હોય, ગામની પાદરે નદી કે નહેરમાં પથ્થરની ટપ્પીઓ ગણવાની શરતો લગાવી હોય, ઘરેથી સંતાઈને બરફના ગોળા ચૂસ્યા હોય અને જરૂર પડે સામેવાળાની ગુલ્ફીને હાથમાંથી નીચે પાડી હોય, લખોટી ભેગી કરી અને ખાડામાં પધરાવી હોય, કોઈને સામાન્ય વાતમાં પથ્થરનો ઘા કર્યો હોય, છોલાયેલા શરીરે રડતાં રડતાં ઘરે આવ્યા હોય, માતાપિતાથી સંતાઈને ગોરખધંધા કર્યા હોય કે શાળામાંથી બન્ક મારી પિક્ચર જોવા કે મેળાઓ કે બજારમાં આટા માર્યા હોય તો તમારે ચોક્કસ અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચવી જ જોઈએ.
ઉપરની ઘટનામાંથી કોઈ એક પણ માણી ન હોય તો તમે બાલઅવસ્થાનો દુષ્કાળ ભોગવ્યો એમ માનવું.
‘રેન્ડિયર્સ’ એ આશ્રમમાં ઉછરતા બાળકોની એક કથા છે. જે રફુચક્કર થવાની કે ધીંગામસ્તી કરવાની એક પણ ક્ષણ છોડતા નથી. જે આશ્રમશાળામાં અભ્યાસ કરતાં બાળકોના જીવનમાં થતી ઊથલપાથલ અને તેનાં પરિણામોની કથા છે. તેમાં રોમાંચકારી પળો છે અને વાલીઓ દ્વારા અપાતા યોગ્ય સંસ્કાર પણ છે. નાનાં બાળકોના જીવનમાં આવતાં વળાંકો વિશે શ્રી અનિલ ચાવડાએ એકદમ વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા અને બોલતા શબ્દોનો જ ઉપયોગ કર્યો છે. બાળકો જે હાલમાં અભ્યાસ કરતાં હોય તેમને પણ સીધું મગજમાં ઊતરી જાય તેવી ભાષા છે. માટે તેમણે પણ આ નવલકથા આપવી જોઈએ. માત્ર 152 પેજ અને 150 રૂપિયા જેવી કિંમતનું આ પુસ્તક એક બેઠકે વાંચી શકાય તેવું છે. તો તમે પણ મોજ-મજા અને મસ્તીવાળી આ અવસ્થાને ફરી એક વખત નજર સાથે ઉપસ્થિત જોવા માંગતા હોય તો ‘રેન્ડિયર્સ’ માત્ર તમારા માટે છે.
જીવનના ઘૂંઘવાટ અને રઘવાટને બાજુ પર મૂકી અનિલ ચાવડા સર્જિત નવલકથા ‘રેન્ડિયર્સ’ને એક નાનું આલિંગન કરી લઈએ. ઉત્તમ પુસ્તક છે...
~ જૈમીન જોષી.
----------------
હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
જેમણે આખું ગામ માથે લઈને નળિયાં તોડ્યાં હોય, ડાળે દોરડાંઓ બાંધી ઝૂલ્યા હોય, બપોરે કોઈના ઘરના દરવાજા ખખડાવી ભાગ્યા હોય, ગામની પાદરે નદી કે નહેરમાં પથ્થરની ટપ્પીઓ ગણવાની શરતો લગાવી હોય, ઘરેથી સંતાઈને બરફના ગોળા ચૂસ્યા હોય અને જરૂર પડે સામેવાળાની ગુલ્ફીને હાથમાંથી નીચે પાડી હોય, લખોટી ભેગી કરી અને ખાડામાં પધરાવી હોય, કોઈને સામાન્ય વાતમાં પથ્થરનો ઘા કર્યો હોય, છોલાયેલા શરીરે રડતાં રડતાં ઘરે આવ્યા હોય, માતાપિતાથી સંતાઈને ગોરખધંધા કર્યા હોય કે શાળામાંથી બન્ક મારી પિક્ચર જોવા કે મેળાઓ કે બજારમાં આટા માર્યા હોય તો તમારે ચોક્કસ અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચવી જ જોઈએ. ઉપરની ઘટનામાંથી કોઈ એક પણ માણી ન હોય તો તમે બાલઅવસ્થાનો દુષ્કાળ ભોગવ્યો એમ માનવું. ‘રેન્ડિયર્સ’ એ આશ્રમમાં ઉછરતા બાળકોની એક કથા છે. જે રફુચક્કર થવાની કે ધીંગામસ્તી કરવાની એક પણ ક્ષણ છોડતા નથી. જે આશ્રમશાળામાં અભ્યાસ કરતાં બાળકોના જીવનમાં થતી ઊથલપાથલ અને તેનાં પરિણામોની કથા છે. તેમાં રોમાંચકારી પળો છે અને વાલીઓ દ્વારા અપાતા યોગ્ય સંસ્કાર પણ છે. નાનાં બાળકોના જીવનમાં આવતાં વળાંકો વિશે શ્રી અનિલ ચાવડાએ એકદમ વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા અને બોલતા શબ્દોનો જ ઉપયોગ કર્યો છે. બાળકો જે હાલમાં અભ્યાસ કરતાં હોય તેમને પણ સીધું મગજમાં ઊતરી જાય તેવી ભાષા છે. માટે તેમણે પણ આ નવલકથા આપવી જોઈએ. માત્ર 152 પેજ અને 150 રૂપિયા જેવી કિંમતનું આ પુસ્તક એક બેઠકે વાંચી શકાય તેવું છે. તો તમે પણ મોજ-મજા અને મસ્તીવાળી આ અવસ્થાને ફરી એક વખત નજર સાથે ઉપસ્થિત જોવા માંગતા હોય તો ‘રેન્ડિયર્સ’ માત્ર તમારા માટે છે. જીવનના ઘૂંઘવાટ અને રઘવાટને બાજુ પર મૂકી અનિલ ચાવડા સર્જિત નવલકથા ‘રેન્ડિયર્સ’ને એક નાનું આલિંગન કરી લઈએ. ઉત્તમ પુસ્તક છે... ~ જૈમીન જોષી. ---------------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir