
લેખક-પત્રકાર-તંત્રી અને ‘સમભાવ’ દૈનિકના આદ્યસંસ્થાપક સ્વ. ભૂપતભાઇ વડોદરિયાએ ગુજરાતી સાહિત્યમાં ચિંતન લેખ-નિબંધો આપ્યા છે. દૈનિક સમાચારપત્રોમાં તેની ચિંતનલેખો ‘સો વાતની એક વાત’, ‘ઘરે બાહિરે’, ‘પંચામૃત’ વાચકોમાં લોકપ્રિય બની રહ્યા. પશ્ચિમી સાહિત્યના અભ્યાસુ ભૂપત વડોદરિયાએ વૈચારિક પુરૂષાર્થ થકી સરસ અને નીરસ, શુભ અને અશુભના સંમિશ્રણરૂપ જીવનની ભાતીગળ જટિલતાનું સુઘડ સરસ સરવૈયું વાચકોને પુસ્તકોરૂપે આપ્યું છે. સમાજ, સાહિત્ય અને રાજકારણમાંથી શોધેલા સત્યપ્રસંગો અનુભવ, વાચન અને વિચારમાંથી પ્રગટેલા લેખોએ ભૂપત વડોદરિયા પોતે વિચારક છે તેવી જ્ઞાપ્તિ સાથે કશું લખ્યું નથી. તેમના લખાણોમાં પહાડમાંથી સહજરૂપે જલબિંદુઓ ગળાઇ-ગળાઇ ટપકતાં રહે તે રીતે નિરંતર પાંચ દાયકા સુધી વાચકો સામે શબ્દસર્જનકર્મ કર્યું છે. ‘પ્રેમ એક પૂજા’ - નવલકથા, ‘આંસુનાં મેઘધનુષ’ - નિબંધ, ‘પરખ’ – ચરિત્ર વિવેચન, ‘અજાણી રેખાઓ’ – વાર્તા સંગ્રહ વગેરે અગ્રીમ પંક્તિની કૃતિઓ બની રહી છે. ‘પંચામૃતનું આચમન’ (પાંચ પુસ્તકોનો સેટ) અને ‘પંચામૃત’ (પાંચ પુસ્તકોનો સેટ) ગ્રંથશ્રેણી ભૂપત વડોદરિયાના ચૂંટેલા નિબંધોનો સંપાદિત સંપૂટ છે. ભૂપત વડોદરિયાના તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઊપલબ્ધ છે.
https://bit.ly/2Zi2nDr
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
લેખક-પત્રકાર-તંત્રી અને ‘સમભાવ’ દૈનિકના આદ્યસંસ્થાપક સ્વ. ભૂપતભાઇ વડોદરિયાએ ગુજરાતી સાહિત્યમાં ચિંતન લેખ-નિબંધો આપ્યા છે. દૈનિક સમાચારપત્રોમાં તેની ચિંતનલેખો ‘સો વાતની એક વાત’, ‘ઘરે બાહિરે’, ‘પંચામૃત’ વાચકોમાં લોકપ્રિય બની રહ્યા. પશ્ચિમી સાહિત્યના અભ્યાસુ ભૂપત વડોદરિયાએ વૈચારિક પુરૂષાર્થ થકી સરસ અને નીરસ, શુભ અને અશુભના સંમિશ્રણરૂપ જીવનની ભાતીગળ જટિલતાનું સુઘડ સરસ સરવૈયું વાચકોને પુસ્તકોરૂપે આપ્યું છે. સમાજ, સાહિત્ય અને રાજકારણમાંથી શોધેલા સત્યપ્રસંગો અનુભવ, વાચન અને વિચારમાંથી પ્રગટેલા લેખોએ ભૂપત વડોદરિયા પોતે વિચારક છે તેવી જ્ઞાપ્તિ સાથે કશું લખ્યું નથી. તેમના લખાણોમાં પહાડમાંથી સહજરૂપે જલબિંદુઓ ગળાઇ-ગળાઇ ટપકતાં રહે તે રીતે નિરંતર પાંચ દાયકા સુધી વાચકો સામે શબ્દસર્જનકર્મ કર્યું છે. ‘પ્રેમ એક પૂજા’ - નવલકથા, ‘આંસુનાં મેઘધનુષ’ - નિબંધ, ‘પરખ’ – ચરિત્ર વિવેચન, ‘અજાણી રેખાઓ’ – વાર્તા સંગ્રહ વગેરે અગ્રીમ પંક્તિની કૃતિઓ બની રહી છે. ‘પંચામૃતનું આચમન’ (પાંચ પુસ્તકોનો સેટ) અને ‘પંચામૃત’ (પાંચ પુસ્તકોનો સેટ) ગ્રંથશ્રેણી ભૂપત વડોદરિયાના ચૂંટેલા નિબંધોનો સંપાદિત સંપૂટ છે. ભૂપત વડોદરિયાના તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઊપલબ્ધ છે. https://bit.ly/2Zi2nDr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever