
“શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના દર્શન દરમિયાન ચારેક દિવસ તિરુઅનંતપુરમ્ ખાતે સંશોધન કરવાનો અવસર મળ્યો હતો. જે વાચકમિત્રો બે વર્ષથી મારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેમને મલયાલી ઈતિહાસકાર ઉમા મહેશ્વરી સાથેની મારી મુલાકાત અંગેની પૉસ્ટ યાદ હશે.
કૉર્ટના આદેશ પર મંદિરના વૉલ્ટ્સમાંથી જ્યારે દેવદ્રવ્ય બહાર લાવવામાં આવ્યું, ત્યારે ઉમા મહેશ્વરીજી ત્યાં ઉપસ્થિત હતાં. ફક્ત એટલું જ નહીં, પરંતુ ‘નાગપાશ’ વડે અભિમંત્રિત વૉલ્ટ-બીને તેઓ પોતાની નજરે જોઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, એ આશ્ચર્યજનક અને રહસ્યમય વિગતો હું અહીં સોશિયલ મીડિયા પર નહીં જ લખું! એના માટે તો આપે નવલકથા વાંચવી રહી. એટલું જણાવી દઉં કે ઉમા મહેશ્વરીજીના મતાનુસાર, આજે પણ ‘વૉલ્ટ-બી’ પ્રતિક્ષા કરી રહ્યું છે, તેના ઉદ્ધારકની...!
૧૮મી સદીમાં જે મહાન ઉદ્દેશ્ય સાથે ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ ભારતવર્ષના સિદ્ધ મહાયોગીઓ દ્વારા તેના દ્વાર બંધ કરાવ્યા હતાં, એને ઉજાગર થવા માટે કદાચ હવે વધુ સમય નથી!
‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો આ તૃતીય અને અંતિમ મણકો છે. આ દ્રશ્ય લખતી વેળા મધરાતે મેં જે અનુભવો કર્યા, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું... હાલપૂરતું, સ્વયં મહાવિષ્ણુ જે પૃષ્ઠો પર બિરાજમાન થયા છે, એની આ નાનકડી ઝાંખી આપને કેવી લાગી એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી… 🙂♥️🙏🏼”
- પરખ ભટ્ટ અને રાજ જાવિયા
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો!
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
“શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના દર્શન દરમિયાન ચારેક દિવસ તિરુઅનંતપુરમ્ ખાતે સંશોધન કરવાનો અવસર મળ્યો હતો. જે વાચકમિત્રો બે વર્ષથી મારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેમને મલયાલી ઈતિહાસકાર ઉમા મહેશ્વરી સાથેની મારી મુલાકાત અંગેની પૉસ્ટ યાદ હશે. કૉર્ટના આદેશ પર મંદિરના વૉલ્ટ્સમાંથી જ્યારે દેવદ્રવ્ય બહાર લાવવામાં આવ્યું, ત્યારે ઉમા મહેશ્વરીજી ત્યાં ઉપસ્થિત હતાં. ફક્ત એટલું જ નહીં, પરંતુ ‘નાગપાશ’ વડે અભિમંત્રિત વૉલ્ટ-બીને તેઓ પોતાની નજરે જોઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, એ આશ્ચર્યજનક અને રહસ્યમય વિગતો હું અહીં સોશિયલ મીડિયા પર નહીં જ લખું! એના માટે તો આપે નવલકથા વાંચવી રહી. એટલું જણાવી દઉં કે ઉમા મહેશ્વરીજીના મતાનુસાર, આજે પણ ‘વૉલ્ટ-બી’ પ્રતિક્ષા કરી રહ્યું છે, તેના ઉદ્ધારકની...! ૧૮મી સદીમાં જે મહાન ઉદ્દેશ્ય સાથે ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ ભારતવર્ષના સિદ્ધ મહાયોગીઓ દ્વારા તેના દ્વાર બંધ કરાવ્યા હતાં, એને ઉજાગર થવા માટે કદાચ હવે વધુ સમય નથી! ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો આ તૃતીય અને અંતિમ મણકો છે. આ દ્રશ્ય લખતી વેળા મધરાતે મેં જે અનુભવો કર્યા, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું... હાલપૂરતું, સ્વયં મહાવિષ્ણુ જે પૃષ્ઠો પર બિરાજમાન થયા છે, એની આ નાનકડી ઝાંખી આપને કેવી લાગી એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી… 🙂♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash