
“મૃત્યુંજય એક અનુભવ…
નાગપાશ એક અનુભૂતિ…!
ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ.
મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય.
સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે.
કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે.
શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.”
- @jyotiunadkat
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash