
એ પવિત્ર સ્થાન, જ્યાં માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો!
સમગ્ર ભારતમાં ઐતિહાસિક મહાકાવ્ય રામાયણના ૩૦૦થી વધુ સંસ્કરણો ઉપલબ્ધ છે. જૈન રામાયણ, અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, રામચરિતમાનસ વગેરે તો આપણે સાંભળ્યા હોય એવા સંસ્કરણો! પરંતુ એ સિવાય મુસ્લિમ રામાયણ પણ ખરી, જેમાં ભગવાન રામ એક સુલ્તાન છે... અને માતા સીતા એક બેગમ!
દરેક સંસ્કરણોની પોતપોતાની અનન્ય વિશેષતાઓ છે. ‘નાગપાશ’ નવલકથાનું સંશોધન કરતી વેળા આમાંના કેટલાક સંસ્કરણોમાંથી પસાર થવાનો મોકો મળ્યો. એ દરમિયાન જાણવા મળેલી કેટલીક ચોંકાવનારી બાબતો અંગે આજે વાત કરવી છે.
કેટલાક સંસ્કરણોમાં માતા સીતા વિશે આશ્ચર્યજનક ખુલાસા કરવામાં આવ્યા છે. કહેવાય છે કે રાક્ષસરાજ રાવણ દ્વારા જે સીતાનું અપહરણ કરવામાં આવ્યું, એ વાસ્તવમાં મા સીતા નહીં પરંતુ એમની છાયા/પ્રતિબિંબ/છાયાદેહ હતો. અગ્નિદેવના વરદાનને કારણે મા સીતાનો દેહ અગ્નિકુંડમાં સમાઈ ચૂક્યો હતો, જેથી રાવણ જેવા પાપી અસુર એમને પ્રતાડિત ન કરી શકે.
રાવણનો વધ થયા પશ્ચાત્ માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો, જેના પરિણામે અગ્નિદેવે એમને મૂળ દેહ પરત આપ્યો અને દેવી સીતાનો છાયાદેહ પુનઃ અગ્નિમાં સમાઈ ગયો! શ્રીલંકાના વેલિમાડા ખાતે દિવુરુમ્પોલાના આ સ્થાન પર (ફોટોમાં દર્શાવેલ મંદિર જુઓ) માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હોવાની પૌરાણિક માન્યતા છે. આ પરીક્ષા દરમિયાન અગ્નિની આભને આંબતી પ્રચંડ જ્વાળા માતા સીતાના સ્પર્શમાત્રથી શીતળ બની ગઈ હતી! મૂળ દેહ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામ સાથે તેઓ અયોધ્યા જવા રવાના થયા હતાં...
દેવી સીતાના આ પાવન સ્થાનને જોવા માટે વિશેષ દ્વાર બનાવવામાં આવ્યું છે, જેને ખોલવા માટેની ચાવી પણ અભિમંત્રિત કરવામાં આવી છે! માન્યતા છે કે આ ચાવીનો સ્પર્શ ભક્તને પુણ્ય પ્રદાન કરે છે!
આખરે શું છે માતા સીતાના અપહરણ પાછળનું રહસ્ય? શ્રીરામ માત્ર રાવણનો વધ કરવા માટે લંકા પહોંચ્યા હતા કે પછી કોઈ મોટા ષડ્યંત્રને વાસ્તવિકતા બનતું અટકાવવા?
રહસ્યોદ્ઘાટન થશે... ૧૪મી ડિસેમ્બરે!
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
એ પવિત્ર સ્થાન, જ્યાં માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો! સમગ્ર ભારતમાં ઐતિહાસિક મહાકાવ્ય રામાયણના ૩૦૦થી વધુ સંસ્કરણો ઉપલબ્ધ છે. જૈન રામાયણ, અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, રામચરિતમાનસ વગેરે તો આપણે સાંભળ્યા હોય એવા સંસ્કરણો! પરંતુ એ સિવાય મુસ્લિમ રામાયણ પણ ખરી, જેમાં ભગવાન રામ એક સુલ્તાન છે... અને માતા સીતા એક બેગમ! દરેક સંસ્કરણોની પોતપોતાની અનન્ય વિશેષતાઓ છે. ‘નાગપાશ’ નવલકથાનું સંશોધન કરતી વેળા આમાંના કેટલાક સંસ્કરણોમાંથી પસાર થવાનો મોકો મળ્યો. એ દરમિયાન જાણવા મળેલી કેટલીક ચોંકાવનારી બાબતો અંગે આજે વાત કરવી છે. કેટલાક સંસ્કરણોમાં માતા સીતા વિશે આશ્ચર્યજનક ખુલાસા કરવામાં આવ્યા છે. કહેવાય છે કે રાક્ષસરાજ રાવણ દ્વારા જે સીતાનું અપહરણ કરવામાં આવ્યું, એ વાસ્તવમાં મા સીતા નહીં પરંતુ એમની છાયા/પ્રતિબિંબ/છાયાદેહ હતો. અગ્નિદેવના વરદાનને કારણે મા સીતાનો દેહ અગ્નિકુંડમાં સમાઈ ચૂક્યો હતો, જેથી રાવણ જેવા પાપી અસુર એમને પ્રતાડિત ન કરી શકે. રાવણનો વધ થયા પશ્ચાત્ માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો, જેના પરિણામે અગ્નિદેવે એમને મૂળ દેહ પરત આપ્યો અને દેવી સીતાનો છાયાદેહ પુનઃ અગ્નિમાં સમાઈ ગયો! શ્રીલંકાના વેલિમાડા ખાતે દિવુરુમ્પોલાના આ સ્થાન પર (ફોટોમાં દર્શાવેલ મંદિર જુઓ) માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હોવાની પૌરાણિક માન્યતા છે. આ પરીક્ષા દરમિયાન અગ્નિની આભને આંબતી પ્રચંડ જ્વાળા માતા સીતાના સ્પર્શમાત્રથી શીતળ બની ગઈ હતી! મૂળ દેહ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામ સાથે તેઓ અયોધ્યા જવા રવાના થયા હતાં... દેવી સીતાના આ પાવન સ્થાનને જોવા માટે વિશેષ દ્વાર બનાવવામાં આવ્યું છે, જેને ખોલવા માટેની ચાવી પણ અભિમંત્રિત કરવામાં આવી છે! માન્યતા છે કે આ ચાવીનો સ્પર્શ ભક્તને પુણ્ય પ્રદાન કરે છે! આખરે શું છે માતા સીતાના અપહરણ પાછળનું રહસ્ય? શ્રીરામ માત્ર રાવણનો વધ કરવા માટે લંકા પહોંચ્યા હતા કે પછી કોઈ મોટા ષડ્યંત્રને વાસ્તવિકતા બનતું અટકાવવા? રહસ્યોદ્ઘાટન થશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash